ચીનમાં રહસ્યમય બીમારી ફેલાતા સેંકડો બાળકો હોસ્પિટલોમાં દાખલ કરાયા, સ્કુલો બંધ
રહસ્યમય ન્યુમોનિયામાં બાળકોના ફેફસામાં દુખાવો અને ખૂબ તાવ આવે છે
ચીનમાં રહસ્યમય ન્યુમોનિયા રોગ ઝડપથી ફેલાઇ રહ્યો છે. ખાસ કરીને બાળકોને અસર કરતી આ બિમારીને કારણે હોસ્પિટલોમાં ભીડ ઝડપથી વધી રહી છે. જેના કારણે બાળકોની હોસ્પિટલોમાં સ્થિતિ મુશ્કેલ બની રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશને પણ એક નિવેદન જારી કરીને આ અંગે ચિંતા વ્યકત કરી છે અને લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. આ સાથે વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશને ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓને બાળકોમાં ફેલાતા આ રોગ વિશે વધુ માહિતી આપવા કહ્યું છે.
એપિડેમિયોલોજિસ્ટ એરિક ફીગેલ ડિંગે સોશિયલ મીડિયા પર કહ્યું કે ચીનમાં અજાણ્યા ન્યુમોનિયાનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. લિયાઓનિંગ, બેઇજિંગમાં બાળકોની હોસ્પિટલ બિમાર બાળકોથી ભરેલી છે. બેઇજિંગ ચિલ્ડ્રન્સ હોસ્પિટલ સંપૂર્ણપણે બીમાર બાળકોથી ભરેલી છે કે ઘણા શહેરોમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.એરિક દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં હોસ્પિટલોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો તેમના બાળકોની સારવાર માટે ચિંતિત જણાય છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી આ બીમારીનો કોઇ ઇલાજ નથી મળ્યો.
ઉત્તર ચીનમાં હજુ પણ આ રોગનો પ્રકોપ વધુ છે. આ રહસ્યમય બિમારીથી પ્રભાવિત મોટાભાગના બાળકો બેઇજિંગ અને લિયાઓનિંગની હોસ્પિટલોમાં આવી રહયા છે. આ રહસ્યમય ન્યુમોનિયામાં બાળકોના ફેફસામાં દુખાવો અને ખૂબ તાવ આવે છે. ફેફસામાં સમસ્યાને કારણે આ રોગમાં બાળકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે. આ રોગના ઝડપથી ફેલાવાને કારણે આ શહેરોમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. ઓપન-એકસેસ સર્વલન્સ પ્લેટફોર્મ પ્રોમેડ ચીનમાં ફેલાતા આ ન્યુમોનિયા પર કહ્યું છે કે આ બીમારી, જે ખાસ કરીને બાળકોને અસર કરે છે. તે રોગચાળામાં પણ ફેરવાઇ શકે છે.
ન્યુમોનિયાના વધતા જોખમ પર, વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું છે કે લોકોમાં આ શ્વસન રોગના જોખમને ઘટાડવા માટે વિવિધ માર્ગદર્શિકાઓનું પાલન કરવું જોઇએ.ઉપરાંત, ડબલ્યુએચઓએ બાળકોએ ન્યુમોનિયાના કલસ્ટર પર વિગતવાર માહિતી માટે વધુ માહિતી આપવા માટે ચીનને સત્તાવાર વિનંતી કરી છે. ડબલ્યુએચઓએ કહ્યું કે ઓકટોબરના મધ્યસ્થી ઉત્તર ચીનમાં છેલ્લા ત્રણ વર્ષમાં સમાન સમયગાળાની તુલનામાં ઇન્ફલ્યુએન્ઝા જેવી બીમારીમાં વધારો થયો છે.