પીઠાઈ: અમદાવાદમાંથી ચોરાયેલ મોટર સાયકલ સાથે પકડાયો
ખેડા એલસીબી પોલીસે કઠલાલ તાલુકાના પીઠાઈ ગામના બસસ્ટેન્ડ પાસેથી એક નંબર પ્લેટ વગરના બાઈક પર આવી ચઢેલા શખ્સને રોકીને તેની પાસે બાઈકની માલિકીના જરૂરી દસ્તાવેજોની માંગણી કરતા તે ગલ્લાતલ્લાકરવા લાગ્યો હતો. જેથી તેનું નામઠામ પુછતાં તે ગોપાલ ઉર્ફે કારીયો અભેસિંહ પરમાર (રહે. સોનપુરા, ટોલગેટની બાજુમાં, ભાથીજી મંદિર પાસે, તાબે સરાલી, તા. કઠલા)નો હોવાનું જણાવ્યું હતું.
મોટર સાયકલ બાબતે ઈસમને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આ મોટરસાયક આજથી આશરે પાંચેક દિવસ પહેલાં અમદાવાદ સીંગરવા બિલેશ્વર એસ્ટેટ પાસેથી ચોરી કરેલાની હકીકત જણાવી હતી. જે બાબતે ઈ.ગુજકોપ પોકેટકોપ મોબાઈલમાં એન્જિન નંબર/ચેસીસ નંબરથી સર્ચ કરતા વાહનનો રજી. નં. જીજે-૦૧, યુએ-૧૧૯૭નો જણાઈ આવેલ જે બાબતે ખરાઈ કરતા આ વાહન બાબતે અમદાવાદ શહેરના ઓઢવ પોલીસ મથકની હદમાંથી ચોરાયું હોવાનું ખુલવા પામ્યું હતુ. પોલીસે તેની અટકાયત કરીને વધુ તપાસ અર્થે ઓઢવ પોલીસના હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે.