મુગ્ધ અભિવ્યક્તિ
પ્રણય કવિતાને એક-એક રૂંવાડુ ં આંદોલન થઇને આવકારે છે ત્યારે છાતીનાં પોલાણમાં મેઘધનુષની માહોલ રચાતો હોય છે. વરસી જવા જાણે કે બારે મેઘ ખાંગા થયા હોય એમ શરીરના અંગો પણ આવા મુગ્ધ સ્પર્શને તરસી જવા ઘાંઘા થઇ જતા હોય છે. એક બ્લેન્કેટ તળેનું અંધારું બે દેહ માટે કેટલું મોહક હોય એ જગતનું આ ઝળાહળા અતિ-અજવાળું કયારેય માપી નથી શકતું
સમાજ અને સાહિત્ય એકમેક સાથે જોડાયેલા છે. જેવો સમાજ એવું સાહિત્ય અને જેવું સાહિત્ય એવી એની સમાજ પરની અસર સમયાનુસાર આ બંનેમાં બદલાવ આવતો રહે છે અને આ કાયમ આ બદલાવ આવતો જ રહેશે. બધી જ કલાઓને આ એકસરખી રીતે લાગુ પડતી બાબત છે. આજે વાત કરવી છે. કેટલીક મુગ્ધ અભિવ્યકિતની અને જરાક મુકત અભિવ્યકિતની પણ. કવિઓ, લેખકો, સંગીતકારો, ચિત્રકારો, શિલ્પકારો આ બધા જ કલાજીવો પર સમાજ વરસ્યો પણ છે અને એમના પર ઘણીવાર સમાજ વણસ્યો છે. કલાકાર તરીકે અભિવ્યકિતનું આકાશ એને પોતાની રીતે ઊડાન ભરવા આપોઆપ પ્રેરીત કરતું રહે છે અને કયારેક આવી ઉડાનને તોડી પાડવાના પ્રયત્નો પણ સમાજ અને સંસ્કૃતિના નામે થયા છે. આવા કોઇ વાદ-વિવાદની વાત છેડયા વગર વાત કરીએ કેટલીક સરસ મજાની મુગ્ધ અભિવ્યકિત વિશે.
The most beautiful sound in the world to me is not forest birdsong or babbling brooks or even the ringing of church bells. It’s hearing you whisper, 'I love you', over and over again.
- Michael Faudet
માઇકલ ફોદે અને લેન્ગ લીઆવ- આ કપલની કવિતાઓ અને લખાણે મને ઘણીવાર આકર્ષ્યો છે. શબ્દો પણ કેટલા sensual હોઇ શકે એનો અહેસાસ આ બંને લેખકોની કૃતિખૂબ સહજ રીતે કરાવે છે. જુઓ એક ઉદાહરણ-
Lust is a lovely word and makes love so much more interesting.
- Michael Faudet
પ્રણય પોતે જ સ્વભાવે મુગ્ધ હોય છે અને કદાચ એની આ મુગ્ધ અવસ્થા એ જ તો ખરો પ્રણય હોય છે. આ મુગ્ધ હોવાની લાક્ષણિકતાનો છેદ ઉડાડી દો તો પછી તો એ જ બાકી બચે છે તે છે - Practical દુનિયાદારી.
પ્રણય હોય ત્યાં અપેક્ષાઓ હોવી સ્વાભાવિક છે અને અપેક્ષા હોય ત્યાં કયારેક અપેક્ષા ભંગનો સવાલ પણ હોય. મજાની વાત તો એ છે કે આવા પ્રણયની મુગ્ધાવસ્થા અને આવા પ્રણયભંગ કે અપેક્ષાભંગનું દર્દ- આ બંને લખવાનું ઇજન પુરૂ પાડે છે. આ પંકિતઓ જુઓ
What never was,
What could have been,
Was more to me
than anything else.
- Lang Leav
ગુલઝાર સાહેબની એક પંકિત હમણાં કયાંક વાંચવામાં આવી કે -
કિતની મુશ્કીલ કે બાદ ટૂટા
એક રિશ્તા જો થા હી નહીં
-ગુલઝાર
પ્રણયની મુગ્ધાવસ્થાની ટોચ એ છે કે જયારે તમે કોઇનામાં પોતાની આસ્થા પુરેપુરી રોપી દો છો. કોઇનું તમારા પર આટલું બધું નિર્ભર હોવું એ તમને નિર્ભર બનતા અટકાવી શકે છે.
I believe in you - Words that water flowers.
- Michael Faudet
મને તારામાં ભરોસો છે - માત્ર આટલા શબ્દો પ્રણયને કયાંથી કયાં લઇ જઇ શકે એ અકલ્પનીય બાબત છે.
