Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
નડિયાદ નજીકની શેઢી નદીમાંથી રેત માફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખનન થતું હોવાની ભાજપના ધારાસભ્યની રજૂઆત
ખેતરો ભાડે લઇને કરાતા ગેરકાયદે ખનનના કારણે ચોમાસામાં નદીનું વહેણ બદલાતા ગામમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા
25/11/2023 00:11 AM Send-Mail
ધારાસભ્યની વાતને ખોટી ઠેરવતું તંત્ર ! નદી તટમાં તુરંત તપાસમાં કોઇ વાહન ન મળ્યા આવ્યાની ખાણ-ખનિજ વિભાગની કેફિયત
મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહીડાને શેઢી નદીના તટમાં રેત માફિયાઓ દ્વારા થયેલ ગેરકાયદે રેત ખનનના કારણે ચોમાસામાં નદીના પાણી મરીડા, વાલ્લા, હાથજ ગામમાં ઘૂસી જવાથી ભારે નુકસાન થયાના આક્ષેપ સાથે ખાણ-ખનિજ વિભાગને લેખિત રજૂઆત કરી હતી. ત્યારબાદ વિભાગ હરકતમાં આવ્યું હતું. આ મામલે જિલ્લા ખાણ-ખનિજ વિભાગનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, ધારાસભ્યની રજૂઆતના પગલે ત્રણેય ગામોમાં ગામના સરપંચ, સભ્ય સહિત પંચોની સાથે નદીના તટમાં તુરંત તપાસ કરવામાં આવી હતી. પરંતુ આ દરમ્યાન કોઇપણ સ્થળે નદીમાં તાજું ખનન થયાનું સામે આવ્યું નહતું અને આ પ્રવૃતિમાં સંકળાયેલ કોઇ વાહન પણ નદી તટમાં મળી આવ્યું નહતું.

ખેડા જિલ્લાના હાથજ, નવાગામ, મરીડા તેમજ વીણા ગામ પાસેથી પસાર થતી શેઢી નદીના તટમાં રેત માફિયાઓ દ્વારા કરાતા ગેરકાયદેસર ખનન સામે જિલ્લા ખાણ-ખનિજ વિભાગની મીઠી નજર હોવાનો સણસણતો આક્ષેપ મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહીડાએ કર્યો હતો અને નદીના તટમાં થઇ રહેલ ગેરકાયદે રેતી ખનનને સત્વરે અટકાવવા તંત્રને તાકિદ કરી હતી. સાથોસાથ ગેરકાયદે ખનન પ્રવૃતિ નહીં અટકે તો સમગ્ર મામલે મુખ્યમંત્રીને રજૂઆત કરવાની પણ તેઓએ ચીમકી ઉચ્ચારી હતી.

નડિયાદ પાસેના બિલોદરા ગામ નજીકથી પસાર થતી શેઢી નદીમાંથી રેતી કાઢવા માટે ભૂતકાળમાં ખાણ-ખનિજ વિભાગ દ્વારા લીઝ આપવામાં આવી હતી. પરંતુ લીઝઘારકો નદીમાંથી મોટા પ્રમાણે ગેરકાયદે રીતે રેતી ચોરીને, સરકારમાં રોયલ્ટી ભરતા ન હોવાના ગંભીર આક્ષેપો થયા હતા. જેના કારણે છેલ્લા સાત વર્ષની બિલોદરા નજીકની શેઢી નદીમાંથી રેતીની લીઝ આપવાનું ખાણ-ખનિજ વિભાગ દ્વારા બંધ કરાયું છે.

જો કે રેતી માફિયાઓ દ્વારા બિલોદરાના સ્થાને નડિયાદના વીણા, હાથજ, નવાગામ અને મરીડા પાસેથી પસાર થતી શેઢી નદીના પટમાં તંત્રની રહેમનજર હેઠળ ગેરકાયદે ખનન કરીને રેતી ચોરી જવાની બેરોકટોક પ્રવૃતિ આદરી હતી. જેમાં ખાસ કરીને રાત્રિના સમયે જેસીબી, હિટાચી, ટ્રેકટર સહિતના વાહનો સાથે રેત માફિયાઓ નદીમાંથી ગેરકાયદે ખનનથી રેતી ઉસેટતા હોવા છતાંયે તંત્ર દ્વારા કોઇ નકકર કાર્યવાહી કરવામાં આવી નહતી. નદીના તટમાં ગેરકાયદે ખનનના કારણે વહેણ બદલાઇ જતા ગત ચોમાસામાં શેઢી નદીમાં આવેલા પૂરના પાણી કાંઠાના નવાગામ,હાથજ, વાલ્લા, મરીડા અને વીણા ગામમાં ઘૂસી ગયા હતા. આ સમયે મદદે પહોંચેલા ધારાસભ્ય સંજયસિંહ મહીડાને ગ્રામજનોએ નદીમાં ગેરકાયદે ખનનના કારણે સ્થિતિ સર્જાઇ હોવાની રજૂઆત કરી હતી. આ ગંભીર સમસ્યા અંગે ધારાસભ્યએ તપાસ કરતા ગરીબ ખેડૂતોના ખેતર ભાડે લઇને રેત માફિયા નદીના તટમાં ગેરકાયદે ખનન કરતા હોવાની વાત ઉજાગર થવા પામી હતી. આ ગંભીર મામલે ધારાસભ્યએ જિલ્લા ખાણ-ખનિજ વિભાગમાં લેખિત રજૂઆત કરી હતી. જેમાં રેતમાફિયાઓ સામે સત્વરે કાર્યવાહી અને અસરગ્રસ્ત ગામોની સ્થળ તપાસ કરવા તાકિદ કરી હતી.

નડિયાદ સંતરામ મંદિરમાં ત્રિદિવસીય મહા પૂનમના મેળાનો પ્રારંભ: આજે સાકર વર્ષા થશે

સીંજીવાડામાં ગટરલાઇનની પાઇપો પ્લાન મુજબ ન નંખાતા સ્થાનિકોનો હોબાળો

ગળતેશ્વર : મીઠાના મુવાડા ગામે ૪ વર્ષ અગાઉ પ્રા.શાળાના ઓરડા તોડી પાડયા બાદ નવા બનાવવાની ફાઇલ અભરાઇએ !

નડિયાદના બિસ્માર બસ સ્ટેન્ડની હાલત સુધારવા કોંગ્રેસની માંગ

ખેડા જિલ્લા હોમગાર્ડઝ જવાનોનો ગત માસનો પગાર તિજોરી કચેરીમાં અટવાયો!

ખેડા જિલ્લામાં બિનખેતી મિલ્કત વેરાના ૪ કરોડથી પણ વધુ ઉઘરાવવાના બાકી !

નડિયાદ : વીમા કંપનીએ સેવા આપવામાં ખામી આચરેલ છે, ફરિયાદીને ૭ ટકા વ્યાજ સાથે રકમ ચૂકવો-ગ્રાહક કોર્ટ

મહેમદાવાદ : ૮ વર્ષ અગાઉ ક્રેડિટ સોસાયટીમાંથી વ્યવસાય માટે લીધેલ ધિરાણ પેટેનો ચેક પરત થતા એક વર્ષની કેદ, ૬ લાખ