Sardar Gurjari

બુધવાર, તા. ૧૧ ડિસેેમ્બર, ૨૦૨૪, માગશર સુદ ૧૧, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૧૭૪

મુખ્ય સમાચાર :
સાચો માણસ
કોઇ ડોક્ટર લ્યો કે એન્જિનિયર, અધ્યાપક લ્યો કે વકીલ, વૈદ્ય લ્યો કે કારીગર એ બધા એમના ક્ષેત્રોમાં પાવરધા ભલે રહ્યા, પણ માણસ તરીકે તેઓ કેટલી ઊંચાઇ સર કરી શક્યા છે, તેનો ગ્રાફ મેળવવો જોઇએ. જગતમાં થોડી ઓછી જાણકારી હશે તો ચાલશે, પણ માણસાઇનો દુકાળ આપણને એકવીસમી સદીમાં હોવા છતાં પાષાણયુગ તરફ લઇ જશે, એ વાત ભુલાવી ન જોઇએ
26/11/2023 00:11 AM Send-Mail
એક શ્રીમંતે પચ્ચાસેક લાખ રૂપિયા ખર્ચી એક બંગલો બનાવ્યો. ડ્રોઇંગરