Sardar Gurjari

ગુરુવાર, તા. ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૪, ભાદરવા સુદ ૯, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૪, અંક -૮૭

મુખ્ય સમાચાર :
આદિ ગુરુ શંકરાચાર્યજીની સંસારને ચેતવણી
ઇશ્વરનો સાક્ષાત્કાર કરવો એ જ માનવ જીવનનો વાસ્તવિક ઉદેશ્ય છે. ઇશ્વરે અમોને મનુષ્ય જન્મ પ્રભુ ભક્તિના માટે જ આપ્યો છે પરંતુ અમો આ સંસારમાં આવીને અહીના સાંસારીક કાર્યોમાં પોતાને એટલા બધા લીન કરી બેઠા છીએ કે જીવનના વાસ્તવિક ઉદેશ્ય સેવા સુમિરણ સત્સંગ ભજનના માધ્યમથી ઇશ્વરની પ્રાપ્તિ કરવાનું ભુલી ગયા છીએ. સદગુરૃ આ ધરતી ઉ૫ર ઇશ્વરનો દૈવી પ્રતિનિધિ હોય છે કે જેના માધ્યમથી જ અમારા જેવા અજ્ઞાાની જીવો અમારા આત્માને ઇશ્વરરૃપી સાગરમાં લીન કરી શકીએ છીએ
12/11/2023 00:11 AM Send-Mail
*ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે* આ આદિ શંકરાચાર્યજી મહારાજનું પ્રસિધ્ધ સ્ત્રોત છે.એકવાર એક વ્યક્તિ મૃત્યુથી બચવા માટે આ મંત્રનો જપ કરી રહ્યો હતો.આચાર્યશ્રી ત્યાંથી પસાર થઇ રહ્યા હતા તો તેમને સમજાવ્યું કે હે મુરખ ! મંત્રથી ક્યારેય મૃત્યુનો ભય દૂર થતો નથી.તું એક નિરાકાર પ્રભુ પરમાત્મા બ્રહ્મ ગોવિંદને ભજ ત્યારે જ યમરાજાના ચુંગુલમાંથી બચી શકીશ. જે માનવ સત્યને છોડીને અસત્યમાં લાગેલા છે,જેને માયા ઠગીનીએ ઠગ્યા છે,જે અપરીવર્તનશીલને ભુલીને પરીવર્તનશીલમાં ભટકે છે,ક્ષણભંગુરના નામમાં અટકી ગયા છે,જે શિતલ જળથી પોતાની તરસ છીપાવવાના બદલે પાણીને એકત્ર કરવામાં વ્યસ્ત છે,સ્વપ્?નમાં મસ્ત છે અને મૃત્યુથી ત્રસ્ત છે એવા માનવો માટે શંકરાચાર્યજીએ મૂઢ શબ્દનો પ્રયોગ કર્યો છે.આદિ શંકરાચાર્યજી એક નિરાકાર બ્રહ્મને જાણતા તથા માનતા હતા.સંસારમાં આજસુધી જેટલા પણ બ્રહ્મજ્ઞાાની તત્વદ્રષ્ટા સિધ્ધ મહાપુરૃષો થઇ ગયા તે તમામ એક નિર્ગુણ નિરાકાર બ્રહ્મના ઉપાસક હતા. શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાન કહે છે કે પ્રકૃતિ અને પુરૃષનો સ્વામી પરબ્રહ્મ સર્વ તરફ હાથ-પગ ધરાવનાર,સર્વ તરફ આંખ,મસ્તક અને મુખ ધરાવનાર અને સર્વ તરફ કાન ધરાવનાર છે કેમકે સંસારમાં એ સૌને વ્યાપીને સ્થિત છે.(૧૩/૧૩) પરમાત્માને ફક્ત માનવાથી કામ ચાલતું નથી.માનવું એ કલ્પના હોય છે, અસત્ય હોય છે અને જાણવું એ જ્ઞાાન હોય છે,વાસ્તવિકતા હોય છે.આજે સૌથી વધુ પ્રમાણમાં લોકો પરમાત્માને જાણીને નહી પરંતુ માનીને ચાલે છે.