Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
અવળી શિખામણ
17/09/2023 00:09 AM Send-Mail
શું તમે સારા માણસ છો ? તમારો જવાબ 'હા' માં જ હશે કેમકે તો જ તમે કોઇ કોલમનો આર્ટીકલ વાંચવાનો વિચાર કરી શકયા હો. અ્રથ્ૂન્જ્, જવાદો હવે બીજો પ્રશ્ન વાંચો- શું તમે પરેશાન પણ છો ? હવે જો પહેલા પ્રશ્નનો જવાબ તમે ર્ર્ખ્ણૈર્ખ્રન્ 'હા'માં આપ્યો'તો તો પછી આ પ્રશ્નનો જવાબ 'હા' જ હોઇ શકે એ અપેિક્ષત છે. કેમકે નઠારા લોકો કયાં કયારેય પરેશાન હોય જ છે! એમનું તો કામ જ 'પરેશાન' કરવાનું હોય છે. આશા રાખુ કે હજી તમારો જવાબ ર્ર્ખ્ણૈર્ખ્રન્ 'હા'માં જ હોય ! જીવનના કેટલાક અનુભવો પરથી એવું લાગી આવે કે સાલુ, સારા અને સાચા બનવા માટે આપણે કેટલા વર્ષોથી તાલીમ, કેળવણીયુકત પ્રયત્નો સાથેની કરી અને જીવનના કેટલા બધા વર્ષો એ માટે ૌખ્ર્ત્જ્ઞ્ કરી દીધા અને પછી અચાનક એવું બ્રહ્મજ્ઞાન થાય કે આના કરતાં ચોથાભાગની ઊર્જા કદાચ ખોટા અને ખરાબ માણસ બનવા માટે જો ૌખ્ર્ત્જ્ઞ્ કરી હોત ને તો સુખાકારી ચાર ગણી વધુ હોત જીવનમાં. પણ આવું સમજાય ત્યાં સુધીમાં તમે મોટાભાગનું બધું 'સારપ'માં ૌખ્ર્ત્જ્ઞ્ કરી દીધું હોય છે અને ત્યાં એવો કોઇ જ 'યુ-ટર્ન' પછી જડતો નથી. ને હવે એમ ખોટું અને ખરાબ બનવાની કળામાં માહીર થવા માટે મોડું થઇ ગયુ હોય છે અને આમ પણ પેલી વર્ષોની બાજેલી સારપ એમ કયાં જલદી પીછો છોડવાની!

ચાલો, તેમ છતાં આજે વાત કરીએ કેટલીક અવળી શિખામણની. સહુ પહેલા તો સારું-સારું વાંચવા-વિચારવાનું બંધ કરી દો, (એટલે આ આર્ટીકલ તો પુરો વાંચવો) કેમકે એનાથી તમારા મગજમાં સદભાવનાં બીજ રોપાય છે. હવે તમે આવા બીજ રોપો ને પછી એવી અપેક્ષા કરો કે સાલુ, કયાંક બહુ સારા ન બની જઇએ! હવે આ રોપાયેલા બીજને સદવિચારનો સૂર્યપ્રકાશ મળે અને હળવા રહેવાની હવા સ્પર્શ્યા કરે તેમજ જીજ્ઞાસાનું જળ સિંચાય પછી એ બીજમાંથી કૂંપળ ફૂટેને છોડ 'સરીખુ છાતીમાં ફૂલેફાલે નહીં તો જ નવાઇ! હવે આવા છોડ પર ફૂલ ઊગે ને પછી એની સુવાસને તમે કયાં કેદ કરી શકવાના ! વળી, આવી સુવાસ બીજા કોઇને પણ ચેપ લગાડે સારપનો તો એમાં વાંક તો તમારો જ ગણાય અને નક્કી. માટે આવી કોઇ સુંવાળી વૃત્તિથી સંવેદનાત્મક પ્રવૃત્તિના આદિ થવું જ નહીં. આવી જો ટેવ પડી ગઇને તો પછી તમારો ખોટા અને ખરાબ બનવાનો મનસૂબો અધૂરો જ રહેવાનો એ સમજીને ચાલવું.

