Sardar Gurjari

સોમવાર, તા. ૧૪ ઓક્ટોબર, ૨૦૨૪, આસો સુદ ૧૧, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૪, અંક -૧૧૯

મુખ્ય સમાચાર :
કરમસદના શખ્સની પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે અટલાદરાની મહિલા સાથે રૂા.૮૦ હજારની છેતરપિંડી
અધિકારીઓ સાથે ઓળખાણના નામે દિગેશ રાઠોડે પોતાના બેંક ખાતામાં ચેક ભર્યા બાદ ગાયબ થઇ જતા ફરિયાદ
24/09/2023 00:09 AM Send-Mail
વડોદરાના અટલાદરા વુડાના મકાનમાં રહેતી મહિલા સાથે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન આપવાની લાલચે કરમસદના ઇસમે ૮૦ હજારની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઇ છે.

મળતી વિગતોમાં અટલાદરા માધવનગર વુડાના મકાનમાં રહેતા ઉષાબેન વાય. વણકરે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના પતિ ભાયલી ખાતે સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. ગત ઓગસ્ટ ર૦ર૩માં મારા પતિના નોકરીના સ્થળે દિગેશ સુરેશભાઇ રાઠોડ (રહે. હરી સ્મૃતિ બંગ્લોઝ, કરમસદ, હાલ પાદરા) બેસવા માટે આવતા તેની સાથે ઓળખાણ થઇ હતી.

દરમ્યાન દિગેશ રાઠોડે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનની વહંેચણી કરતા અધિકારીઓ સાથે મારે સારી ઓળખાણ છે, તમારે કોઇને મકાન જોઇતું હોય તો સસ્તામાં અપાવીશ તેવી લાલચ આપી હતી. આ વાતને ધ્યાને લઇને મકાન મળવાની લાલચમાં ઉષાબેનના પતિ યોગેશભાઇએ તૈયારી બતાવી હતી. આથી આવાસ યોજનામાં કુપન મળશે તેવો વિશ્વાસ અપાવીને દિગેશે મકાનના એડવાન્સપેટે રુ. પ હજાર લીધા હતા. ત્યારબાદ ઉષાબેને અન્ય રકમ રૂ.૭પ હજાર ચેક દ્વારા આપી હતી. જે ચેક દિગેશે તેના વ્યકિતગત બેંક ખાતામાં જમા કરાવી દીધો હતો. ત્યારબાદ દિગેશે યોગેશભાઇની નોકરીના સ્થળે અવરજવર બંધ કરી દીધી હતી અને તેઓના ફોન પણ ઉપાડતો નહતો.આથી ઉષાબેન અને તેમના પતિએ દિગેશના ઘરે પણ જઇને તપાસ કરવા છતાં તે મળી આવ્યો નહતો. આથી પોતાની સાથે ૮૦ હજારની છેતરપિંડી થયાની માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તારાપુર : ઈસરવાડા સીમના ટ્રેક્ટરના શો-રૂમમાંથી ૪.૨૮ લાખની મત્તા ચોરી તસ્કરો ફરાર

રંગાઈપુરામાં ભારત ગેસનું શટર તોડીને તસ્કરો ૧૦૫૭૦ રૂા.ની રોકડ ચોરી ફરાર

ગલિયાણાના યુવાને ચાર વ્યક્તિઓના ત્રાસથી કુવામાં પડતું મૂકીને કરેલો આપઘાત

વિદ્યાનગર : ચરોતર ગ્રામોધ્ધાર મંડળના બે મકાનો ઉપર ગેરકાયદેસર કબ્જો જમાવી દેતાં લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ

નગરામાંથી ઝડપાયેલા ઓઈલ ચોરીમાં સંડોવાયેલો વડોદરાનો સલીમ મુખ્ય સુત્રધાર

ખેડા, આણંદ તેમજ ગુજરાતમાં વિવિધ ઠેકાણે મળી ૩૩ ચોરીના ગુનામાં સંડોવાયેલ તસ્કર પકડાયો

વાસદ ટોલનાકાએથી વિદેશી દારૂ બીયરની ૫૭ પેટી ભરેલી ટ્રક ઝડપાઈ

આણંદ : ભાડે રાખેલ ગેરેજ ખરીદી પેટેના ચેક રીર્ટન કેસમાં પિતા-પુત્રીને ૧ વર્ષની સજા