મુંબઇમાં દુકાનદારોને મરાઠી સાઇનબોર્ડ લગાવવું જરૂરી, સુપ્રીમ કોર્ટે બે મહિનાનો સમય આપ્યો
હાલના સાઇનબોર્ડને નવું બનાવવાનો વધુ ખર્ચ થશે : દુકાનદારો
સુપ્રીમ કોર્ટે મુંબઇમાં છૂટક વેપારીઓને મરાઠીમાં સાઇનબોર્ડ લગાવવા માટે બે મહિનાનો સમય આપ્યો છે. સાથે સુપ્રીમ કોર્ટ મહારાષ્ટ્ર સરકારની તરફથી ગત વર્ષ લાગુ આ નિયમની સંવૈધાનિક કસોટી પર વિચાર કરવા સહમત થયા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે દરેક નાની અને મોટી દુકાનની બહાર મરાઠી સાઇનબોર્ડ જરૂરી છે. જસ્ટિસ બીવી નાગરત્ના અને ઉજ્જવલ ભૂઇયાની બેન્ચે કહ્યું કે દિવાળી અને દશેરા પહેલા મરાઠી સાઇન બોર્ડ લગાવવાનો સમય છે. તમે મહારાષ્ટ્રમાં છો અને આપને મરાઠી સાઇનબોર્ડ લગાવવાના ફાયદા ખબર નથી. મુંબઇના છૂટક વેપારીઓના સંઘની અરજી પર સુનાવણી કરતા કોર્ટે આ ટિપ્પણી કરી હતી.
વકીલ મોહિની પ્રિયા ફેડરેશન તરફથી હાજર થયા હતા. તેમણે કહ્યું કે દુકાનદા મરાઠી સાઇનબોર્ડ લગાવવાના વિરોધમા નથી. પરંતુ રાજય સરકાર આ નિયમ મરાઠી માટે અનિવાર્ય બનાવે છે. તેના પ્રમાણે અક્ષરોના ફોન્ટ એક જ હોવા જોઇએ અને તેને સાઇનબોર્ડ પર બીજી કોઇપણ ભાષાની ઉપર લખવું પડશે. દુકાનદારોની તરફથી એ પણ કહેવામાં આવ્યું કે મોજુદ સાઇનબોર્ડને નવું કરવામાં પણ વધુ ખર્ચ થશે. આ બાબત પર બેન્ચે કહ્યુ , કર્ણાટકમાં પણ આવો જ નિયમ છે. એવું નથી કે દુકાનદાર બીજી ભાષાની તુલનામાં મરાઠીને નાના ફોન્ટમાં લખી દે. તમે જલદી આ લાગુ કરો. જો અમે અરજીને હાઇકોર્ટમાં અરજી કરવાનો આદેશ આપ્યો તો આ તેને ફગાવી દેવામાં આવશે.
રિટેલ એસોસિએશનને સુપ્રીમ કોર્ટની સલાહ પાલન કરવાની સહમતિ દર્શાવી. સાથે કહ્યું કે તેમની અરજીમાં ઉઠાવવામાં આવેલ સંવૈધાનિક મુદ્દાઓ પર બે મહિના પછી વિચાર કરવો જોઇએ. ચર્ચા દરમિયાન પ્રિયાને ૪ મહિનોસમય આપવાની અપીલ કરી. તેમણે કહયું કે આ સાઇન બોર્ડ બનાવવા માટે કાચોમાલ અને કામદારો આટલા ઓછા સમયમાં ઉપલબ્ધ થશે નહી, બેન્ચ તેમને માત્ર બે મહિનાનો સમય આપવા પર સહમત થઇ. આમ છૂટક વેપારીઓના સંઘને આંચકો જરૂર લાગ્યો છે.