રસ્તે જતાં હો ને કોઇ પડી જાય ત્યારે તમે હસો છો ખરા ? લે, નહીં! પતી ગયું પછી તો, થઇ રહયા તમે ખરાબ ! આવા સમયે જોરથી હસો, શકય હોય તો તમારી એ ખુશીને તાલીઓથી વ્યકત થવા દો. આમ ગામ-શહેરમાં ફરતાં ફરતા વધુને વધુ લોકોને પડતાં જોઇને એનો આનંદ લો. હજી વધુ એક વાત કે રસ્તે જતાં કોઇ ગરીબ, નિ:સહાય, લાચારને જુઓ ને જો એ તમારી સામે હાથ લંબાવે ને તો એના હાથ પર ચમચમાવીને તાલી મારો અને હસીને ત્યાંથી ચાલતી પકડો. આવા સમયે એવા લાચાર માણસની તકલીફ કે જરૂરિયાતને નજરઅંદાજ કરતાં શીખો. એમાં કયાંય કોઇ સંવેદના તમને જરા પણ સ્પર્શી ન જાય એટલી આભડછેટ રાખો આવી સંવેદનાથી. ગલીના ખૂણે શાંતિથી બેઠેલા શ્વાનને અમથે અમથું પજવો ને જો આવું કોઇ નિર્દોષ પ્રાણી રસ્તો પાર કરતું હોય તો એમાં તે વળી આપણે થોડી બ્રેક મારવાની હોય! ઉલટાનું વાહન વધુ ગતિએ ચલાવી હોર્નનો શોરબકોર કરીને એ પ્રાણીને વધુ મૂંઝવી દો તો એમાં આપણે દોષ બિલકુલ નથી એવું થોડું ઉદારતાથી તોપછી એ પ્રાણીએ જ વિચારવાનું હોય, આપણે નહી. દોષ બધોય એનો આપણે તો નિર્દોષ રહીને આગળ ધપી જવાનું. ચાર રસ્તે સિગ્નલ બંધ હોયને પેલી સાવ નક્કામી વસ્તુ જેવી કે પેન, પેન્સિલ, ઝંડા, ફૂગ્ગા આવું કંઇ પણ લઇને રોજી રળતાં પેલા ફેરિયાઓ આવી ચડે તો તમારો હાથ તમારા ખીસ્સા તરફ ન જાય એની પૂરી સાવચેતી રાખો. એવા ફેરિયાને આમ કામ વગરની વસ્તુ માટે બે-પાંચ રૂપિયાની બોણી કરાવશું તો પછી આગળ તો હજી મોલ કે થિએટરમાં બસો રૂપિયામાં પોપકોર્ન કેમ ન ખાઇએ આપણે. વળી, આમ બસો-પાંચસો બિનજરૂરી ઉડાડી દઇએ તો આસપાસમાં આપણો કેટલો વટ પડી જાય ! હવે આવી બધી નાની-નાની વાતો બધી તમે પાર કરી લીધી હોય તો આગળ વધો કંઇક મોટું ખોટું કરવાનું વિચારો,જેમકે બીજાને નડતાં શીખો, પાડતાં શીખો, બીજાના કામમાં ફાચર મારતા શીખો. આની કોઇ ટ્રેઇનીંગ ઇન્સ્ટટ્યિૂટ ન હોય ભાઇ, આ તો જાતે જ પ્રેકિટસ કરીને આવા કામમાં ર્ધ્ર્ઘ્ચ્ઞ્ પણ તમે બની શકો. વધુ મહેનત કરીને પોતાની લીટી લાંબી કરવાના પ્રયત્નો તમે ઘણા કર્યા હશે પણ હવે એમાં સમય વેડફવાને બદલે તમારી લીટી કરતા લાંબી લીટી જેની પણ હોય એને ભૂંસવાનું શરૂ કરી દો. આ વધારે સહેલો વિકલ્પ છે. ને વળી દંભપૂર્વક એવો દેખાવ કરો કે તમે ખૂબ સજ્જન છો અને ઉલટાનાએ વ્યકિતને મદદરૂપ થવાની તમારી ભાવના છે. બીજી વાત એ યાદ રાખો સદગુણ, સદ્વિચાર અને તમારી આવડત આ બધાની કોઇને જરૂર પણ નથી અને કોઇને એની કિંમત પણ નથી હોતી તો પછી એ બધામાં હૃદય ન ખૂંપાવો અને મગજનો શાતિર ઉપયોગ ચાલુ કરો. 'હાજી-હાજી'ની જપમાળા ચાલુ કરી દો. 'ના' ને તમારી ડિકશનરીમાંથી કાઢી નાંખો, 'હા-જી હા-જી'ની માળા કરવાથી તમને ખૂબ ઝડપથી ફાયદો જોવા મળશે. તમારા પદ, પ્રતિષ્ઠા અને પૈસો, પાવર તેમજ પ્રગતિના આંકમાં ઉછાળો આવ્યા કરશે. બીજી વાત કે આ આખ્ખી પ્રક્રિયામાં જો વચ્ચે કોઇ જ સદગુણ કે સદ્ગુણી નડતર બનતો જણાય તો હવે તમે તમારા જેવા જ ગુણવાન લોકોનો સહારો લઇને કંઇક એવી ચાલ રમો કે પેલાનું પત્તુ સાફ થઇ જાય. વળી, યાદ રાખો વાતો ત્ૂ્રર્ણ્જ્ને તૈચ્ઞ્ર્ણ્જ્ની કરવાની ખરી પણ ખરા અર્થમાં કોઇની ત્ૂ્રર્ણ્ કરવાની નહી.તૈર્ેજ્ તરફ આગળ વધવા ડગલે ને પગલે એક-એક તૈચ્ઞ્ર્ણ્ને છોડતા રહો પછી જુઓ તમારા બધા જ કામ થતા રહેશે. શરૂઆતમાં થોડું કમરમાંથી મણકા કાઢી નાંખવા પડશે પણ આમ ધીમે-ધીમે પદ અને પાવર પ્રાપ્ત કર્યા પછી તમે વગર લાયકાતને ખાસ્સુ ટટ્ટાર ઊભા રહી શકવા સમર્થ બની જશો. કોઇને મદદ કરવાની કે પછી કોઇ બાબતમાં આપણો મત રજૂ કરવાની ચળ તમને જરા પણ ન આવવી જોઇએ. સાચુતો કયાંય બોલવાનું જ નહીં, બસ સારું જ બોલવાનું. આમને આમ ચાલુ રાખો પછી - સંસ્કૃતમાં એક ઉકિત છે. - 'સમાન વ્યસનેષુ સખા :' - બસ એ મુજબ તમને તમારા જેવા મિત્રો મળતા રહેશે અને તમારું વર્તુળ વિસ્તરતું રહેશે. કહેવાયુ છે કે દુર્જનોના બફાટ કરતાં સમાજનું વધુ નુકસાન સજ્જનોના મૌનથી થાય છે- પરંતુ આના પરથી આપણને તો એ સમજાય છે ને કે આવા સજ્જનો તો ચૂપ જ રહેવાના છે તો પછી આપણે બફાટ ચાલુ રાખવો. આવા પ્રયત્નથી તમે વધુ ખોટા અને ખરાબ બનવામાં ચોક્કસપણે સફળ રહેશે. બીજા ખોટા-ખરાબ લોકોની જીવતી આધારભૂતતા માટે જોઇ લો તમે માની જશો. ફાઇનલી, ઉપરની આખ્ખેઆખ્ખી અવળી શિખામણ અમલમાં મુકવાની છૂટ પરંતુ એક ચેતવણી એક શુભેચ્છક તરીકે આપી દઉં તો એમ કે આ બધું કરવાથી ઘણું બધું મળી શકે છે પરંતુ કયારેક કદાચ આંખ ન મેળવી શકો કોઇની સાથે એવું બને કે પછી અલ્ટીમેટલી ઇશ્વરના ચોપડે થયેલી નોંધમાં કયાંક તમારા પક્ષે સોટી વાગેને અવાજ પણ ન આવે તો નિયમ લાગુ પડે ખરો. પણ, એતો થાય ત્યારની વાત ત્યારે. અત્યારે તો સારપ ખંખેરીને ખોટા કે ખરાબ બનવાની મજા માણો. સિક્રેટ-કી : - જો તમે કાણા છો તો પછી તમે શાણા પણ હોવાના જ. - નિખિલ જોશી Secret Key મારી બધી જ અપૂર્ણતાને ચૂમી શકે તો કેવું ! તારી બધી જ અધૂરપને આલિંગી શકું તો કેવુ! પ્રતિભાવ : joshinikhil2007@gmail.com

