Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
મુસ્લિમો પર અત્યાચાર માટે ચીનને લઈને નવો ખુલાસો
ચીનમાં ૨૦૨૦ બાદ લગભગ ૧૩૦૦ મસ્જિદો બંધ કરી દેવાઈ
અહેવાલ અનુસાર ચીનના નિંગ્જિયા તેમજ ગાંસુ વિસ્તારમાં અધિકારીઓએ મસ્જિદો બંધ કરાવવા માંડી, મુસ્લિમ દેશોની કોઈ પ્રતિક્રિયા નહીં
23/11/2023 00:11 AM Send-Mail
મુસ્લિમો પર અત્યાચાર માટે કુખ્યાત બનેલા ચીનને લઈને એક નવો ખુલાસો થયો છે. હ્યૂમન રાઈટ્સ વોચના એક અહેવાલ અનુસાર ચીનના નિંગ્જિયા તેમજ ગાંસુ વિસ્તારમાં ચીનના અધિકારીઓએ મસ્જિદો બંધ કરાવવા માંડી છે. સંસ્થાના કાર્યકર્તાઓએ બે ગામોની સ્થિતિ જાણવા માટે સેટલાઈટ ઈમેજિસનો અભ્યાસ કર્યો હતો અને તેમાં જાણવા મળ્યુ હતુ કે, આ બંને ગામોમાં ૨૦૧૯થી ૨૦૨૧ વચ્ચે તમામ સાત મસ્જિદોના ગુંબજો તેમજ મીનારાઓને હટાવી દેવાયા હતા અને ત્રણ ઈમારતો તો તોડી પડાઈ હતી.

માન્ચેસ્ટર યુનિવર્સિટીના ડેવિડ સ્ટ્રેપ તેમજ પ્લાયમાઉથ યુનિવર્સિટીના અધ્યાપક હન્ના થેકરે ઉપરોક્ત અભ્યાસ કર્યો હતો. તેમનુ અનુમાન છે કે, નિંગ્જિયામાં લગભગ ૧૩૦૦ મસ્જિદો ૨૦૨૦ બાદ બંધ કરી દેવાઈ છે. આ આંકડામાં એ મસ્જિદો સામેલ નથી કે જેને તોડવામાં આવી છે અથવા તો તેમાં ફેરફાર કરવાની ફરજ પાડવામાં આવી છે.

સંશોધકો પાસે બદલાયેલી મસ્જિદોની ચોક્કસ સંખ્યા તો નથી પણ આવી મસ્જિદો પણ સેંકડોમાં થવા જાય છે. ચીનના જોંગવેઈ શહેરના અધિકારીઓએ ૨૦૧૯માં કહ્યુ હતુ કે, અમે ૨૧૪ મસ્જિદોને બદલી નાંખી છે. ૫૮ને તોડી છે અને ગેરકાયેદસર રીતે ચાલતી ૩૭ મસ્જિદોને બંધ કરાવી છે. આ રિપોર્ટ જાહેર કરાયા પછી પણ આશ્ચર્યજનક વાત એ છે કે, એક પણ મુસ્લિમ દેશે ચીનનો વિરોધ કરતી પ્રતિક્રિયા હજી સુધી આપી નથી. પોતાને મુસ્લિમ જગતનુ આગેવાન ગણાવતુ પાકિસ્તાન પણ ચૂપ છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૬માં રાષ્ટ્રપતિ શી જિનપિંગે તમામ ધર્મોનુ ચીનીકરણ કરવાની જાહેરાત કરી હતી અને એ પછી મસ્જિદોની ડિઝાઈન બદલવા માટે તંત્ર સક્રિય થઈ ગયુ હતુ. ઈસ્લામિક બાંધકામોના નિર્માણ અને ડિઝાઈનને લઈને કડકાઈભર્યા નિયંત્રણો પણ અમલમાં લવાયા હતા.

યુએસમાં મોબાઈલ નેટવર્ક ૧૩ કલાક ઠપ્પ થઈ ગયું : સાઈબર એટેકની ચર્ચા

અઝરબૈજાનનો પાકિસ્તાનથી ફાઈટર જેટ્સ ખરીદવા કરાર

ભારતીયોને રશિયા યુક્રેન યુદ્ઘમાં લડવા મજબુર કરાતાં વિદેશ મંત્રાલયની સંઘર્ષથી દુર રહેવાની સલાહ

અમેરિકાએ યુએનમાં ત્રીજી વખત વીટો પાવરનો ઉપયોગ કરીને ગાઝા યુદ્ઘવિરામ પ્રસ્તાવને ફગાવ્યો

ડ્રેગને ભૂતાનની જમીન પચાવી : તિબેટિયનોના ત્રણ ગામ વસાવ્યા, ભારત માટે ખતરારૂપ

જાપાન - બ્રિટનમાં મંદી : યુદ્ઘ છતાં રશિયાની અર્થવ્યવસ્થા મજબૂત કેવી રીતે?

ચીનમાં વિચિત્ર હવામાન.. એક તરફ રેતીનું તોફાન, બીજી તરફ ભયંકર હિમવર્ષા, પારો ૩૦ ડિગ્રી ગગડયો

જાપાનના વૈજ્ઞાનિકો લિગ્નોસેટ નામનો લાકડાનો સેટેલાઇટ લોન્ચ કરશે