પ્રણય અને દેહને કંઇ લાગે વળગે નહીં આવું કોઇ કયાંય કહે તો એ માની લેવું નહીં. દેહ પણ પ્રણયનું જ એક સર્વોત્તમ માધ્યમ છે. દેહની પણ પોતાની 'desire' હોય અને પ્રણયમાં આવી desires 'desirable' પણ હોય જ. વાંચો હવેની આ પંકિત
The more buttons you undo, she said, the faster I become undone. - Michael Faudet
સમાજે દેહ પર લગામ ખેંચવાના બહુ જ વ્યર્થ પ્રયત્નો કર્યા છે અને છેવટે તો ભારોભાર નિષ્ફળતા જ મળી છે. દેહની ગરિમા જાણતો પ્રણય એ કદાચ સર્વોચ્ચ સુખાકારી અનુભવ હોય છે જીવનનો. Decent હોવું અને Decent દેખાવું આ બંને વચ્ચેનો ભેદ સમાજ સમજતો હોતો નથી. કારણકે સમાજ પાસે દંભના ચશ્મા હોય છે.
Unrovel the last thread of decency
I possess (She said) - Michael Faudet
દેહની આવી decencyનો છેલ્લો તાંતણો ખુલીને જયારે પ્રણયમાં ભળે ત્યારે આયુષ્ય- સુખનો ઉઘાડ થતો હોય છે. બાકી સમાજના દંભી ચશ્માનો પુરેપુરા ઢંકાયેલા દેહને પણ Indecent રીતે પરખી રહ્યા હોય છે. Desirable desiresની વધુ એક પંકિત જોઇએ -
પ્રણયમગ્ન બે જીવને ખલેલ પહોંચાડનારૂ કોઇ તત્વ હોય તો એ છે distance પરંતુ દેહનું distance ભલે હોય કદાચ ત્યાં પ્રણયરત મન death of distance નો રસ્તો પણ શોધી લે છે.
The distance from you is measured in how far I've come.
-Lang Leav
'How for' અને 'How close' એ કોઇ ભૌતિક માપદંડ ન બની રહે અને મનો-દૈહિક અનુભૂતિ તરીકે ઊભરી આવે ત્યારે એ ક્ષણ પર પ્રણયની દેરી બનતી હોય છે, જેમાં આરાધ્ય હોય છે પોતાનું પ્રિય પાત્ર. આવા બે 'મળેલા જીવ'ની અરસપરસની પ્રાર્થના એટલે sensual love letters. એમના એમને જોઇને જગતના 'બળેલા જીવ'માંથી નીકળતો ધુમાડો અવારનવાર દૃશ્યમાન થતો રહેતો હોય છે. પરંતુ પ્રણયમાં સ્પર્શની કવિતાઓ લખાતી રહેતી હોય છે અને એ એમ આસાનીથી પૂર્ણવિરામ પર નથી પહોંચતી. સ્પર્શની લિપિમાં લખાતી ત્વચા પરની આવી.
પ્રણય કવિતાને એક-એક રૂંવાડું આંદોલન થઇને આવકારે છે ત્યારે છાતીનાં પોલાણમાં મેઘધનુષની માહોલ રચાતો હોય છે. વરસી જવા જાણે કે બારે મેઘ ખાંગા થયા હોય એમ શરીરના અંગો પણ આવા મુગ્ધ સ્પર્શને તરસી જવા ઘાંઘા થઇ જતા હોય છે. આવા સ્પર્શ માટે માઇકલ લખે છે- make me bbush in all the right places. - Michael Faudetને પછી આ ક્ષણે અનુભવાયેલી અને ઉજવાયેલી ઉષ્માનું સંગીત આપણા અસ્તિત્વને અલંકૃત કરવામાં સ્હેજ પણ કચાશ રાખતું નથી.
The Warmth once felt
was like a dream
a river melting
into stream
- Lang Leav
સુંવાળપ એનો સ્વભાવ છે એવા પ્રણયની પ્રકૃતિદત્ત મીઠાશ જગતની ખરબચડી જીભ ચાખી શકતી નથી. એક બ્લેન્કેટ તળેનું અંધારું બે દેહ માટે કેટલું મોહક હોય એ જગતનું આ ઝળાહળા અતિ-અજવાળું કયારેય માપી નથી શકતું. શબ્દોનો વેપાર કરીને પેટીયું રળતો સમાજ ઝુરાપામાં નીકળતા નિ:શબ્દ નિ:સાસાને સાંભળી શકવા અસમર્થ જ હોવાનો. બધું જ અલગ-અલગ વિભાજીત કરવામાં એકાત્મભાવ આત્મસાત કરી શકે એમ નથી. માટે જ માઇકલ લખે છે કે - Falling in love is not rational.It’s madness. A beautiful, wonderful moment of magnificent insanity. (Michael Faudet)
Secret Key
To love and to make love (in its true sense) you need to be irrational in all your being.
પ્રતિભાવ : joshinikhil2007@gmail.com