Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
સ્ટાફની અછતથી પરેશાનીભરી સ્થિતિમાં મૂકાતા મુસાફરો
કોરોનાકાળમાં નડિયાદ-ડાકોર સહિતના બંધ કરાયેલ ૪પ બસ રૂટ હજીયે શરૂ ન કરાતા વિદ્યાર્થી-નોકરીયાતોને પારાવાર હાલાકી
પૂરતી બસો ઉપલબ્ધ હોવા છતાંયે ડ્રાયવર-કંડકટરની ઘટના કારણે મુસાફરોના રોષનો ભોગ બનતા ડેપો કર્મચારીઓ
22/11/2023 00:11 AM Send-Mail
તહેવારો, લગjસરામાં વધારાની બસો દોડાવવાથી વધુ આવક મળે પરંતુ સ્ટાફની ઘટ મોટી સમસ્યા
દિવાળીના તહેવારોમાં આણંદ, ખેડા જિલ્લામાંથી વતન કે હરવાફરવા,દર્શનાર્થ જનાર મુસાફરોની સંખ્યામાં ખાસ્સો વધારો જોવા મળે છે. આ ઉપરાંત લગjસરાની મૌસમમાં મુસાફરોની સંખ્યા વધુ હોવા સાથે બસોની ફાળવણી માટે પણ માંગ કરવામાં આવતી હોય છે. એકસ્ટ્રા તેમજ વધારાની બસો ફાળવવામાં આવે તો નિગમને ખાસ્સી આવક પ્રાપ્ત થઇ શકે છે. પરંતુ ડેપો સૂત્રોએ જણાવ્યું હતું કે, વર્ષોથી ડ્રાયવર-કંડકટરના મહેકમમાં ર૦થી રપ ટકા જેટલી ઘટ હજીયે ભરવામાં આવી નથી. જેના કારણે માંગણી મુજબની પૂરતી એકસ્ટ્રા બસો દોડાવી શકાતી નથી. ઉપરાંત રોજીંદા રૂટોમાં પણ કયારેક કપાત કરવાની ફરજ પડે છે. જેના કારણે મુસાફરો પરેશાન થાય છે. આથી એસ.ટી.નિગમ દ્વારા સત્વરે સ્ટાફ ભરતી હાથ ધરવામાં આવે તો જ મુસાફરોને એસ.ટી.ની સલામત સવારીનું સૂત્ર વાસ્તવદર્શી બની શકે.

દૈનિક ૧૫૦ ડ્રાયવર-કંડકટરની જરુરિયાત સામે ૧૧૫-૧ર૦ની હાજરીથી રૂટ રદ કરાતા મુસાફરો ત્રસ્ત
નડિયાદ ડેપોમાં રોજીંદા નિયત બસ રૂટ દોડાવવા માટે ૧પ૦ ડ્રાઇવર-કંડકટરની જરૂરિયાત હોય છે. પરંતુ ડેપોમાં માંડ ૧૧૫થી ૧ર૦નો જ સ્ટાફ હોય છે. જેના કારણે રોજેરોજ કેટલાક રૂટ રદ કરવાની કામગીરી ડેપો સંચાલન કરનાર કર્મચારી માટે મુશ્કેલીરૂપ બની રહે છે. કારણ કે રૂટ રદ કરાતા મુસાફરો હોબાળો મચાવવા સાથે ડેપો મેનેજરને ઉગ્ર રજૂઆત કરવા પહોંચી જતા હોય છે. રોજેરોજ આ પ્રકારે સર્જાતી સમસ્યાના નિવારણ માટે કેટલાક ડ્રાયવર-કંડકટરોને બેવડી નોકરી કરવા માટે પણ ડેપો અધિકારી દ્વારા અપીલ કરવામાં આવતી હોવાનું અંતરંગ સૂત્રોએ જણાવ્યું હતું.

ડ્રાયવર-કંડકટરની બેવડી ફરજ બજાવતા કર્મચારીઓને પુન: સિંગલ કેટેગરીમાં મૂકતા સ્ટાફની સમસ્યા
એસ.ટી.નિગમ દ્વારા છેલ્લા ઘણા સમયથી ડ્રાયવર, કંડકટરોની ઘટની ગંભીર બનેલ સમસ્યાના નિરાકરણ માટે ભરતી પ્રકિયા હાથ ધરવામાં આવી નથી. સ્ટાફ ઘટ નિવારવા અગાઉ નિગમ દ્વારા લાંબા અંતરની બસોમાં ડ્રાયવરને જ કંડકટર તરીકેની પણ જવાબદારી સોંપવામાં આવી હતી. જેથી આ પ્રકારની બસમાં એક જ કર્મચારી દ્વારા સંચાલન થતું હતું. પરંતુ હવે નિગમે સ્ટાફ ઘટની સમસ્યા વચ્ચે બેવડી કામગીરીને જુદી જુદી કેટેગરીમાં ફેરવી દીધી છે. જેના કારણે નડિયાદ ડેપોમાં આ પ્રકારે દોડતી ૧૫ બસોમાં હવે એક-એક ડ્રાયવર-કંડકટર મૂકવામાં આવ્યા છે. જેથી કંડકટરોની ઘટમાં વધુ ૧પનો ઉમેરો થયાનો ડેપો સૂત્રોએ જણાવ્યું હતું.

