કેનેડાએ ખાલિસ્તાની નેતાની હત્યાનો આરોપ લગાવતા ભારત નારાજ : રાજદ્વારીઓને કાઢી મૂકાયા
હરદીપસિંહ નિજ્જરની હત્યા ભારત સરકારના એજન્ટોએ કરી હોવાના કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ´ડોના તમામ આરોપો ભારતે ફગાવ્યા
અત્યારે ટિપ્પણી કરવી અયોગ્ય છે : બ્રિટન
આ મામલે બ્રિટને પણ તેની પ્રતિક્રિયા આપી છે. બ્રિટિશ સરકારના પ્રવકતાએ કહ્યું કે કેનેડાએ ભારત પર ગંભીર આરોપ લગાવ્યો છે ત્યારે બ્રિટન હાલ તેના કેનેડાના સહયોગી સાથે સંપર્કમાં છે. કેનેડાના અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે અને અત્યારે આ મામલે કોઇપણ ટિપ્પણી કરવી અયોગ્ય રહેશે.
કેનેડાના પીએમ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને લઇને ખૂબ જ ચિંતિત : અમેરિકા
ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા આ વિવાદ પર હવે અમેરિકાનું નિવેદન આવ્યું છે. યુએસ નેશનલ સિકયોરિટી કાઉન્સીલના પ્રવકતા એડ્રિન વોટસને કહ્યું છે કે તે કેનેડાના પીએમ જસ્ટિન ટ´ડો દ્વારા લગાવવામાં આવેલા આરોપોને લઇને ખૂબ જ ચિંતિત છે. અમેરિકાએ ખાલિસ્તાની આતંકીઓદ્વારા આપવામાં આવેલી જાનથી મારી નાખવાની ધમકીઓ પર કંઇ કહ્યું નહી. યુએસ પ્રવકતાએ કહ્યું, કેનેડાની તપાસ આગળ વધે અને ગુનેગારોની ન્યાયના દાયરામાં લાવવામાં આવે તે મહત્વનું છે.
ઓસ્ટ્રેલિયાએ આપી પ્રતિક્રિયા
ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રીના પ્રવકતએ એક નિવેદનમાં કહ્યું છે કે આ મામલાને લઇને ચાલી રહેલી તપાસમાં જે આરોપો લગાવવામાં આવ્યા છે તેને લઇને ઓસ્ટ્રેલિયા ખૂબ ચિંતિત છે. ઓસ્ટ્રેલિયાનું માનવું છે કે તમામ દેશોએ એક બીજાની સાર્વભૌમત્વ અને કાયદાના શાસનનું સન્માન કરવું જોઇએ. અમે આ મામલે અમારા સહયોગીઓના સંપર્કમાં છીએ. અમે ભારતના ટોચના અધિકારીઓને અમારી ચિંતા જણાવી છે. અમે સમજીએ છીએ કે આવા રિપોટસસ ઘણા ઓસ્ટ્રેલિયન સમુદાયો સાથે સંબંધિત છે. ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાય ખૂબ જ મૂલ્યવાન છે અને અમારા બહુસાંસ્કૃતિક સમાજમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.
નારાજગી બાદ ટ´ડોના સૂર બદલાયા, કહ્યું અમે ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ નથી કરી રહ્યા
ભારતની નારાજગી બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ´ડોનો સ્વર નરમ પડયો છે, હવે તેમણે કહ્યું કે કેનેડા એક શીખ અલગતાવાદી નેતાની હત્યાના સંબંધને લઇને ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યું નથી. અમે ઇચ્છીએ છીએ કે નવી દિલ્હી આ મુદ્દાને યોગ્ય રીતે તપાસે અને તેને ગંભીરતાથી લે. તેમણે કહ્યું કે ભારત સરકારે આ બાબતે ખૂબ જ ગંભીરતાથી લેવાની જરૂર છે. અમે આને ઉશ્કેરવાનો કે વધારવાનો પ્રયાસ નથી કરી રહ્યા.
ટ´ડો પોતાની ખુરશી સાચવવા ખાલિસ્તાનીઓને બચાવી રહ્યા છે : કેનેડાની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ જગમીતસિંહની પાર્ટીના ૨૪ સાંસદ ટ´ડોની સરકારને ટેકો આપી રહ્યા છે
કેનેડાની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ અને સાંસદ જગમીતસિંહે ભારત સામે ઝેર ઓકયુ છે. એક વાયરલ વીડિયોમાં તે ખાલિસ્તાનીઓને આશ્વાસન આપતો દેખાય છે. તે કહે છે કે ,જ્યાં સુધી હું કેનેડામાં છુ ત્યાં સુધી તમારે ડરવાની જરૃર નથી. ઉલ્લેખનીય છે કે જગમીતસિંહની પાર્ટીના ૨૪ સાંસદ છે અને તેની પાર્ટી ટ્રૂડોને ટેકો આપી રહ્યા છે. ટ્રૂડો પોતાની ખુરશી બચાવવા માટે જગમીતસિંહને ખુશ કરવા ખાલિસ્તાનીઓને બચાવી રહ્યા છે.
