Sardar Gurjari

બુધવાર, તા. ૨૯ નવેમ્બર, ૨૦૨૩, કારતક વદ ૨, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૩, અંક -૧૬૨

મુખ્ય સમાચાર :
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના ૧પમા હપ્તાનો લાભ મેળવવા ઇ-કેવાયસી,આધાર સીડીંગ જરૂરી
આણંદ જિલ્લાના પ૮ હજાર ખેડૂતોના ઈ-કેવાયસી બાકી
ખેડૂતોને ૧૫ ઓકટો. પહેલા વીસીઈ ઓપરેટર, સંલગ્ન બેંકમાં જઇને ઇ-કેવાયસી, આધાર સીડીંગ કરાવવા ગ્રામ સેવક-તલાટી દ્વારા કરાતી જાણ : ખેતીવાડી વિભાગ
26/09/2023 00:09 AM Send-Mail
ખેડૂતોને સ્ટેટસમાં લેન્ડ સીડીંગ ન દર્શાવાય તો બેન્કનો સંપર્ક કરવા અનુરોધ
ખેડૂત લાભાર્થીના સ્ટેટસમાં જો લેન્ડ સીડીંગ 'ટઠ' બતાવે તો તેમની માલિકીની જમીનના તાજેતરના ૮-અની નકલ સાથે ગ્રામસેવકનો સંપર્ક કરવાનો રહેશે. આધાર સીટીંગ માટે લાભાર્થીના સ્ટેટસમાં જો આધાર બેંક એકાઉન્ટ સીડીંગ સ્ટેટસ 'ટઠ' બતાવે તો લાભાર્થીએ પોતાનું આધારકાર્ડ, પાસબુક તથા આધાર લીંક મોબાઇલ સાથે જે બેંકમાં સહાયની રકમ જમા થતી હોય તે બેન્કનો રુબરુ સંપર્ક કરીને બેંક એકાઉન્ટ સાથે આધાર સીડીંગ અને ડીબીટી અનેબલ કરાવવાની કામગીરી સત્વરે પૂર્ણ કરવી જોઇએ. જેથી આ કારણોસર સહાય મળવાની બંધ થઇ ગયેલ હોય તો પુન: સહાય મળવાની ચાલુ થઇ જશે.

ખેડા જિલ્લામાં ૩૯૭૪૧ ખેડૂતોના કેવાયસી બાકી
પી.એમ.કિસાન યોજનાની માર્ગદર્શિકા મુજબ સહાય મેળવવા ખેડૂતોએ ફરજિયાત ઇ-કેવાયસી, બેંક આધાર સીડીંગ અને લેન્ડ સીડીંગ કરાવી લેવાનું રહે છે. ખેડા જિલ્લામાં કુલ ૩૯૭૪૧ ખેડૂતોના ઇ-કેવાયસી કરવાના બાકી હોવાનું જાણવા મળે છે. વિભાગના જણાવ્યા નુસાર ખેડા જિલ્લાના કુલ ૪૩૭૦૦ લાભાર્થીઓના બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ સિડિંગ થયેલ નથી. જેથી જે લાભાર્થીઓને આ કામગીરી બાકી હોય તે તાત્કાલિક ધોરણે કરાવી લેવા અનુરોધ કરાયો છે.

પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક ત્રણ હપ્તામાં અપાતી રૂ. ૬ હજારની રકમ લાભાર્થી ખેડૂતના બેંક ખાતામાં સીધી જમા કરાવવામાં આવે છે. જેમાં ù૧પમો હપ્તો જે ખેડૂતોએ ઇ-કેવાયસી, લેન્ડ સીડીંગ તથા આધાર સીડીંગની કામગીરી પૂર્ણ કરેલી હશે તેમના ખાતામાં જ રકમ જમા થશે. આ ત્રણેય પૈકી એકપણ કામગીરી પૂર્ણ નહીં કરી હોય તો આગામી હપ્તાની સહાયથી વંચિત રહેવું પડશે. આથી ખેડૂતોને ઇ-કેવાયસી, લેન્ડ સીડીંગ અને આધાર સીડીંગની કામગીરી પૂર્ણ કરવા ખેતીવાડી વિભાગ દ્વારા તાકિદ કરવામાં આવી છે.

આણંદ જિલ્લામાં પ૮ હજાર જેટલા યોજનાના લાભાર્થી ખેડૂતોના ઇ-કેવાયસી બાકી છે. જયારે ર૦ હજાર જેટલા આધારસીડીંગ, ૩૪ હજાર જેટલા બેંક એકાઉન્ટની કામગીરી બાકી હોવાનું જાણવા મળે છે. જિલ્લા ખેતીવાડી વિભાગના જણાવ્યાનુસાર લાભાર્થી ખેડૂતોને પીએમ કિસાન યોજનામાં ઇ-કેવાયસી સહિતની બાકી લીંકીંગ કામગીરી સત્વરે પૂરી કરવા ખાસ અનુરોધ કરાયો છે. જેમાં ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક, વીસીઇ ઉપરાંત શિિક્ષત ખેડૂતો મોબાઇલમાં વેબસાઇટ દ્વારા પણ ઇ-કેવાયસીની કામગીરી કરી શકે છે.આ ખેડૂતો ૧પ ઓકટો.ર૦ર૩ સુધીમાં ઇ-કેવાયસી નહીં કરાવે તો યોજનાના લાભથી વંચિત રહેવું પડશે તેમ ખેતીવાડી વિભાગ દ્વારા જણાવાયું છે.


સ.પ.યુનિ.માં સત્તા મંડળોમાં નેકની જૂની માન્યતા પ્રાપ્ત કોલેજના પ્રતિનિધિઓની નિમણૂંક શકય !

આણંદ : સમાજ સુરક્ષા અધિકારીનો ભોજનાર્થ વિહાર ને' દિવ્યાંગ અરજદારો કચેરીએ રાહ જોતા બેસી રહ્યાં

આણંદ : ૩ માસમાં બીજીવાર માવઠાંથી નુકસાન, નિયમની આંટીઘૂંટીમાં સહાય ન મળતા જગતનો તાત વિવશ

પ૦ વર્ષોથી ખંભાતના અન્નપૂર્ણા ભોજનાલય દ્વારા જરૂરતમંદો માટે અવિરત ચાલતી સાત્વિક ભોજન સેવા

ખંભોળજના પૂર્વ પીએસઆઈ દિલીપકુમાર બ્રહ્મભટ્ટ, પત્ની અને પુત્રની અમેરિકામાં હત્યા

આણંદ: સામરખા ઓવરબ્રિજની જોખમી ફૂટપાથ અકસ્માત સર્જશેની ભીતિ

ચરોતરમાં માવઠાંનું સંકટ ટળ્યું, ઉભા પાકનો સોથ વળી જતા જગતનો તાત વિવશ સ્થિતિમાં

પેટલાદ : સુણાવ કેળવણી મંડળની કારોબારી કમિટિની ૩જી ડીસેમ્બરે ચૂંટણી યોજાશે