જ્યારે તુલસીદાસજીએ કહ્યું છે કે *જાને બિનુ ન હોઇ પરતીતિ,બિનુ પરતીતિ હોઇ નહિ પ્રીતિ* જાણ્યા વિના વિશ્વાસ આવતો નથી,વિશ્વાસ પ્રાપ્ત થાય વિના પ્રીતિ થતી નથી અને પ્રીતિ પ્રાપ્?ત થયા વિના ભક્તિમાં દ્રઢતા થતી નથી. સિયારામ મય બસ જગ જાની કરહું પ્રણામ જોરી જુગ પાની તેમને *જાની* ના બદલે *માની* નથી લખ્યું કેમ? કારણ કે તે જાણતા હતા કે જાણવામાં અને માનવામાં સત્ય-અસત્ય,દિવસ-રાત અને આકાશ-પાતાળ જેટલું અંતર છે. સંત નિરંકારી મિશનના પ્રસિધ્ધ ગ્રંથ *અવતારવાણી*માં ગુરૃદેવ નિરંકારી બાબા કહે છે કે વિના દેખે મન ના માને મન માન્યા વિના પ્રેમ નહી,પ્રેમ વિના ના ભક્તિ થાયે ભક્તિ વિના ઉધ્ધાર નહી.ગુરૃ દેખાડે ગુરૃ મનાવે ગુરૃ જ પ્રેમ શિખવાડે છે,ગુરૃ વિનાની ભક્તિ નકામી,જીવન વ્યર્થ ગુમાવે છે.સદગુરૃના ચરણોમાં આવી ઇશ્વરની ઓળખાણ કરો *અવતાર* ગુરૃની કૃપાળુ દ્રષ્ટ્રિ જીવનનું કલ્યાણ કરે. જ્ઞાાન મળે ક્યાંથી? આ વિષયમાં શંકરાચાર્યજી પોતાના ગ્રંથોમાં બતાવ્યું છે કે કોઇ શ્રોત્રિય બ્રહ્મનિષ્?ઠ સદગુરૃની શોધ કરો જે આપણને વિનમ્રતા શિખવાડીને પ્રભુ પરમાત્માનાં દર્શન કરાવે ત્યારબાદ પોતાના ગુરૃના ચરણ કમલોના ભક્ત બની જઇએ કેમ કે જ્ઞાાનની પ્રાપ્?તિ થયા બાદ જ ભક્તિનો ઉદય થાય છે.બ્રહ્મની પ્રાપ્?તિ થયા બાદ જ ભ્રમોની સમાપ્?તિ થાય છે.કલ્યાણની પ્રાપ્?તિ માટે સંત સેવા અને પોતાના ગુરૃની આજ્ઞાાનું પાલન પરમ આવશ્યક છે.ગુરૃ પાસેથી જ્ઞાાન લઇ પ્રભુ પરમાત્માનાં કણકણમાં દર્શન કરવાના છે.અંધકારમાંથી પ્રકાશમાં લાવે અથવા જે આત્મિક અજ્ઞાાનતાને દૂર કરી આત્મિક બોધ,સ્વંયમનું જ્ઞાાન કરાવે તેમને સદગુરૃ કહેવામાં આવે છે.

વર્તમાન સમયમાં ગુરૃ માટે સદગુરૃનો શબ્દ પ્રયોગ કરવામાં આવે છે.જ્યારે પુરાતન ગ્રંથોમાં ગુરૃ શબ્દનો જ પ્રયોગ કરવામાં આવેલ છે તેનું કારણ એ છે કે જેમ અમારા પૂર્વજો દેશી ઘી ને જ ઘી કહેતા હતા પરંતુ જ્યારથી બનાવટી ઘી બજારમાં આવ્યું છે ત્યારથી ઘી શબ્દની આગળ દેશી ઘી કહેવું આવશ્યક બન્યું છે.જેથી બનાવટી ઘી અને દેશી ઘી ની ઓળખાણ થઇ શકે તેવી જ રીતે જ્યારથી બનાવટી પાખંડી ગુરૃઓ ફુટી નિકળ્યા છે ત્યારથી ગુરૃની આગળ સત શબ્દ લગાવવો આવશ્યક થઇ ગયું છે.સદગુરૃ એટલે સત્ય પરમાત્માને જાણવાવાળા હોય અને શરણે આવેલા જિજ્ઞાાસુ ભક્તોને સત્ય પરમાત્માનો સાક્ષાત્કાર કરાવી દે.