Sardar Gurjari

બુધવાર, તા. ૨૯ નવેમ્બર, ૨૦૨૩, કારતક વદ ૨, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૩, અંક -૧૬૨

મુખ્ય સમાચાર :
કમળા ચોકડી પાસેથી પકડાયેલા વિદેશી દારૂમાં નડિયાદના જાણીતા બુટલેગરોના નામ ખૂલતાં ફરિયાદ
રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો મંગાવીને ટેમ્પીમાં ભરી નડીઆદના બુટલેગરોને પહોંચાડવાનો હતો
26/09/2023 00:09 AM Send-Mail
નડિયાદ ગ્રામ્ય પોલીસે કમળા ચોકડી પાસેથી માલવાહક ટેમ્પીમાંથી રૂા. ૨.૨૦ લાખના પકડેલા વિદેશી દારૂના પ્રકરણમાં ૧૯ બુટલેગરના નામ ખૂલતાં હાલમાં પોલીસથી બચવા બૂટલેગર ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળે છે.

મળતી માહિતી અનુસાર નડિયાદ ગ્રામ્ય પોલીસના જવાનોએ ગતરાત્રે કમળા ચોકડી પાસેથી નંબર પ્લેટ વગરની બંધ બોડીની માલવાહક ટેમ્પીમાથી ૨.૨૦ લાખ ઉપરાંતની કિંમતના વિદશી દારૂના જથ્થા સાથે ચાલક ઘનશ્યામ ઉર્ફે ધનીયો ચંદુભાઈ ઝાલા (રહે. ભાઈલાલભાઈની ચાલી, મીલ રોડ, નડિયાદ)ને ઝડપી પાડ્યો હતો.

પોલીસની પૂછપરછમાં ઉપરોક્ત ટેમ્પીચાલક ઘનશ્યામ ઉર્ફે ઘનીયો ચંદુભાઈ ઝાલા ભાંગી પડ્યો હતો અને ચોંકાવનારો ખૂલાસો કર્યો છે. જેમાં પોતાના શેઠ સહિત ૨૦ લોકોના નામ પોલીસને આપ્યા છે. આ પકડાયેલા વ્યક્તિએ પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે આજે રાત્રે તેના શેઠ સાહેબ ઉર્ફે બાપુ સૈયદ તેમની અલ્ટો ગાડી નં. જીજે-૦૭, એજી-૬૭૨૩ લઈ કમળા ચોકડીએ આવ્યો હતો. જ્યાં એક સિલ્વર કલરની ફોર્ચ્યુન ગાડી નં. જીજે-૧૮, બીજી-૦૯૮૮માં રાજસ્થાનથી લાવેલ વિદેશી દારૂનો જથ્થો ગામના આશિકસિંહ સોલંકીએ ટેમ્પીમાં ભરાવી આપ્યો હતો. ત્યારબાદ ટેમ્પીનું પાયલોટીંગ તેના શેઠ સાહેબ ઉર્ફે બાપુ સૈયદ કરતો હતા. અને આ વિદેશી દારૂનો જથ્થો બુટલેગર મુન્નાભાઈ પઠાણ, ભરત રાવલ, વિષ્ણુભાઈ તળપદા, વાસુભાઈ ઉર્ફે જાડિયો, વિજયભાઈ તળપદા, નિમેશ ઠાકોર, સંજુભાઈ દરબાર, રાહુલ તળપદા, કલ્પેશ ઉર્ફે કાણીયો તળપદા, નાનકો તળપદા, નડિયાદ પશ્ચિમના બુટલેગર હસમુખ મેકવાન, સુનિલ સિંધી, અજય તળપદા, ધર્મશ ઉર્ફે કાળુ તળપદા તેમજ ડભાણ ગામના બબલી સોલંકી અને આકાશ ઉર્ફે દિનેશભાઈ ભોઈને પહોંચાડવાનો હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે આ તમામ મળી કુલ ૧૯ વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ તો અન્ય એક કારના માલિક મળી કુલ ૨૦ વ્યક્તિઓ સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરીને તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

સેવાલિયા નજીક ટ્રાવેલ્સની બે બસો અથડાતા ૨૫ મુસાફરોને ઈજા : સદનસીબે કોઈ જાનહાનિ નહીં

અંગાડી નજીક ગાંધીધામ-ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનમાં લૂંટ કરનાર બે શખ્સો ચાર દિવસના રીમાન્ડ પર

કપડવંજ : પરિણીતાને ભરણપોષણ પેટે માસિક પ હજાર ચૂકવવા પતિને કોર્ટનો હૂકમ

મહુધા પાસે ત્રિપલ અકસ્માતમાં ત્રણ ઘાયલ, બેની હાલત ગંભીર

નડીઆદના યુવાનનો આર્થિક તંગીને કારણે ગળે ફાંસો ખાઈને આપઘાત

નડિયાદ : મહેળાવની ત્રિપુટીએ ૧૮ લાખ લઈ જમીન વેચાણ દસ્તાવેજ ન કરી આપતા ફરિયાદ

મહેમદાવાદ નજીક ટ્રેનમાં મહિલાના ગળામાંથી સોનાના દોરાની લૂંટ

ખેડાના ખુમારવાડના યુવાને ૧ લાખની લોન લેવા જતા ૪૨ હજાર ગૂમાવ્યા