Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
આયરલેન્ડના પાટનગરમાં પાંચ લોકો પર ચાકુથી હુમલો
ડબલીનમાં ચાકૂથી હુમલા બાદ તોફાનો ફાટી નીકળ્યા
રોષે ભરાયેલા લોકોએ ઠેર-ઠેર આગચંપી કરી, સ્થાનિક લોકોએ દરમિયાનગીરી કરીને હુમલાખોરને કાબૂમાં કર્યો
25/11/2023 00:11 AM Send-Mail
યુરોપિયન દેશ આયરલેન્ડની રાજધાની ડબલિનમાં પાંચ લોકો પર ચાકુ વડે હુમલો થયો હતો.જેમાં સ્કૂલના ત્રણ બાળકોનો સમાવેશ થતો હતો.એ બાદ ડબલિનમાં તોફાનો ફાટી નીકળ્યા હતા અને રોષે ભરાયેલા હજારો લોકોએ ઠેર ઠેર આગચંપી કરી હતી.

પોલીસનુ કહેવુ છે કે, બપોરે દોઢ વાગ્યાની આસપાસ ડબલિનના પાર્નેલ સ્કેવયર નામના વિસ્તારમાં એક વ્યક્તિએ ચાકુ વડે હુમલો કર્યો હતો.જેમાં પાંચ લોકો ઘાયલ થયા હતા.સ્થાનિક લોકોએ દરમિયાનગીરી કરીને હુમલાખોરને કાબૂમાં કર્યો હતો.ઘાયલ થયેલામાં પાંચ થી ૬ વર્ષના ત્રણ બાળકો પણ છે.

આ ઘટના બાદ લોકોનો રોષ ફાટી નિકળ્યો હતો.હુમલો કરનાર વ્યક્તિ માઈગ્રન્ટ હોવાનો દાવો સોશિયલ મીડિયા પર કરવામાં આવ્યો હતો અને એ પછી લોકો રસ્તા પર ઉતર્યા હતા અને વાહનોને આગ ચાંપવા માંડી હતી.એક હોટલ અને રેસ્ટોરન્ટમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. બીજી તરફ પોલીસે કહ્યુ હતુ કે, તોફાન કરનારાઓમાં જમણેરી વિચારધારા સાથે જોડાયેલા લોકો સામેલ છે.આ તોફાનોમાં પોલીસની એક ગાડી પણ સળગાવી દેવામાં આવી છે. ડબલિનમાં એમ પણ છેલ્લા કેટલાક સમયથી માઈગ્રન્ટસને દેશમાં વસાવવા સામે લોકો દેખાવો કરી રહ્યા છે અને તેમાં ગઈકાલની ઘટનાએ બળતામાં ઘી હોમવા જેવુ કામ કર્યુ છે. પોલીસનુ કહેવુ છે કે, આ હુમલાની તપાસ ચાલુ છે અને અમે તમામ શકયતાઓની ચકાસણી કરી રહ્યા છે.

યુએસમાં મોબાઈલ નેટવર્ક ૧૩ કલાક ઠપ્પ થઈ ગયું : સાઈબર એટેકની ચર્ચા

અઝરબૈજાનનો પાકિસ્તાનથી ફાઈટર જેટ્સ ખરીદવા કરાર

ભારતીયોને રશિયા યુક્રેન યુદ્ઘમાં લડવા મજબુર કરાતાં વિદેશ મંત્રાલયની સંઘર્ષથી દુર રહેવાની સલાહ

અમેરિકાએ યુએનમાં ત્રીજી વખત વીટો પાવરનો ઉપયોગ કરીને ગાઝા યુદ્ઘવિરામ પ્રસ્તાવને ફગાવ્યો

ડ્રેગને ભૂતાનની જમીન પચાવી : તિબેટિયનોના ત્રણ ગામ વસાવ્યા, ભારત માટે ખતરારૂપ

જાપાન - બ્રિટનમાં મંદી : યુદ્ઘ છતાં રશિયાની અર્થવ્યવસ્થા મજબૂત કેવી રીતે?

ચીનમાં વિચિત્ર હવામાન.. એક તરફ રેતીનું તોફાન, બીજી તરફ ભયંકર હિમવર્ષા, પારો ૩૦ ડિગ્રી ગગડયો

જાપાનના વૈજ્ઞાનિકો લિગ્નોસેટ નામનો લાકડાનો સેટેલાઇટ લોન્ચ કરશે