Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
બાઈડેનની એક જ ચાલથી ચીનની બાજી બગડી
ચીનની મુસ્લિમ દેશોમાં પગ પેસારાની તક હાથમાંથી સરકી
ચીનનો પશ્ચિમ એશિયામાં એટલો પગ પેસારો થઈ ગયો હતો કે, સઉદી અરબસ્તાનમાં બાળકો ચીની મેન્ડેરિન ભાષા શીખવા લાગ્યા હતા
24/11/2023 00:11 AM Send-Mail
ચીનનો પશ્ચિમ એશિયામાં એક સમયે એટલો પગ પેસારો થઇ ગયો હતો કે સઉદી અરબસ્તાનમાં બાળકો ચીની મેન્ડેરિન ભાષા શીખવા લાગ્યાં હતાં. મેન્ડેરિન સ્કુલોમાં ભણાવવાનો આદેશ તેના કાઉન પ્રિન્સ મહમ્મદ બિન સલમાને જ આપ્યો હતો તે પાછળનું મુખ્ય કારણ ચીનને ખુશ કરવાનું હતું. ચીને તેમના દેશમાં ૫.૫ બિલિયન ડૉલરનું રોકાણ કર્યું છે. ઉપરાંત સઉદી અરબસ્તાનમાંથી વધુમાં વધુ તેલ આયાત કરનારો દેશ પણ ચીન છે. તેથી સઉદી અર્થતંત્ર ઉપર તેની ઘણી મોટી અસર પણ છે. આ સાથે ચીને સઉદી અરબસ્તાનમાં હજી પણ વધુ મૂડી રોકાણ કરવાની ઇચ્છા દર્શાવી છે. ૨૦૨૨ના પહેલા છ મહીનામાં જ બેલ્ટ એન્ડ રોડ ઇનિશ્યેટિવ દ્વારા સઉદી અરબસ્તાનમાં ૫.૫ બિલિયન ડોલરનું રોકાણ કરવા માટે મેમોરેન્ડમ ઓફ અન્ડર સ્ટેડીંગ પર બંને દેશોએ હસ્તાક્ષરો પણ કર્યા હતા. જે કોઈ પણ બીજા દેશ કરતાં વધુ છે.

બીજી તરફ હમાસ ઇઝરાયલ યુદ્ધમાં શરૃઆતમાં અમેરિકાએ ઇઝરાયલને સંપૂર્ણ ટેકો જાહેર કરતાં સઉદી અરબસ્તાન સહિત મુસ્લીમ દેશોમાં અમેરિકા વિરોધી મોજુ ઊભું થતાં તેનો લાભ લઇ ચીન મુસ્લીમ દેશોમાં વધુને વધુ પગ પેસારો કરવા આતુર થયું હતું. પરંતુ અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બિલ્કક્નેને બબ્બે વખત મધ્ય પૂર્વની મુલાકાત લઇ પરિસ્થિતિ સંભાળવા પ્રયત્નો કર્યા હતા. જેમાં તેઓને આંશિક સફળતા પણ મળી હતી. જ્યારે ચીનના વિદેશ મંત્રી વાંગે હજી સુધી એક પણ આરબ દેશની મુલાકાત લીધી નથી. ઉપરાંત, ચીન તરફથી હમાસને ખાસ પ્રમાણમાં માનવીય સહાય પણ મોકલવામાં આવી નથી. ચીન કરતાં ભારતે હમાસને વધુ માનવીય સહાય મોકલી છે જે સઉદી અરબસ્તાન સહિત તમામ મુસ્લીમ દેશોએ નોંધ્યું છે.

છેલ્લે કતારમાં અમેરિકાએ જ નેતૃત્વ લઇ હમાસ ઇઝરાયલ યુદ્ધમાં ૪ દિવસનો શસ્ત્ર વિરામ ઇઝરાયલના કેટલાક મંત્રીઓના વિરોધ છતાં જાહેર કરાવી ત્યાં માનવીય સહાય વધુમાં વધુ પ્રમાણમાં પહોંચી શકે તેવી વ્યવસ્થા કરાવી અમેરિકાએ ચીનના હાથમાંથી બાજી ખેંચી લેતાં બાયડેને શી જિનપિંગની મુસ્લીમ દેશોમાં પગ પેસારો રોકવાની બાજી ઊંધી વાળી દીધી છે.