Sardar Gurjari

બુધવાર, તા. ૨૯ નવેમ્બર, ૨૦૨૩, કારતક વદ ૨, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૩, અંક -૧૬૨

મુખ્ય સમાચાર :
લાંભવેલમાં રીક્ષા બોલાવવા બાબતે બે પરિવારો વચ્ચે મારામારીમાં બેને ઈજા
26/09/2023 00:09 AM Send-Mail
આણંદ નજીક આવેલા લાંભવેલ ગામના હનુમાનપુરા ઈન્દિરા કોલોની ખાતે ગઈકાલે બપોરના સુમારે રીક્ષા બોલાવવાની બાબતે બે પરિવારો વચ્ચે મારામારી થતાં બેને ઈજાઓ થવા પામી હતી.આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

કિરિટભાઈ મણીભાઈ વાદીએ આપેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, તેમણે ભરતભાઈ નટુભાઈ વાદીને જણાવ્યું હતુ કે, મારા ભત્રીજા ગોપાલની રીક્ષા ચકલાસ જવા માટે બોલાવી છે, તોતે કેમ બીજી રીક્ષા બોલાવી તેમ કહેતા જ ભરતભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને હાથમાં ઈંટ પકડીને માથામાં મારી દઈ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારબાદ છુટી ઈંટ મારીને ઈજાઓ પહોંચાડી હતી.

સામા પક્ષે ભરતભાઈ નટુભાઈ વાદીએ આપેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, કિરિટભાઈ મણીભાઈ વાદી અને સુરેશભાઈ મણીભાઈ વાદીએ રીક્ષા બોલાવવાની બાબતે ઝઘડો કરીને સુરેશભાઈએ લાકડાના ડંડાથી હુમલો કર્યો હતો. કિરિટભાઈએ છુટી ઈંટ મારી હતી. જ્યારે મીનાબેન કિરિટભાઈ વાદીએ છુટા ઈંટોના ટુકડા મારતાં ભરતભાઈને મોઢાના ડાબા ભાગે તથા ડાબા પગે, પીઠમાં વાગ્યા હતા. ત્યારબાદ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આણંદ-ખેડા જિલ્લામાં સાયબર ક્રાઈમના વધુ ૮ કિસ્સા ઉજાગર થતાં ફરિયાદ

કંથારીયામાં ત્રાટકેલા તસ્કરો બંધ મકાનનું તાળુ તોડીને ૧.૬૭ લાખની મત્તા ચોરી ફરાર

બદલપુરની પોણા વીઘાં જમીન પર કબ્જો જમાવી દેતાં ચાર વિરૂદ્ઘ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

બોરસદ : કુરીયર હોલ્ડમાંથી બહાર કાઢવાના બહાને ખેડૂત પાસે ૪૧૩૯૦ રૂા.ની છેતરપીંડી

વહેરાખાડીના યુવાન સાથે ગાડી વેચવાના બહાને ૩૨ હજારની ઓનલાઈન છેતરપીંડી

આણંદ જિલ્લામાં સાયબર ક્રાઈમમાં વધારો : ૭ ફરિયાદોમાં ૧૦ લાખથી વધુની ઠગાઈ

ધર્મજ બ્રિજ ઉપર ટ્રેક્ટરની ટ્રોલીને આઈશર ટેમ્પાએ ટક્કર મારતાં એકનું મોત, ૧૦ ઘાયલ

ખંભાતના વ્યકિતને ર.પ૦ લાખના ચેક રીટર્નના કેસમાં દંડ, ન ભરે તો ૬ માસની કેદ