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજજરની હત્યાના કેનેડાના આરોપો પર ભારતે નારાજગી વ્યકત કરી છે. ટ´ડોએ કેનેડાની સંસદમાં જણાવ્યું કે શીખ સમુદાયન નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા ભારતે કરાવી છે. કેનેડા સરકારે ભારતના રાજદ્વારીઓને કેનેડામાંથી કાઢી મૂકયા તો ભારતે પણ આ મામલે કડક વલણ અપનાવ્યું છે. ભારતે પણ કેનેડાના હાઇકમિશનરને દેશમાંથી કાઢી મૂકયા છે.
નોંધનીય છે કે આ સમગ્ર મામલો શીખ નેતા હરદીપસિંહ નિજ્જરહત્યા કેસની તપાસ સાથે જોડાયેલો છે. કેનેડિયન સરકારનો આરોપ છે કે ભારતીય રાજદ્વારીઓ હત્યાની તપાસમાં દાખલ કરી રહ્યા હતા અને તે પણ ત્યારે કેનેડિયન એજન્સી આ કેસની તપાસ માટે પ્રતિબદ્ઘ છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ´ડોએ આરોપ લગાવ્યો છે ક નિજ્જરની હત્યા પાછળ ભારત સરકારનું ષડયંત્ર હોઇ શકે છે.
કેનેડાના વિદેશમંત્રી મેલાની જોલીએ માહિતી આપી હતી કે કેનેડાની સરકારે એક ભારતીય રાજદ્વારીને દેશનિકાલ કર્યા છે, જે કેનેડામાં ભારતીય ગુપ્તચર વિભાગના વડા હતા. જોકે જોલીએ આ રાજદ્વારી વિશે કોઇ માહિતી આપી નથી.
વિદેશી મીડિયાના અહેવાલો અનુસાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ´ડોએ સોમવારે આરોપ લગાવ્યો હતો કે નિજ્જરની હત્યા પાછળ ભારત સરકારનો હાથ હોઇ શકે છે. ટ´ડોએ કહ્યું કે કેનેડાની સુરક્ષા એજન્સીઓ પાસે એવું માનવામાં માટેનું કારણ છે કે નિજ્જરની હત્યા ભારત સરકારના એજન્ટોએ કરી છે. કેનેડિયન એજન્સીઓ નિજ્જરની હત્યામાં ભારતીય ષડયંત્રની શકયતાની તપાસ કરી રહી છે. ટ´ડોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યામાં કોઇપણ સંડોવણી અસ્વીકાર્ય છે. તેઓ આ હત્યાની તપાસમા સહયોગ આપવા માટે ભારત સરકાર પર દબાણ લાવશે.
વધુમાં તેમણે કહ્યું હતું કે કેનેડામાં રહેત ભારતીય મૂળના શીખોની મોટી વસ્તી આ હત્યાથી નારાજ છે. ઘણા શીખો તેમની સુરક્ષા માટે ડરમાં છે. દેશમાં ભારતીય મૂળના ૧૪થી ૧૮ લાખ નાગરિક છે. જેમાંથી ઘણા શીખ છે. કેનેડાની વિપક્ષી પાર્ટી ન્યુ ડેમોક્રેટિક પાર્ટીના નેતા જગમિત સિંહ શીખ સમુદાયમાંથી છે.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ´ડોએ સંસદમાં જણાવ્યું હતું કે તેમણે નવી દિલ્હીમાં યોજાયેલી ં-૨૦ સમિટ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી. આ સમય દરમિયાન મેં તેમને કહ્યું હતું કે હત્યાકાંડની તપાસમાં ભારત સરકારની કોઇપણ સંડોવણી અસ્વીકાર્ય હશે. મેં તેમને તપાસમાં સહકાર આપવા વિનંતી કરી હતી. કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યા કરવામાં આવી છે. તેની તપાસમાં કોઇપણ વિદેશી સરકારની સંડોવણી એ આપણા સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે. તેમની સરકાર પોતે કેનેડિયન એજન્સીઓ સાથે કામ કરી રહી છે. સરકાર અને એજન્સીઓ વચ્ચે સંકલન છે.
ભારતે કેનેડા દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને ફગાવી દીધા છે. વિદેશ મંત્રાલયે કહ્યું- કેનેડાના તમામ આરોપો વાહિયાત છે. આ પ્રકારના આરોપ કેનેડાના વડાપ્રધાને પીએ મોદી સમક્ષ પણ જણાવ્યા હતા. આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યા હતા. આવા પાયાવિહોણા આરોપો ખાલિસ્તાની આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓથી ધ્યાન હટાવવાનો આ પ્રયાસ છે. તેમને કેનેડામાં આશરો આપવામાં આવ્યો છે અને તે ભારતની
સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા માટે જોખમી છે.
કેનેડા અને ભારત વચ્ચેના સંબંધો પહેલાથી જ તંગ છે. કેનેડાના પીએમના આ આરોપથી બંને દેશો વચ્ચેના સંબંધો બગડવાની શકયતા છે. આ મહિનાની શરૂઆતમાં કેનેડાએ ભારત સાથેના વેપાર સોદા અંગેની વાતચીત બંધ કરી દીધી હતી. એ જ સમયે ં-૨૦ દરમિયાન પીએમ મોદીએ જસ્ટિન ટ´ડો સાથે દ્વિપક્ષીય વાતચીત કરવાનો ઇનકાર કર્યો હતો.