ભારત ડ્રોન શકિત : સી-૨૯૫ એરક્રાફટ ભારતીય વાયુસેનામાં સામેલ, રક્ષા મંત્રીએ સોંપી ચાવી
ગાઝિયાબાદના હિંડન એરફોર્સ સ્ટેશન ખાતે ૨૫ અને ૨૬ સપ્ટેમ્બરે ભારત ડ્રોન શકિત ૨૦૨૩ના બે દિવસીય કાર્યક્રમનું આયોજન
ગાઝિયાબાદના હિંડન એરફોર્સ સ્ટેશન ખાતે ૨૫મી અને ૨૬મી સપ્ટેમ્બરે ભારત ડ્રોન શકિત૨૦૨૩ના બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ભારતીય વાયુસેના અને ડ્રોન ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને એરફોર્સ ચીફ વીઆર ચૌધરી હિંડન પહોંચ્યા હતા. તેમની સાથે કેન્દ્રીય રાજય મંત્રી સાંસદ વીકે સિંહ પણ છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે ઈ-૨૯૫ ઝા ટ્રાન્સપોર્ટ એરક્રાફટને ભારતીય વાયુસેનામાં સામેલ કર્યુ. જયારે, મેક્સિકો અને અન્ય દેશોના સૈન્ય અધિકારીઓ ભારતીય ડ્રોન શકિત કાર્યક્રમ જોવા માટે હિંડન એરફોર્સ સ્ટેશન પહોંચ્યા છે.
હિંડન એરફોર્સ સ્ટેશન ખાતે યોજાયેલ ભારત ડ્રોન શકિત૨૦૨૩માં સર્વ ડ્રોન, એગ્રીકલ્ચર ડ્રોન, ફાયર સપ્રેશન ડ્રોન, ટેક્ટિકલ સર્વલન્સ ડ્રોન, હેવી લિફટ લોજિસ્ટિકસ ડ્રોન, લોટરિંહ મ્યુનિશન્સ સિસ્ટમનું પ્રદર્શન, ડ્રોન સમૂહ અને કાઉન્ટર ડ્રોનની સાથે ૭૫થી વધુ ડ્રોનસ્ટાર્ટઅપ્સ અને કોર્પોરટરોએ ભાગ લીધો હતો.
એર ચીફ માર્શલ વીઆર ચૌધરી સહિત ટોચના સૈન્ય અધિકારીઓની હાજરીમાં ઇન્ડકશન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતમાં ડ્રોન ટેકનોલોજી ક્ષેત્રને ટેપ કરવા માટે, ભારતીય વાયુસેનાએ દેશની ડ્રોન ક્ષમતાઓમાં વિશ્વાસ દર્શાવતા મેહર બાબર સ્વાર્મ ડ્રોનની સ્પર્ધા શરૂ કરી. રાજનાથ સિંહે સ્વસ્તિક ચિન્હ બનાવી ઈ-૨૯૫ ઝાની ચાવીભારતીય વાયુસેનાને સોંપી.