જે ફક્ત કોઇ મંત્ર તીર્થ હવન પુસ્તક સ્થાન મૂર્તિ વગેરે નાશવાન વસ્તુઓની સાથે જોડે છે તેમને સદગુરૃ કહેવામાં આવતા નથી. ઇશ્વરનો સાક્ષાત્કાર કરવો એ જ માનવ જીવનનો વાસ્તવિક ઉદેશ્ય છે.ઇશ્વરે અમોને મનુષ્ય જન્મ પ્રભુ ભક્તિના માટે જ આપ્યો છે પરંતુ અમો આ સંસારમાં આવીને અહીના સાંસારીક કાર્યોમાં પોતાને એટલા બધા લીન કરી બેઠા છીએ કે જીવનના વાસ્તવિક ઉદેશ્ય સેવા સુમિરણ સત્સંગ ભજનના માધ્યમથી ઇશ્વરની પ્રાપ્તિ કરવાનું ભુલી ગયા છીએ.સદગુરૃ આ ધરતી ઉ૫ર ઇશ્વરનો દૈવી પ્રતિનિધિ હોય છે કે જેના માધ્યમથી જ અમારા જેવા અજ્ઞાાની જીવો અમારા આત્માને ઇશ્વરરૃપી સાગરમાં લીન કરી શકીએ છીએ. આધ્યાત્મિક જ્ઞાાનની પ્રાપ્તિના માટે સમયના સદગુરૃના શરણમાં જવું અનિવાર્ય છે.મનુષ્ય ગમે તેટલા પ્રયત્નો કરે તેમ છતાં સદગુરૃ કૃપા વિના આત્મજ્ઞાાન બ્રહ્મજ્ઞાાન પ્રાપ્?ત થતું નથી. ધર્મશાસ્ત્રમાં જ્ઞાાન પ્રાપ્તિના આઠ સાધનોના માધ્યમથી જ્ઞાાન પ્રાપ્તિની પ્રચલિત પ્રક્રિયાનું વર્ણન કરવામાં આવેલ છે.(૧) વિવેક-સત અને અસતને અલગ-અલગ જાણવા એ વિવેક છે.(ર) વૈરાગ્ય-સત અને અસતને અલગ અલગ જાણીને અસતનો ત્યાગ કરવો એટલે કે સંસારથી વિમુખ થવું એ વેરાગ્ય છે.(૩)શમ- વગેરે ષટ્સંપત્તિ શમ દમ શ્રધ્ધા ઉ૫રતિ તિતિક્ષા અને સમાધાન. મન અને ઇન્દ્રિયોઓને વિષયોમાંથી હટાવવી એ દમ છે.ઇશ્વર,શાસ્ત્ર વગેરે ઉ૫ર પૂજ્ય ભાવપૂર્વક પ્રત્યક્ષથી પણ વધારે વિશ્વાસ રાખવો એ શ્રધ્ધા છે.વૃત્તિઓનું સંસાર તરફથી હટી જવું એ ઉ૫રતિ છે.શરદી-ગરમી,સુખ-દુઃખ,માન-અપમાન વગેરે દ્રંન્દ્રોને સહન કરવાં તેમની ઉપેક્ષા કરવી તે તિતિક્ષા છે અને અંતઃકરણમાં શંકાઓ ના રહેવી એ સમાધાન છે.(૪)મુમુક્ષતા-સંસારથી છુટવાની ઇચ્છાને મુમુક્ષતા કહે છે.(૫)શ્રવણ-મુમુક્ષતા જાગૃત થાય બાદ પદાર્થો અને કર્મોનો સ્વરૃ૫થી ત્યાગ કરીને શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરૃની પાસે નિવાસ કરતા રહીને, શાસ્ત્રોને સાંભળીને તેના તાત્પર્યનો નિર્ણય કરવો તથા તેને ધારણ કરવો તેને શ્રવણ કહે છે.શ્રવણથી પ્રમાણગત સંશય દુર થાય છે.(૬)મનન-પરમાત્માનું યુક્તિ-પ્રયુક્તિઓથી ચિન્તન કરવું એ મનન છે. મનનથી પ્રમેયગત સંશય દૂર થાય છે.(૭) નિદિધ્યાસન-સંસારની સત્તાને માનવી અને પરમાત્માની સત્તાને ના માનવી એ વિપરીત ભાવના કહેવાય છે.વિ૫રીત ભાવના હટાવવી એ નિદિધ્યાસન છે.(૮) તત્વ પદાર્થ સંશોધન-પ્રાકૃત પદાર્થ માત્ર સાથે સબંધ વિચ્છેદ થઇ જાય અને ફક્ત એક ચિન્મય તત્વ શેષ રહી જાય એ તત્વપદાર્થ સંશોધન છે.

