Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
નડિયાદ તાલુકાના બિલોદરાના મહિલા સરપંચના વિરુદ્વમાં અવિશ્વાસની દરખાસ્ત પસાર
સરપંચની મનમાની સામે નારાજગી, પંચાયતમાં હાલના તમામ ૮ સભ્યોએ સામાન્ય સભામાં સરપંચ વિરુદ્વ મત આપ્યો
22/11/2023 00:11 AM Send-Mail
નડિયાદ તાલુકાના બિલોદરાના મહિલા સરપંચ મનમાની કરી રહ્યાના આક્ષેપ સાથે દિવાળી અગાઉ પંચાયતના છ સભ્યોએ સરપંચ વિરુદ્વ અવિશ્વાસની દરખાસ્તની તાલુકા વિકાસ અધિકારીને અરજી કરી હતી. જેના ભાગરુપે આજે બિલોદરા ગ્રામ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત પૂરવાર કરવા અને વિશ્વાસનો મત લેવા માટે સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં પંચાયતના આઠ સભ્યોએ સરપંચના વિરુદ્વમાં મતદાન કરતા દરખાસ્ત પસાર થઇ હતી.

મળતી વિગતોમાં બિલોદરામાં ગ્રામ પંચાયતના ૧૦ વોર્ડ છે. જેમાં એક આદિવાસી બેઠક માટેનું ભરાયેલ ફોર્મ જાતિના દાખલા બાબતે રદ થયું હતું અને અન્ય કોઇ ઉમેદવાર ન હોવાથી આ બેઠક ખાલી રહી હતી. જયારે અન્ય ૯ બેઠકો માટે ચૂંટણી થઇ હતી. જેમાં ચૂંટાયેલા એક સભ્ય હાલ વિદેશ ગયા હોવાથી સરપંચ તેમજ આઠ સભ્યો ગ્રામ પંચાયતની સત્તા સંભાળી રહ્યા છે.

જેમાં ચૂંટાયેલા ૮ પૈકીના ૬ સભ્યોએ સરપંચ મનસ્વી રીતે કામ કરતા હોવાનો, સભ્યોને વિશ્વાસમાં લેતા ન હોવાની નારાજગી વ્યકત કરીને ટીડીઓને સરપંચ વિરુદ્વ અવિશ્વાસની દરખાસ્ત કરી હતી. જેના અનુસંધાનમાં આજે બિલોદરા ગ્રામ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તનો મત લેવા માટે સામાન્ય સભા યોજાઇ હતી. સભામાં પંચાયતના હાલના આઠે-આઠ સભ્યોએ સરપંચ વિરુદ્વ મત આપ્યો હતો. જેથી બહુમતીથી અવિશ્વાસની દરખાસ્ત પસાર થઇ હતી.

નડિયાદ સંતરામ મંદિરમાં ત્રિદિવસીય મહા પૂનમના મેળાનો પ્રારંભ: આજે સાકર વર્ષા થશે

સીંજીવાડામાં ગટરલાઇનની પાઇપો પ્લાન મુજબ ન નંખાતા સ્થાનિકોનો હોબાળો

ગળતેશ્વર : મીઠાના મુવાડા ગામે ૪ વર્ષ અગાઉ પ્રા.શાળાના ઓરડા તોડી પાડયા બાદ નવા બનાવવાની ફાઇલ અભરાઇએ !

નડિયાદના બિસ્માર બસ સ્ટેન્ડની હાલત સુધારવા કોંગ્રેસની માંગ

ખેડા જિલ્લા હોમગાર્ડઝ જવાનોનો ગત માસનો પગાર તિજોરી કચેરીમાં અટવાયો!

ખેડા જિલ્લામાં બિનખેતી મિલ્કત વેરાના ૪ કરોડથી પણ વધુ ઉઘરાવવાના બાકી !

નડિયાદ : વીમા કંપનીએ સેવા આપવામાં ખામી આચરેલ છે, ફરિયાદીને ૭ ટકા વ્યાજ સાથે રકમ ચૂકવો-ગ્રાહક કોર્ટ

મહેમદાવાદ : ૮ વર્ષ અગાઉ ક્રેડિટ સોસાયટીમાંથી વ્યવસાય માટે લીધેલ ધિરાણ પેટેનો ચેક પરત થતા એક વર્ષની કેદ, ૬ લાખ