Sardar Gurjari

બુધવાર, તા. ૨૯ નવેમ્બર, ૨૦૨૩, કારતક વદ ૨, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૩, અંક -૧૬૨

મુખ્ય સમાચાર :
આણંદ જિલ્લા કલેકટરનો પદભાર સંભાળતા પ્રવીણ ચૌધરી
રાજસ્થાનના નાગોર જિલ્લાના વતની પ્રવીણ ચૌધરીએ એરોસ્પેસ એન્જિ.માં એમ.ટેકનો અભ્યાસ પૂર્ણ કરી ર૦૧૪માં લોકસેવા આયોગની પરીક્ષા પાસ કરીને સરકારી સેવામાં જોડાયા હતા : સૌપ્રથમ નડિયાદ અને છોટાઉદેપુરમાં મદદનીશ કલેકટર તરીકે, જૂનાગઢ ડીડીઓ અને અમદાવાદ મ્યુનિ. કોર્પો.માં ડેપ્યુટી કમિશ્નર તરીકેની કામગીરી
26/09/2023 00:09 AM Send-Mail
કલેકટર ચૌધરીના બંને બહેનો ઉચ્ચ અધિકારી તરીકે કાર્યરત
આણંદ કલેકટર પ્રવીણ ચૌધરીના બંને બહેનો સરકારમાં ઉચ્ચ અધિકારી તરીકે કાર્યરત છે. જેમાં વિધિ ચૌધરી વર્ષ ર૦૦૯ની બેચના આઇપીએસ છે, જેઓ એડિશ્નલ કમિશ્નર ઓફ પોલીસ તરીકે રાજકોટમાં ફરજ બજાવી રહ્યા છે. જયારે બીજા બહેન નિધિ ચૌધરી વર્ષ ર૦૧રની બેચના આઇએએસ છે અને મહારાષ્ટ્રમાં જોઇન્ટ કમિશ્નર જીએસટી તરીકે ફરજ બજાવી રહ્યા છે.

આણંદ જિલ્લા કલેકટર તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નર તરીકે ફરજ બજાવતા વર્ષ ર૦૧૪ની બેચના આઇએએસ પ્રવીણ ચૌધરીની તાજેતરમાં બદલી થઇ હતી. જેઓએ આજે આણંદ ખાતે કલેકટર તરીકેનો પદભાર સંભાળ્યો હતો. જેઓને અધિકારી,પદાધિકારી સહિત કર્મચારીગણે સ્વાગત-આવકાર આપ્યો હતો.

મૂળ રાજસ્થાનના નાગૌર જિલ્લાના ડિંડવાણા ગામના વતની પ્રવીણ ચૌધરીએ વર્ષ ર૦૧૦-૧રમાં આઇઆઇટી મદ્રાસ ખાતે એરોસ્પેસ એન્જિનીયરીંગમાં એમ.ટેકનો અભ્યાસ પૂર્ણ કરીને વર્ષ ર૦૧૪માં સંઘ લોક સેવા આયોગની પરીક્ષા પાસ કરીને સરકારી સેવામાં જોડાયા હતા. જેમાં સૌપ્રથમ નડિયાદ અને છોટાઉદેપુરમાં મદદનીશ કલેકટર તરીકે અને ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી, જૂનાગઢમાં સેવા આપી હતી. બાદમાં અમદાવાદ મ્યુનિ. કોર્પો.માં ડે.મ્યુનિ.કમિશ્નર તરીકે નોંધનીય કામગીરી કરી છે.


સ.પ.યુનિ.માં સત્તા મંડળોમાં નેકની જૂની માન્યતા પ્રાપ્ત કોલેજના પ્રતિનિધિઓની નિમણૂંક શકય !

આણંદ : સમાજ સુરક્ષા અધિકારીનો ભોજનાર્થ વિહાર ને' દિવ્યાંગ અરજદારો કચેરીએ રાહ જોતા બેસી રહ્યાં

આણંદ : ૩ માસમાં બીજીવાર માવઠાંથી નુકસાન, નિયમની આંટીઘૂંટીમાં સહાય ન મળતા જગતનો તાત વિવશ

પ૦ વર્ષોથી ખંભાતના અન્નપૂર્ણા ભોજનાલય દ્વારા જરૂરતમંદો માટે અવિરત ચાલતી સાત્વિક ભોજન સેવા

ખંભોળજના પૂર્વ પીએસઆઈ દિલીપકુમાર બ્રહ્મભટ્ટ, પત્ની અને પુત્રની અમેરિકામાં હત્યા

આણંદ: સામરખા ઓવરબ્રિજની જોખમી ફૂટપાથ અકસ્માત સર્જશેની ભીતિ

ચરોતરમાં માવઠાંનું સંકટ ટળ્યું, ઉભા પાકનો સોથ વળી જતા જગતનો તાત વિવશ સ્થિતિમાં

પેટલાદ : સુણાવ કેળવણી મંડળની કારોબારી કમિટિની ૩જી ડીસેમ્બરે ચૂંટણી યોજાશે