આ પરમતત્વને પ્રાપ્ત કરવાની વિધિ બતાવતાં ભગવાન શ્રી કૃષ્ણજી ગીતા(૪/૩૪)માં કહે છે કે તમામ કર્મો જ્ઞાાનમાં સમાપ્?તિને પામે છે એ જ્ઞાાનને તૂં તત્વદર્શી જ્ઞાાનીજનો પાસે જઇને જાણી લે, એમને યોગ્ય રીતે દંડવત પ્રણામ કરવાથી,તેમની સેવા કરવાથી તેમજ કપટ છોડીને સરળ ભાવે પ્રશ્ન પૂછવાથી પરમાત્મા તત્વને બરાબર ઓળખનારા એ જ્ઞાાની મહાત્માજનો તને એ તત્વજ્ઞાાનનો ઉ૫દેશ આપશે.જ્ઞાાનના આ માધ્યમથી તૂં તમામ ભૂતોમાં નિઃશેષ ભાવથી પહેલાં પોતાનામાં અને પછી મારા નિર્ગુણ નિરાકાર સ્વરૃ૫માં જોઇશ. નારદજી જ્યારે વૈકુંઠમાં ગયા તો તેમને અંદર જવાની પરવાનગી ના મળી કારણ કે નારદજીને કોઇ ગુરૃ ન હતા.જ્યારે તેમને ગુરૃ ધારણ કર્યા ત્યારે તેમને વેકુંઠમાં પ્રવેશ મળ્યો.વેદ વ્યાસજીના પૂત્ર શુકદેવજીને માતાના ગર્ભમાંથી જ બ્રહ્મજ્ઞાાન હતું,એટલા માટે તેમને ગુરૃ ધારણ કર્યા ન હતા તેથી તેમને ૫ણ વૈકુંઠમાં જવાની પરવાનગી મળી ન હતી.પરમપિતા પરમાત્માના રહસ્યની જાણકારીના માટે તેમને રાજા જનકને ગુરૃ ધારણ કર્યા હતા. આમ ગુરૃ તમામના માટે અત્યંત આવશ્યક છે. ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન શ્રી રામે ૫ણ બ્રહ્મર્ષિ વશિષ્ઠજીને ગુરૃ તરીકે ધારણ કર્યા હતા. પૂર્ણ પુરૃષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણજીએ મહાત્મા સાંદિપનીજીને ગુરૃ તરીકે ધારણ કર્યા હતા.અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણજીએ, સ્વામી વિવેકાનંદજીને રામકૃષ્ણ પરમહંસજીએ બ્રહ્મજ્ઞાાન આપ્યું હતું. {ાનવને ડગલેને પગલે ગુરૃની આવશ્યકતા પડે છે.વર્તમાન સમયમાં સાત પ્રકારના ગુરૃઓ જોવા મળે છે. (૧) સૂચક ગુરૃ-ફક્ત ધર્મગ્રંથોની સૂચના આપે છે. (ર) વાચક ગુરૃ-વર્ણાશ્રમ ધર્મ-અધર્મ ઉ૫ર વ્યાખ્યાન આપે છે. (૩) બોધક ગુરૃ-ફક્ત મંત્ર આપે છે. (૪) નિષિધ્ધ ગુરૃ-સંમોહન મારન વશીકરણ વગેરે તુચ્છ મંત્રોનું જ્ઞાાન આપે છે. (૫) વિહિત ગુરૃ-સંસારમાંના દુઃખ અને નશ્વરતા સમજાવી વૈરાગ્યનો માર્ગ બતાવે છે. (૬) કારણ ગુરૃ-મહામંત્રનો આદેશ આપીને સાંસારીક રોગ દૂર કરે છે. (૭) પરમ ગુરૃ-પરમાત્માનાં અંગસંગ દર્શન કરાવી દે છે.જે અહંકાર શૂન્ય તથા શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ હોય છે.આવા ગુરૃએ આપેલ જ્ઞાાનથી જ શિષ્યનું કલ્યાણ થાય છે.ઘણા જન્મોના પુણ્યોથી આવા પરમ ગુરૃ મળે છે.જેને આવા ગુરૃ મળે છે તે જન્મ-મરણના ચક્કરમાંથી મુક્ત થાય છે. આ બધી વાતો વાંચી પ્રશ્ન થાય કે શું આપની દ્રષ્ટિમાં એવો કોઇ ગુરૃ છે જે સત્ય પરમાત્માની સાથે જોડે અને મને લક્ષચૌરાશીના આવાગમનથી મુક્ત કરી શકે,જેમના ચરણોની ભક્તિ કરવાથી મારૃં જીવન સાર્થક થાય? જો આવી જિજ્ઞાાસા હોય તો સં૫ર્ક કરજો,આપે જિજ્ઞાાસા અને વિશ્વાસનું પ્રમાણ આપવું ૫ડશે. શંકરાચાર્યજીએ જિજ્ઞાાસાને વેરાગ્ય કહ્યો છે.વૈરાગ્ય અને વિશ્વાસની બે પાંખોથી ઉંડીને સદગુરૃના શ્રી ચરણોમાં પહોચી શકાય છે. ઉપાસના - વિનોદભાઈ માછી નિરંકારી