એશિયન ગેમ્સ : ફાઇનલમાં શ્રીલંકાને ૧૯ રને હરાવી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે જીત્યો ગોલ્ડ
ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને ૨૦ ઓવરમાં ૭ વિકેટ ગૂમાવીન ૧૧૬ રન બનાવ્યા હતા : તિતાસ સાધુએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી : શ્રીલંકાની ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગૂમાવીને માત્ર ૯૭ રન બનાવી શકી હતી
એશિયન ગેમ્સના બીજા દિવસે, ભારતને ૬ મેડલ : શૂટિંગ-મહિલા ક્રિકેટમાં ગોલ્ડ અને બે બ્રોન્ઝ, રોઇંગમાં બે બ્રોન્ઝ જીત્યા - ભારતને અત્યાર સુધીમાં ૨ ગોલ્ડ, ૩ સિલ્વર અને ૬ બ્રોન્ઝ મેડલ મળ્યા
૧૯મી એશિયન ગેમ્સના બીજા દિવસે સોમવારે ભારતીય ખેલાડીઓએ બે ગોલ્ડ સહિત ૬ મેડલ જીત્યા હતા. ઐશ્વર્યા પ્રતાપ સિંહ, દિવ્યાંશ સિંહ અને રુદ્રાંશ પાટીલે ચીનના હાંગઝોઉમાં ૧૦ મીટર એર રાઇફલ ટીમ શૂટિંગ ઇવેન્ટમાં દેશનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો. ત્રણેયએ ૧૮૯૩.૭નો સ્કોર કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. આ પહેલા આ રેકોર્ડ ૧૮૯૩.૩ના સ્કોર સાથે ચીનના નામે હતો. ભારતીય મહિલા ક્રિેકેટ ટીમે ફાઇનલમા શ્રીલંકાને હરાવીને બીજો ગોલ્ડ જીત્યો હતો. ભારતે શ્રીલંકાને ૧૯ રને હરાવ્યું.
આ સિવાય ઐશ્વર્યા પ્રતાપ સિંહે વ્યકિતગત ૧૦ મીટર એર રાઇફલમાં બ્રોન્ઝ જીત્યો હતો. ભારતે આજે રોઇંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યુ હતું અને બે કાંસ્ય ચંદ્રક જીત્યા હતા. ભારતને અત્યાર સુધીમાં ૨ ગોલ્ડ,૩ સિલ્વર અને ૬ બ્રોન્ઝ મેડલ મળ્યા છે.
એશિયન ગેમ્સની મહિલા ક્રિકેટ ઇવેન્ટમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો છે. સોમવારે રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે શ્રીલંકાને ૧૯ રને હરાવ્યું છે. એશિયન ગેમ્સની ક્રિકેટ ઇવેન્ટમાં ભારતનો આ પહેલો મેડલ છે.આ પહેલા ભારતીય ક્રિકેટ ટીમે કોઇપણ એશિયન ગેમ્સમાં ભાગ લીધો નહતો.
ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને૨૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીન ૧૧૬ રન બનાવ્યા અને શ્રીલંકાને ૧૧૭ રનનો ટાર્ગટ આપ્યો હતો. શ્રીલંકાની ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને માત્ર ૯૭ રન બનાવી શકી હતી. ભારત તરફથી તિતાસ સાધુએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.
ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે ૪૫ બોલમાં ૪૬ રનની ઇનિંગ રમી હતી. મંધાનાએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે ૪૫ બોલમાં ૪૬ રનની ઇનિંગ રમી હતી. મંધાના સિવાય જેમિમાહ રોડ્રિગ્સે ૪૦ બોલમાં ૪૨ રનની ઇનિંગ રમી હતી. શ્રીલંકા તરફથી ઇનોકા રણવીરા, સુગંધિકા કુમારી અને ઉદેશિકા પ્રબોધિનીએ ૨-૨ વિકેટ લીધી હતી.
ચેઝ કરવા ઊતરેલી શ્રીલંકા ટીમ તરફથી હસીની પરેરાએ વધુ રન બનાવ્યા હતા. તેણે ૨૨ બોલમાં ૨૫ રનની ઇનિંગ રમી હતી. તેના સિવાય નીલાક્ષી ડી સિલ્વાએ ૩૪ બોલમાં ૨૩ રન બનાવ્યા હતા.
ભારત તરફથી તિતાસ સાધુએ ૪ ઓવરમાં માત્ર ૬ રન આપીને સૌથી વધુ ૩ વિકેટ લીધી હતી. રાજેશ્વરી ગાયકવાડે ૨૦ રનમાં ૨ વિકેટ લીધી હતી. જયારે દિપ્તી શર્મા, પૂજા વસ્ત્રાકર અને દેવિકા વૈદ્યે ૧-૧ વિકેટ ઝડપી હતી.