Sardar Gurjari

બુધવાર, તા. ૨૯ નવેમ્બર, ૨૦૨૩, કારતક વદ ૨, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૩, અંક -૧૬૨

મુખ્ય સમાચાર :
ક્રિકેટમાં ફરી એકવાર ફિક્સીંગ રેકેટનો પર્દાફાશ
યુએઈમાં ટી-૧૦ લિગમાં ફિક્સીંગ અંગે ૩ ભારતીય સહિત ૮ સામે આરોપ
આઈસીસીએ કરેલી યાદીમાં જે ભારતીયોના નામ સામેલ છે તેમાં ૨ ટીમના માલિક છે, બાંગ્લાદેશ ટીમના પૂર્વ ખેલાડીનું પણ નામ
21/09/2023 00:09 AM Send-Mail
ક્રિકેટમાં ફરી એક વાર ફિક્સીંગ રેકેટનો પર્દાફાશ થયો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ ૨૦૨૧માં યુનાઇટેડ અરબ અમીરાત(યુએઈ)માં રમાયેલી ટી-૧૦ લીગ દરમિયાન ફિક્સિંગ બાબતે ૩ ભારતીયો સહીત ૮ લોકો સામે આરોપ લાગ્યા છે, સાથે સાથે કેટલાક અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં જે ભારતીયોના નામ સામેલ છે તેમાં ૨ ટીમના માલિક છે. આ સિવાય બાંગ્લાદેશ ટીમના પૂર્વ ખેલાડી નાસિર હુસૈનનું નામ પણ આ યાદીમાં છે.

ફિક્સિંગની પ્રવૃતિઓમાં સંડોવાયેલા ભારતીયોમાં આ લીગમાં રમી રહેલી ટીમ પુણે ડેવિલ્સના સહમાલિક પરાગ સંઘવી અને કૃષ્ણ કુમારનો સમાવેશ થાય છે. આ સિવાય ત્રીજો ભારતીય સની ઢીલ્લોન છે જે ટીમનો બેટિંગ કોચ છે. આઈસીસી કહ્યું કે આ આરોપો વર્ષ ૨૦૨૧માં અબુ ધાબી ટી-૧૦ લીગ સાથે સંબંધિત છે, આ ટૂર્નામેન્ટમાં મેચ ફિક્સ કરવાના પ્રયાસો થયા હતા. આ ટૂર્નામેન્ટ માટે અમીરાત ક્રિકેટ બોર્ડ(ઇસીબી) દ્વારા ડેઝિગ્નેટેડ એન્ટી કરપ્શન ઓફિસર (ડીએસીઓ) તરીકે આઈસીસીના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી.

આ ઉપરાંત આઈસીસસી દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં પરાગ સંઘવી પર મેચના પરિણામો અને અન્ય પ્રવૃતિઓ પર સટ્ટો લગાવવાનો અને તપાસમાં એજન્સીને સહકાર ન આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. બેટિંગ કોચ સની ઢીલ્લોન પર મેચ ફિક્સ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. આ સિવાય કૃષ્ણ કુમાર પર ડીએસીઓથી તથ્યો છુપાવવાનો આરોપ છે. આ યાદીમાં સામેલ બાંગ્લાદેશ ટીમના ભૂતપૂર્વ ખેલાડી નાસિર હુસૈન પર ડીએસીઓ ને ૭૫૦ ડોલરથી વધુ કિંમતની ભેટ પ્રાપ્ત કરવા વિશે જાણ ન કરવાનો આરોપ છે. આ યાદીમાં બેટિંગ કોચ અઝહર ઝૈદી, મેનેજર શાદાબ અહેમદ, યુએઈના સ્થાનિક ખેલાડીઓ રિઝવાન જાવેદ અને સાલિયા સામેલ છે. ૬ લોકોને સસ્પેન્ડ કરવાની સાથે આઈસીસીએ તમામને આરોપીઓનો જવાબ આપવા માટે ૧૯ દિવસનો સમય આપ્યો છે.

ન્યુઝીલેન્ડ : નવી સરકાર તમાકુ અને સિગારેટ પર પ્રતિબંધ લગાવતા કાયદાને નાબૂદ કરશે

નેપાળને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવાની માગણી સાથે લોકો માર્ગો પર ઉતર્યા: રાજાશાહી ફરી સ્થાપવા કરેલું એલાન

અમેરિકા: ઓહાયોમાં ૨૬ વર્ષીય ભારતીય છાત્રની ગોળી મારી હત્યા: કારમાંથી મૃત હાલતમાં મળ્યો

કતાર કોર્ટે સ્વીકારી ભારતની અરજી: મોતની સજા પામેલા નેવીના ૮ પૂર્વ અધિકારીઓને રાહતની આશા

ડબલીનમાં ચાકૂથી હુમલા બાદ તોફાનો ફાટી નીકળ્યા

ચીનમાં રહસ્યમય બીમારી ફેલાતા સેંકડો બાળકો હોસ્પિટલોમાં દાખલ કરાયા, સ્કુલો બંધ

ચીનની મુસ્લિમ દેશોમાં પગ પેસારાની તક હાથમાંથી સરકી

ચીનમાં ૨૦૨૦ બાદ લગભગ ૧૩૦૦ મસ્જિદો બંધ કરી દેવાઈ