Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
વર્ષોથી તાઈવાન ઉપર ચીનની તીરછી નજર
તાઈવન સ્ટ્રેટસમાં ચીનની અણુ સબમરીન ડૂબી ગઈ
-કેટલાક સમયથી ચીનના સંરક્ષણ મંત્રીની ગેરહાજરી રહસ્યમય -ચીન તરફથી આ બંને ઘટના અંગે ભેદી મૌન
23/09/2023 00:09 AM Send-Mail
વર્ષોથી તાઈવાન ઉપર ચીનની 'તીરછી નજર' પડેલી છે. ચીનની સેના સતત તાઈવાન સ્ટ્રેટસ કે, તાઈવાન સામેની તેની ભૂમિ ઉપર સસતત યુદ્ધ અભ્યાસ કરી રહ્યું છે. તાઈવાનને વર્ષોથી ડર છે કે ચીન ગમે ત્યારે તેની ઉપર હુમલો કરશે જ. તેણે પણ સામી તૈયારીઓ કરી લીધી છે. અમેરિકાએ પણ તાઈવાનને પૂરી સહાય કરવા 'વચન' આપ્યું છે. તેવામાં ચીનની એક અણુ સબમરીન અચાનક તાઈવાન સ્ટ્રેટસ (જલસંધિ)માં ડૂબી જવાની વાત બહાર આવી છે. ચીને તો તે વિષે કશું કહ્યું નથી પરંતુ તાઈવાને તે હકીકત જણાવી છે. તેમાં પહેલાં ચીનના વિદેશમંત્રી ગૂમ થયા હતા, ત્યાં કેટલાક સમયથી તેના સંરક્ષણ મંત્રી લી-શાંગ-ફૂની ગેરહાજરી રહસ્યમય બની રહી છે. જો કે, ચીન તરફથી તો આ બંને ઘટનાઓ અંગે ભેદી મૌન સેવાઈ રહ્યું છે.

અંતરરાષ્ટ્રીય સ્તરે તેવી ચર્ચા ચાલે છે કે ચીન જ્યાં સુધી તે વિષે કશો ખુલાસો નહીં કરે ત્યાં સુધી કોઇને કશી પણ માહિતી મળવા સંભવ નથી. ડ્રેગનની આ કોઈ ચાલ પણ હોઈ શકે. પરંતુ નિરીક્ષકોનું તો સ્પષ્ટ અનુમાન છે કે પહેલાં વિદેશમંત્રી અને પછી સંરક્ષણ મંત્રી ગુમ થઇ જાય તે દર્શાવી આપે ચે કે ચીનમાં આંતરિક કલહ ચાલી રહ્યો છે.

ગ્લોબલ મીડીયા માને છે કે સબમરીન ગૂમ થવાનો સંબંધ સંરક્ષણ મંત્રીનાં રાજીનામાં સાથે પણ હોઈ શકે.આ સબમરીન ડૂબી ગઈ હોવાની માહિતી જ તાઈવાને જાહેર કરી હતી. છતાં તાઈવાન પણ તે અંગે વધુ કશું કહેતું નથી. તેને ડર છે કે તે કશું કહેશે તો તેને ચીનનો ખોફ વહોરવો પડશે. તાઈવાનની ગુપ્તચર એજન્સીના વડા મેજર જનરલ હ્યુઆંગ વેંગ કીયે કહ્યું હતું કે મામલો અત્યંત ગુપ્ત છે, સંવેદનશીલ છે.વાસ્તવમાં ચીનની ટાઈપ ૦૯૩ યા શાંગ નામક સબમરીનને ૦૯૩-એ બનાવી અત્યંત આધુનિક બતાવી હતી. તે પણ સર્વવિદિત છે કે, તાઈવાન પ્રશ્ને ચીન અને અમેરિકા વચ્ચેટકરાવ વધી ગયો છે. તાઈવાન આસપાસ ચીનનો યુદ્ધાભ્યાસ ચાલે છે. તેમાં આસબમરીન ગુમ થઇ ગઈ હોવાના સમાચાર આવ્યા છે. સબમરીન ડૂબી જ ગઈ છે. ચીનના હાથ નિર્બળ બન્યા છે, અમેરિકા મજબૂત બને તેથી ચીન મૌન છે. ભારતીય નૌકાદળના પૂર્વ અને પશ્ચિમ કમાન્ડ તેમ બંને કમાન્ડ ઉપર રહેલા પૂર્વ વાઇસ એડમિરલ, એ.બી.સિંહ માને છે કે ચીન આ હકીકત લાંબો સમય ગુપ્ત નહીં રાખી શકે. જ્યારેએક અન્ય નૌ-સેના અધિકારીએ ગલવાન-ઘાટીમાં ભારત સાથે ચીનનો સંઘર્ષ થયો તેમાં ચીનનાકેટલાયે સૈનિકો માર્યા ગયા હતા. પરંતુ ચીન આ મુદ્દા ઉપર પર્દો નાખવા માગતું હતું. તે ઘટના પછી આશરે એક વર્ષે તેણે જાહેર કર્યંધ કે, ગલવાન ઘાટીમાં થયેલા સંઘર્ષને લીધે તેના કેટલાક સૈનિકો માર્યા ગયા હતા. તેવી જ રીતે કેટલાક સમય પછી ચીન તે સબમરીન ડૂબી ગઈ હોવાનું સ્વીકારશે. પ્રશ્ન તે ઉઠે છે કે સેટેલાઇટ તે સબમરીનનું લોકેશન કેમ નથી દર્શાવતો ? તે દર્શાવે જ. પરંતુ તે પણ ગુપ્ત રખાયું છે. ચીન શું કોઈ નવી ચાલ ચાલે છે ? પ્રશ્ન અનુત્તર છે. પરંતુ એકવાત નિશ્ચિત છે કે પહેલાં વિદેશ મંત્રી ચૂપ પછી સંરક્ષમ મંત્રી ગૂમ, ૨ કમાન્ડરોનો પણ પત્તો નથી. ચીનમાં આંતરિક વિખવાદ ચરમ સીમા તરફ જઇ રહ્યો છે. તે નિશ્ચિત છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકન સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો

ઈઝરાયેલને ઝટકો, ૩ યુરોપિયન દેશોએ પેલેસ્ટાઈનને એક ‘રાષ્ટ્ર’ તરીકે આપી માન્યતા

મ્યાનમારમાં હિંદુ-બૌદ્ઘોના ૫૦૦૦ ઘર સળગાવ્યા સાંપ્રદાયિક રૂપ લઇ રહ્યું છે સેના-બળવાખોરોનું યુદ્ઘ

સિંગાપોર એરલાઈન્સની ફલાઈટમાં ટર્બ્યુલન્સને કારણે પેસેન્જરનું મોત, ૩૦ ઘાયલ

બાંગ્લાદેશ : માગુરામાં હિન્દુ મંદિરમાં કરાઈ તોડફોડ, ઘરોમાં આગ લગાવાઈ

ઇન્ફેકટેડ બ્લડ સ્કેન્ડલ : બ્રિટનમાં ૩૦૦૦ લોકોના મોતનું રહસ્ય ખોલશે મહત્વનો તપાસ રિપોર્ટ

બ્લુ ઓરિજિન કેપ્સ્યુલમાં છ લોકોએ અંતરિક્ષની કરી સફર, ગોપી થોટાકુરા બન્યા પ્રથમ ભારતીય પ્રવાસી

અમેરિકા સાઉદીને પરમાણુ શસ્ત્રો બનાવવાથી રોકશે, બદલામાં આપશે નાટો જેવી સુરક્ષા ગેરંટી