Sardar Gurjari

સોમવાર, તા. ૧૪ ઓક્ટોબર, ૨૦૨૪, આસો સુદ ૧૧, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૪, અંક -૧૧૯

મુખ્ય સમાચાર :
યોર્સ પેઈનફુલી
પીડાનાં ત્રિપરિમાણનો ત્રીજો એન્ગલ બે વ્યક્તિ વચ્ચેના પરસ્પરનાં સંબંધને અનુલક્ષીને હવે જોઈ લઈએ. રેડીમેઈડ સ્માઈલીઝ અને ઈમોટીકોન્સની આપણને ખાસ્સી એવી ગરજ રહે છે. તેમ છતાં ઈમેઈલ કે પત્રમાં કોમ્પ્લીમેન્ટરી ક્લોઝ્માં આપણે સંબંધના સંદર્ભને અનુરૃપ યોર્સ મ્યુઝીકલી, યોર્સ લવીંગલી, યોર્સ ફેઇથફૂલી એવા સ્ટીરીયોટાઈપ શબ્દ પ્રયોગો કરતા રહીએ છીએ. પરંતુ ઘણાખરા સંબંધો પીડા પર ટકેલા અને શ્વસેલા હોય તો પણ આપણે યોર્સ પેઇનફૂલી એવું લખી શકતા નથી
19/11/2023 00:11 AM Send-Mail
અત્યારના સમયની ઘણી બેસ્ટ સેલર બુક્સનાં લેખક ડેન બ્રાઉન એમના પુસ્તક એન્જલ્સ એન્ડ ડીમોન્સ માં એક સુંદર વાત કરે છે - 'પેઈન ઈઝ અ પાર્ટ ઓફ ગ્રોઈંગ અપ. ઇટ ઈઝ હાઉ વી લર્ન'. પીડા એ આપણા વિકાસનો જ એક ભાગ છે, જેનાથી આપણે શીખીએ છીએ. આજે અહીં આં પીડા, પેઈન ની થોડી ત્રિપરિમાણીય વાત કરવી છે. મધર ટેરેસાના શબ્દોમાં કહીએ તો - 'લોર્ડ, હેલ્પ અસ ટુ એક્સેપ્ટ ધ પેઇન્સ એન્ડ કોન્ફ્લીકટસ ધેટ કમ ટુ અસ ઈચ ડે એઝ અપોર્ચ્યુંનીટી ટુ ગ્રો એઝ પીપલ એન્ડ બીકમ મોર લાઈક યુ'. પીડાનો પહેલો એન્ગલ એ કે ખરેખર ઈશ્વર આપણને પીડાના પાઠ કોઈ નવી તક તરફ લઇ જવા માટે ભણાવે છે. માણસ તરીકે માંસ બનવા અને એથી આગળ ઈશ્વર જેવું બનવા આ પીડા જ તો આપણને ધક્કો મારે છે. જોરકા જટકા ધીરેસે કે પછી ધીરેકા જટકા જોરસે, પણ જીંદગીમાં જટકો લાગવો તો જોઈએ. આ જટકાની પીડા આપણને ઘણું શીખવી જાય છે. એક ઘરેડમાં આમ જીવાતું બંધિયાર જીવન ક્યારેક આવા જટકાથી ખૂલી જતું હોય છે. આવા જટકાઓ પીડાના જનેતા થઈને આપણને પ્રેરણાદાયી પાઠ શીખવવામાં નિમિત્ત બને છે. પ્લેઝરની પાછળ દોટ મુકતો માણસ પીડાને પ્રેમ તો નથી કરતો પણ પીડા પોતે તમને જરૃર પ્રેમ કરે છે. પ્લેઝરની પૂંછડી પકડીને એ તમને ફોલો કરતી હોય છે.