બ્રિટન : પબે બિયરની બ્રાન્ડને કુખ્યાત આતંકીનું નામ આપતા જ ગ્રાહકોનો ઘસારો, વેબસાઇટ ઠપ્પ

અમેરિકા : દુનિયાનો સૌથી ઊંચા બળદે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ચીનમાં આવેલું છે દુનિયાનું સૌથી અમીર ગામ, શાનદાર ઘર સાથે થીમ પાર્ક અને હેલિકોપ્ટર ટેકસી સેવા ઉપલબ્ધ

લંડન: ફકત ૬ ફુટ પહોળાઇ ધરાવતા બે બેડરૂમનો ફલેટ વેચાયો ૮ કરોડમાં, અંદરની ચીજવસ્તુઓ આશ્ચર્યજનક

આપણે ચંદ્રનો બીજો ભાગ કેમ જોઇ શકતા નથી? સ્પેસક્રાફટે મોકલેલ તસ્વીરે દુનિયાને ચોંકાવી

અમેરિકા : દુનિયાના સૌથી મોટા શોપિંગ મોલ તરીકે ઓળખાતું સ્થળ ૩૩ વર્ષમાં બરબાદ થઇ ગયું

બ્રહ્માંડમાં જોવા મળ્યો ‘ભગવાનનો હાથ’ : નાસાએ તસ્વીરો જાહેર કરતા રહસ્ય પરથી ઉંચકાયો પડદો

સ્પેન : પર્યટકોના વર્તનથી પરેશાન ગ્રામજનોએ પર્યટન પ્રતિબંધની કરી માંગ