Sardar Gurjari

બુધવાર, તા. ૧૧ ડિસેેમ્બર, ૨૦૨૪, માગશર સુદ ૧૧, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૧૭૪

મુખ્ય સમાચાર :
વિમાનમાં મહિલાઓની છેડતીના વધતા બનાવ
ગુજરાત: ફાર્મા કંપનીના સીએમડી સામેની દુષ્કર્મની ફરિયાદ પોલીસ નોંધતી નથી
૨૭ વર્ષીય બલ્ગેરિયન ફ્લાઈટ એટેન્ડન્ટે ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ કરી, અગાઉ સમાધાન માટે પણ દબાણ કરાયાનો આરોપ
22/11/2023 00:11 AM Send-Mail
ફ્લાઈટમાં ખોટી રીતે મહિલાની છેડતીનાં અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. તેવામાં ૨૭ વર્ષીય બલ્ગેરિયન ફ્લાઈટ એટેન્ડન્ટે ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ કરી છે કે રાજ્ય પોલીસ સ્થાનિક ફાર્માસ્યુટિકલ કંપનીનાં સીએમડી સામે દુષ્કર્મ અને છેડતીનો આરોપ લગાવતી જે ફરિયાદ છે તે નોંધી રહ્યા નથી. મહિલાની વાત કરીએ તો તેમણે આ કેસમાં અગાઉ પણ સમાધાન કરવા માટે પોલીસને દબાણ કર્યું હતુ. એટલું જ નહીં આના માટે તેમણે ડિજિટલ જે પુરાવાઓ છે તે સુરક્ષિત કરવાની પણ માગ કરી છે. તથા હાઈકોર્ટ ૪ ડિસેમ્બરનાં દિવસે સુનાવણી હાથ ધરી શકે છે. આ મહિલાએ તેની અરજીમાં વધુમાં જણાવ્યું છે કે તેને ફાર્મા ગ્રુપ દ્વારા નવેમ્બર ૨૦૨૨માં તેના સીએમડીમાટે ફ્લાઈટ એટેન્ડન્ટ તરીકે રાખવામાં આવી હતી.

તે ભારત શિફ્ટ થઈ ગઈ અને શહેરની બહાર કંપનીની સુવિધાઓ જે છે ત્યાં રહેવા લાગી હતી. સીએમડી સાથે તેણે ઘણા ટૂર પણ કર્યા હતા પરંતુ તેના અંગત સહાયક તરીકે કામ કરવા માટે તેમને સૂચના આપવામાં આવી હતી. આ જોબ તેને ફેબ્રુઆરી ૨૦૨૩માં સ્વીકારી લીધી હતી. આ દરમિયાન મહિલા ફ્લાઈટ અટેન્ડન્ટે કહ્યું કે મારી સાથે શારિરિક છેડતી કરવામાં આવી અને ખોટી માગો પણ થઈ હતી. આ દરમિયાન ફરિયાદ પર પણ કાર્યવાહી કરાઈ ન હતી. ઉલ્લેખનીય છે કે સ્થાનિક મેજિસ્ટેરિયલ કોર્ટમાં તેમણે અરજી કરી અને જેના કથિત સમાધાન મુદ્દે પોલીસ અહેવાલોને ટાંકીને તેની અરજી પણ નકારી કાઢી હતી.

ઉલ્લેખનીય છે કે તેમણે જણાવ્યું કે અમે હાઈકોર્ટને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનનાં સીસીટીવી ફૂટેજ આપવા માટે પોલીસને આદેશ આપવા વિનંતી કરી છે. જ્યાં મારા અસીલને એફિડેવિટ પર સહી કરવાની ફરજ પડી હતી. તેમણે દાવો કર્યો કે પોલીસ પણ બિઝનેસમેનને સપોર્ટ કરી રહી છે. તેમના એડવોકેટ રાજેશ કુમાર મિશ્રાએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે મેજિસ્ટ્રિયલસલ કોર્ટે નોંધ્યું હતું કે મહિલાએ અગાઉ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ તેણે ૨૦ એપ્રિલે પોલીસને સોગંદનામું પણ આપ્યું હતું. આ દરમિયાન તેના વિવાદનું પણ સમાધાન થયું છે. મેજિસ્ટ્રિયલ કોર્ટે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનનાં ઈન્સ્પેક્ટર જે.બી.અગ્રાવતનાં રિપોર્ટનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે મહિલાએ મે મહિનામાં તેના બોસ વિરૃદ્ધ ઘણી ફરિયાદો કરી હતી. પરંતુ તેનુ નિવેદન નોંધવામાં આવ્યું નહોતું. જોકે આ સમયે તેણે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.