ઈમ્તીયાઝ અલીનાં દિગ્દર્શનમાંબનેલી એક બ્રીલીયંટ મુવી 'રોકસ્ટાર'માં આ પીડાને પડદા પર પ્રભાવશાળી રીતે કંડારાઈ છે. જિંદગીમે કુછ બનને કે લીએ દર્દ હોના ચાહિએ-આવી વન લાઈનર પર પીડાના વળાંકો પડદા પર બતાવાતી જીંદગીમાં આવે જાય છે. ગેઇન અને પેઈન ને શોધો સંબંધ છે, માટે ઇફ નો પેઈન ધેર ઈઝ નો ગેઇન-આ એક સત્ય છે. ઈશ્વરની યુનીવર્સીટીનો સિલેબસ અને એ સિલેબસ ભણાવવાની મેથડ બંને અલગ હોય છે. ઈશ્વરનું લક્ષ્ય તમને એન્જીનીયર કે ડોક્ટર કે એવી તેવું કંઈ બનાવવાનું નથી પરંતુ માણસ બનાવવાનું છે. આમ માણસ બનવાની તક ભગવાન તમને પીડાના પીરીયડ બદલી બદલીને આપે છે. ઈશ્વરની એ રીત હોઈ શકે. અહીં કવિશ્રી હર્ષ બ્રહ્મભટ્ટની એક પંક્તિ ટાંકવાનું મન થાયઃ તું સહજ ભાવથી જગાડે છે પણ મને લાગતું દઝાડે છે આ દઝાડવાની પ્રક્રિયા વાસ્તવમાં તો તમને જગાડવાની પ્રક્રિયા છે. આમ પીડાનો પહેલો એન્ગલ પહેલા પુરુષ એક્વચન ને સ્પર્શે છે. પીડાનો બીજો એન્ગલ બીજા પુરુષ અને ત્રીજા પુરુષના સંદર્ભમાં જોઈએ તો તમારી પીડા કે બીજા લોકોની પીડા મને કેટલી સ્પર્શે છે એના પરથી માણસાઈના તોલમાપ પર મારું એક જન તરીકેનું વજન નક્કી થાય છે. સ્કૂલ-કોલેજના પૂસ્તકીયા પાઠયક્રમોમાં આના કોઈ પાઠ ક્યારેય જોવા મળતા નથી. બીજાની પીડા વાંચવા માટે તો તમારી છાતીમાં ચેતનાનું બાઈનોક્યુલર હોવું ઘટે. માણસનો હોદ્દો કે સામાજિક પ્રતિષ્ઠાની ઊંચાઈ બીજાની પીડા કળવાના માપદંડો ક્યારેય હોઈ શકે નહીં. કોઈ જગ્યાએ વાંચેલું કે તાડનું વૃક્ષ ઊંચું તો ઘણું હોય છે પણ ખોબાભર છાયડો આપવાનું પણ એનું ગજું હોતું નથી. આપણી એરકન્ડીશંડ કારના કાચને અડોઅડ કોઈની હથેળી જયારે ફેલાયેલી હોય છે ત્યારે એની હસ્તરેખાઓની પીડા વાંચવા માટે રસ્તાનું સિગ્નલ પણ તમને લાલબત્તી ધરતું હોય છે, એ હસ્તરેખાઓ વાંચવાની ક્ષણિક તક આપતું હોય છે. પરંતુ આપણા તર્ક તો ગ્રીન સિગ્નલ ની રાહ તરફ જ તકાયેલા હોય છે. કારની બારીના કાચ પર છપાતી એ ફિંગરપ્રિન્ટ વાંચવામાં મોટેભાગે આપણી આંખ નિરક્ષર સાબિત થતી હોય છે.

