બોરસદ શહેરમાં ધોળા દિવસે માત્ર ૩૦ જ મિનિટમાં ઈકો કાર સાથે રૂા.૪૦ હજારની રોકડની ચોરી
બોરસદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કર ટોળકી પુન: તરખાટ મચાવી રહી છે. છ માસ અગાઉ ઉપરાછાપરી ચોરીઓની ઘટનાને અંજામ આપીને પોલીસની ઊંઘ હરામ કરનાર તસ્કરોએ બે-ત્રણ મહિના વિરામ કર્યા બાદ છેલ્લા ૧ મહિનાથી પુન: સક્રિય થઈ છે અને રાત્રિ દરમ્યાન ત્રાટકતા તસ્કરોને ઝડપે તેવી માંગ ઉઠવા પામી છે. શહેરમાં દીન દહાડે માત્ર ૩૦ જ મિનિટમાં
ઈકો કારની ચોરીનો બનાવ સામે આવ્યો છે.
બોરસદ તાલુકાના વિરસદ ગામે રહેતા ચંદુભાઈ અંબાલાલ ઠાકોર ઈકો કાર નં. જીજે-૨૩-બીએલ-૧૨૬૬ લઈ જમીનના કામ અર્થે બોરસદ આણંદ ચોકડી પાસે આવેલ તાલુકા સેવાસદન ખાતે આવ્યા હતા. તેઓ જમીનના કામે પોતાની સાથે ૪૦ હજાર રોકડ રકમ પણ લઈને આવ્યા હતા. બોરસદ તાલુકા સેવા સદનના કમ્પાઉન્ડના પાર્કિંગમાં ઈકો કાર પાર્ક કરીને સેવા સદનમાં ગયા હતા અને સેવા સદનમાં જમીનના પૈસા આપવાના થતા તેઓ પૈસા લેવા પરત ગાડી મૂકી હતી ત્યાં આવ્યા હતા પરંતુ જે જગ્યા પર તેઓએ ઈકો કાર પાર્ક કરી હતી ત્યાં કાર ન હતી મળી આવી માત્ર ૩૦ જ મિનિટમાં તેઓ સેવા સદનમાંથી પરત આવ્યા હતા ત્યાં સુધીમાં તો તસ્કરો તેઓની ઈકો કાર ચોરીને ફરાર થઈ ગયા હતા અને કારમાં મૂકેલ ૪૦ હજાર રોકડ પણ ગુમાવી હતી. કાર ન મળી આવતા તેઓએ શોધખોળ હાથ ધરી હતી અને સગાસંબંધીમાં પણ તપાસ કરી હતી પરંતુ તેઓને કાર મળી આવી ન હતી જેને લઈ તેઓએ આ અંગે બોરસદ ટાઉન પોલીસ પહોંચી કાર ચોરી અંગે જાણ કરી હતી જેને લઈ પોલીસે કચેરીના સીસીટીવી ફૂટેજ તપાસી હાલ ગzુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.