Sardar Gurjari

બુધવાર, તા. ૨૯ નવેમ્બર, ૨૦૨૩, કારતક વદ ૨, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૩, અંક -૧૬૨

મુખ્ય સમાચાર :
કેનેડા : હિટલરનું સમર્થન કરનારા પૂર્વ સૈનિકનું સંસદમાં સન્માન કરાયા બાદ સ્પીકરે માંગી માફી
આ ઘટનાને લઇને વિપક્ષે કેનેડા સરકારને ઘેરી, પીએમ જસ્ટિન ટ´ડો પાસેથી માફી માંગવાની માંગ કરી
26/09/2023 00:09 AM Send-Mail
એક શરમજનક ઘટનામાં કેનેડાની સરકારે નાઝી સમર્થક ભૂતપૂર્વ સૈનિકનું સન્માન કર્યુ છે. આ દરમિયાન તમામ સાંસદોએ ઉભા થઇને નાઝી સમર્થકનું અભિવાદન કર્યુ હતું. જો કે, જયારે પાછળથી જાણવા મળ્યું કે યુદ્ઘના નાયક તરીકે સન્માનિત કરાયેલો વ્યકિત નાઝી સમર્થક હતો, ત્યારે હોબાળો થયો અને સરકારે માફી માંગવી પડી.

તમને જણાવી દઇએ કે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી તાજેતરમાં કેનેડાની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન ઝેલેન્સકીએ કેનેડાની સંસદને પણ સંબોધિત કરી હતી. સંસદમાં ઝેલેન્સકીના સંબોધન દરમિયાન, યારોસ્લાવ લ્યુબકા હુંકા, બીજા વિશ્વયુદ્ઘના અનુભવી, યુક્રેનિયન હીરો તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતો. હુંકાએ યુક્રેન વતી રશિયા સાથે યુદ્ઘ લડયું હતું. આ દરમિયાન કેનેડાના તમામ સાંસદોએ ઉભા થઇને હુંકાનું સ્વાગત કર્યુ હતું. જોકે, પાછળથી ખબરપડી કે હુંકાએ હિટલરની નાઝી સેનામાં પણ સેવા આપી હતી. આ માહિતી સામે આવતાં જ ખળખળાટ મચી ગયો હતો.

ફ્રેન્ડસ ઓફ સાઇમન વિસેન્થલ સેન્ટરે રવિવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે એવા સમયે જયારે વિશ્વભરમાં યહુદી વિરોધીતા વધી રહી છે અને હોલોકોસ્ટને તોડી-મરોડીને દર્શાવવામાં આવે છે, આવી અત્યંત પીડાદાયક સ્થિતિમાં કેનેડાની સંસદમાં નાઝી સેનાના એક ડિવિઝનમાં ફરજ બજાવેલ એક સૈનિકનું સન્માન કરવામાં આવ્યું. આ ડિવિઝન યહૂદીઓ અને અન્ય લોકોની હત્યા માટે જવાબદાર હતું. ટીકાના કારણે કેનેડાની સંસદના સ્પીકરે રવિવારે આ ઘટના પર માફી માંગી હતી. તેમણે કહ્યું કે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે કોઇ પણ સાંસદ કે યુક્રેનિયન પ્રતિનિધિમંડળને આની જાણ નહોતી. સ્પીકરે ખાસ કરીને યહૂદી સમુદાયની માફી પણ માગી હતી. આ ઘટનાને લઇને વિપક્ષે કેનેડા સરકારને ઘેરી છે. કેનેડાના વિપક્ષી નેતા પિયરે પોલિવરેએ પીએમ જસ્ટિન ટ´ડો પાસેથી માફી માંગવાની માંગ કરી છે. પિયરેએ સવાલ ઉઠાવ્યો હતો કે, શું કોઇ સાંસદને હાઉસ ઓફ કોમન્સમાં બોલાવીને સન્માન કરવામાં આવે તે પહેલા આ વ્યકિતના ભૂતકાળની તપાસ કરવાની તક મળી નથી ? આ માટે જસ્ટિન ટ´ડોએ વ્યકિતગત રીતે માફી માંગવી જોઇએ અને અન્યોને દોષ આપવાનું ટાળવું જોઇએ, જેમકે તે હંમેશા કરે છે.

ન્યુઝીલેન્ડ : નવી સરકાર તમાકુ અને સિગારેટ પર પ્રતિબંધ લગાવતા કાયદાને નાબૂદ કરશે

નેપાળને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવાની માગણી સાથે લોકો માર્ગો પર ઉતર્યા: રાજાશાહી ફરી સ્થાપવા કરેલું એલાન

અમેરિકા: ઓહાયોમાં ૨૬ વર્ષીય ભારતીય છાત્રની ગોળી મારી હત્યા: કારમાંથી મૃત હાલતમાં મળ્યો

કતાર કોર્ટે સ્વીકારી ભારતની અરજી: મોતની સજા પામેલા નેવીના ૮ પૂર્વ અધિકારીઓને રાહતની આશા

ડબલીનમાં ચાકૂથી હુમલા બાદ તોફાનો ફાટી નીકળ્યા

ચીનમાં રહસ્યમય બીમારી ફેલાતા સેંકડો બાળકો હોસ્પિટલોમાં દાખલ કરાયા, સ્કુલો બંધ

ચીનની મુસ્લિમ દેશોમાં પગ પેસારાની તક હાથમાંથી સરકી

ચીનમાં ૨૦૨૦ બાદ લગભગ ૧૩૦૦ મસ્જિદો બંધ કરી દેવાઈ