પીડાનાં ત્રિપરિમાણનો ત્રીજો એન્ગલ બે વ્યક્તિ વચ્ચેના પરસ્પરનાં સંબંધને અનુલક્ષીને હવે જોઈ લઈએ. સોશિયલ નેટવર્કના આધુનિક યુગમાં લાગણીઓ વ્યક્ત કરવાની રીત આમતો જડમૂળ થી બદલાઈ ગઈ છે. રેડીમેઈડ સ્માઈલીઝ અને ઈમોટીકોન્સની આપણને ખાસ્સી એવી ગરજ રહે છે. તેમ છતાં ઈમેઈલ કે પત્રમાં કોમ્પ્લીમેન્ટરી ક્લોઝ્માં આપણે સંબંધના સંદર્ભને અનુરૃપ યોર્સ મ્યુઝીકલી, યોર્સ લવીંગલી, યોર્સ ફેઇથફૂલી એવા સ્ટીરીયોટાઈપ શબ્દ પ્રયોગો કરતા રહીએ છીએ. પરંતુ ઘણાખરા સંબંધો પીડા પર ટકેલા અને શ્વસેલા હોય તો પણ આપણે યોર્સ પેઇનફૂલી એવું લખી શકતા નથી. લાગણીઓને પણ એના સાચા સ્વરૃપમાં વ્યક્ત થવામાં પ્રોટોકોલ નડી જતો હોય છે. કજોડે જીવન-નિર્વાહ કરી રહેલા પતિ-પત્ની પેઇનફૂલી કનેક્ટેડ કપલ હોય છે. અહી યાદ રાખીએકે આવા પેઈનફુલ સંબંધો પણ એમની પીડાનાં પીલર પર જીવનનાં ઘણાં સત્યો ચણતા રહે છે. માણસ આવા સંબંધોની પીડાથી પણ ધીમે ધીમે રીબાતો રીબાતો પણ પ્રબુદ્ધ તો થતો જતો હોય છે. તેમ છતાં નિયતિના નામે કે સામાજિક દંભને બહાને આવું કપલ જિંદગીભર પેઇનફૂલી કનેક્ટેડ રહી 'યોર્સ પેઇનફૂલી' બની આયખું પૂરું તો કરી જ લે છે. બીઝનેસ કમ્યુનીકેશન માં તો આપણે ઓલવેય્ઝ 'યોર્સ ફેઈથફૂલી' જ લખતા આવ્યા છીએ. એમ્પ્લોયીને 'યોર્સ પેઈનફૂલી' એવું લખવાની જો છૂટ સ્વીકાર્ય કરી દેવામાં આવે તો નેવું ટકા બીઝનેસ કમ્યુનીકેશનમાં જમીન-આસમાન નો ફેર આવી શકે છે. બોસને ઘણીવાર પોતાના કર્મચારીને પેઈનફુલ પરિસ્થિતિમાં મુકવાનો અને એમાંથી સેડીસ્ટીક પ્લેઝર મેળવવાનો વિકૃત શોખ હોઈ શકે. એકની પીડા બીજા માટે પ્લેઝર હોઈ શકે - વાહ રે સાપેક્ષતાની દરિદ્રતા. કર્મચારી પણ બોસને 'યોર્સ પેઈનફૂલી' થઈને પણ લખે તો છે 'યોર્સ ફેઈથફૂલી' જ. આ ફેઈથનો અભાવ આવા વર્ક કલ્ચરમાં પેઈન નો જનક સાબિત થાય છે અને આવા કલ્ચરલેસ વાતાવરણમાં વર્ક થયા કરે છે. આજનાં શિક્ષણને જીવન ઘડતર સાથેનફા-ખોટના સરવૈયે ચાલતા વર્ક કલ્ચરને જીવન સાથે ખાસ કોઈ નિસ્બત રહી નથી. વાસ્તવમાં તો પીડાના આ ત્રિપરિમાણીય સંદર્ભોને લાગતો કોર્સ કે ટ્રેઈનીંગ પ્રોગ્રામ ઈંટ્રોડયુસ કરવો જોઈએ. પીડા એ એવો પદારથ છે, એવું ફિનોમિના છે જે તમને લાઈફ લર્િંનગનાં લેસન શીખવે છે. ક્યાંક એવું નાં બને કે ઈશ્વરને કરાતી પ્રાર્થનામાં પણ સર્વધર્મો માં પ્રાર્થનાને અંતે 'યોર્સ પેઈનફૂલી' કમ્પલસરી જોડવાનું કોઈ બીલ પસાર થઇ જાય ને આપણે આપણી ખતમ થઇ ગયેલી માણસાઈ ને ચીંથરેહાલ લઈને જોતા જ રહી જઈએ. સિક્રેટ કીઃ પેઈન લીડ્સ ટુ ગેઇન. પીડા એ જીવન દર્શનની ઉત્તમ શિક્ષક છે. પ્રતિભાવઃ joshinikhil2007@gmail.com