રશિયાનું આતંકવાદી વલણ, બાળકોને હથિયાર બનાવી રહ્યું છે: યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી
રશિયાએ યુક્રેન સામેના યુદ્ઘમાં ખોરાક, ઊર્જા અને બાળકોનો પણ હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે: યુક્રેન રાષ્ટ્રપતિ
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ મંગળવારે યુએન જનરલ એસેમ્બલીને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે, આ યુદ્ધ માત્ર યુક્રેન માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે છે. આ માટે તમામ દેશોએ મળીને રશિયા સામે લડવું પડશે. રશિયા સમગ્ર વિશ્વને છેલ્લા યુદ્ધ તરફ ધકેલી રહ્યું છે. અમે એ સુનિશ્ચિત કરવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છીએ કે રશિયા સાથેના આ યુદ્ધ પછી દુનિયાનો કોઈ દેશ કોઈ પર હુમલો ન કરી શકે.
ઝેલેન્સકીએ કહ્યું કે, શીત યુદ્ધ પછી, તે રશિયા હતું, યુક્રેન નહીં, જેને તેના પરમાણુ હથિયારો દૂર કરવાની જરૃર હતી. તેમના જેવા આતંકવાદીઓને પરમાણુ શસ્ત્રો રાખવાનો કોઈ અધિકાર ન હોવો જોઈએ. રશિયાએ યુક્રેન સામેના યુદ્ધમાં ખોરાક, ઊર્જા અને બાળકોનો પણ હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે, જ્યારે કોઈ રાષ્ટ્ર વિરુદ્ધ નફરતને હથિયાર બનાવવામાં આવે છે, ત્યારે તે કયારેય અટકતું નથી.
રશિયાનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા અને નિયમો વિરુદ્ધ યુક્રેનનો હથિયાર તરીકે ઉપયોગ કરવાનો છે. અમારી શાંતિ યોજના યુક્રેનમાં યુદ્ધને રોકવા માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની સુધારણા માટે છે. રશિયા સતત પરમાણુ હુમલાની ધમકીઓ આપી રહ્યું છે. આખી દુનિયા પર તેની શું અસર થશે તે તે ભૂલી ગયો છે.
ઝેલેન્સકીએ શાંતિ સમિટની જાહેરાત કરી. જેમાં તેમણે વિશ્વના તમામ નેતાઓને એકસાથે આવીને યુદ્ધ રોકવાનો પ્રયાસ કરવાની અપીલ કરી હતી. અમારી શાંતિ યોજના યુક્રેનમાં યુદ્ધને રોકવા માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની સુધારણા માટે છે. રશિયા સતત પરમાણુ હુમલાની ધમકીઓ આપી રહ્યું છે. આખી દુનિયા પર તેની શું અસર થશે તે તે ભૂલી ગયો છે.
ભાષણ દરમિયાન, ઝેલેન્સકીએ રશિયા પર યુક્રેનિયન બાળકોનું અપહરણ કરીને નરસંહાર કરવાનો આરોપ પણ મૂકયો હતો. તેમણે કહ્યું કે, યુદ્ધ અપરાધોની સજા થવી જોઈએ, વિસ્થાપિત લોકોએ ઘરે આવવું જોઈએ અને જેમણે અમારી જમીન પર કબજો કર્યો છે તેઓએ તેમના વિસ્તારોમાં પાછા ફરવું જોઈએ. રશિયા આપણી ખાદ્ય નિકાસને રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ કારણોસર, આફ્રિકા અને અન્ય ઘણા દેશોમાં અનાજની અછત છે. ઝેલેન્સકીના મતે રશિયા તેલ પુરવઠા દ્વારા અન્ય દેશો પર દબાણ લાવવા માંગે છે. તે જ સમયે, તેઓ યુક્રેનના ઊર્જા માળખાને નુકસાન પહોંચાડી રહ્યા છે.
તેમના ભાષણમાં ઝેલેન્સકીએ વેગનર ચીફ પ્રિગોઝિનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, પુતિન અને તેમના વચનો પર વિશ્વાસ કરી શકાય નહીં. જો એવું નથી, તો આપણે પ્રિગોઝિનને આ વિશે પૂછવું જોઈએ. તે આનું સૌથી મોટું ઉદાહરણ છે. દુષ્ટતા પર વિશ્વાસ કરી શકાતો નથી.ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રશિયા સાથે યુદ્ધ શરૃ થયા બાદ ઝેલેન્સકીએ પ્રથમ વખત યુએન જનરલ એસેમ્બલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન વિશ્વના ઘણા નેતાઓ પણ હાજર રહ્યા હતા. ઝેલેન્સકીના ભાષણ પહેલા બિડેને પોતાના ભાષણમાં રશિયા-યુક્રેન યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો હતો. બિડેને યુદ્ધ માટે રશિયાને જવાબદાર ઠેરવ્યું હતું.