આણંદ, ખેડા જિલ્લામાં કોરોના કાળ દરમ્યાન જન સલામતીના ભાગરુપે ટ્રેન, બસ સહિતની વાહન વ્યવહાર સેવાઓમાં મહત્તમ કાપ મૂકાયો હતો. જો કે ગત વર્ષથી રાબેતા મુજબ જનજીવન શરુ થયું છે. પરંતુ કોરોનાના નામે બંધ કરાયેલ અનેક બસ રૂટ પુન: ચાલુ કરવામાં આવ્યા નથી. જેના કારણે આ બસ સેવાનો અગાઉ લાભ લેનાર વિદ્યાર્થીઓ, નોકરીયાતો સહિત મુસાફરો પરેશાનીભરી સ્થિતિ અનુભવી રહ્યા છે.

કોરોના કાળ અગાઉ ડાકોરથી સવારે ૭-૧પ કલાકે ઉપડતી બસ સૂઇ, મોલામલી, હેરંજ, ચુણેલ, સોડપુર, મહોળેલ, આડીનાર થઇને નડિયાદ પહોંચતી હતી. જેથી આ રૂટના ગામોના નજીકના ગામ કે નડિયાદની શાળા-કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓ, નોકરીયાતોને સમયસર અવરજવરમાં સરળતા રહેતી હતી. દરમ્યાન લોકડાઉનમાં એસ.ટી. વિભાગ દ્વારા આ રૂટ બંધ કરી દેવાયો હતો. જે આજદિન સુધી પુન: દોડાવવામાં આવ્યો નથી. જેના કારણે આ બસ રૂટના ગામોના વિદ્યાર્થીઓ, નોકરીયાતો, મુસાફરોને હાલાકીભરી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.

જો કે આ રૂટ પુન: શરૂ કરાવવા ગ્રામજનો, મુસાફરો દ્વારા ડેપો મેનેજર, ધારાસભ્ય-સાંસદ વગેરેને લેખિત રજૂઆત કરી છે. પરંતુ એસટી. વિભાગ દ્વારા આ મામલે હજી સુધી મુસાફરલક્ષી નિર્ણય લઇને બસ દોડાવવામાં ન આવી હોવાનો રોષ મુસાફરો વ્યકત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, નડિયાદ ડેપોમાંથી કોરોના કાળ દરમ્યાન બંધ કરાયેલ રૂટો પૈકી ૪પ રૂટ પુન: ચાલુ કરવામાં ન આવ્યાનું ડેપો સૂત્રોએ જણાવ્યુ ંહતું. જેની પાછળનું મુખ્ય કારણ ડ્રાયવર-કંડકટરની અછત છે. ડેપોમાં નિયત તમામ રુટો માટેની બસો પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ હોય છે. પરંતુ તેના સંચાલન માટે ડ્રાયવર-કંડકટરની ઘટ અને કેટલાક એકાએક બિમારી કે અન્ય કારણોસર રજા પર હોવાના સંજોગોમાં નિયત બસ ન મૂકાતા મુસાફરોના ગુસ્સાનો ભોગ ડેપો મેનેજર સહિત કર્મચારીઓને બનવું પડતું હોવાના કિસ્સા પણ બની રહ્યા છે.

નડિયાદ સંતરામ મંદિરમાં ત્રિદિવસીય મહા પૂનમના મેળાનો પ્રારંભ: આજે સાકર વર્ષા થશે

સીંજીવાડામાં ગટરલાઇનની પાઇપો પ્લાન મુજબ ન નંખાતા સ્થાનિકોનો હોબાળો

ગળતેશ્વર : મીઠાના મુવાડા ગામે ૪ વર્ષ અગાઉ પ્રા.શાળાના ઓરડા તોડી પાડયા બાદ નવા બનાવવાની ફાઇલ અભરાઇએ !

નડિયાદના બિસ્માર બસ સ્ટેન્ડની હાલત સુધારવા કોંગ્રેસની માંગ

ખેડા જિલ્લા હોમગાર્ડઝ જવાનોનો ગત માસનો પગાર તિજોરી કચેરીમાં અટવાયો!

ખેડા જિલ્લામાં બિનખેતી મિલ્કત વેરાના ૪ કરોડથી પણ વધુ ઉઘરાવવાના બાકી !

નડિયાદ : વીમા કંપનીએ સેવા આપવામાં ખામી આચરેલ છે, ફરિયાદીને ૭ ટકા વ્યાજ સાથે રકમ ચૂકવો-ગ્રાહક કોર્ટ

મહેમદાવાદ : ૮ વર્ષ અગાઉ ક્રેડિટ સોસાયટીમાંથી વ્યવસાય માટે લીધેલ ધિરાણ પેટેનો ચેક પરત થતા એક વર્ષની કેદ, ૬ લાખ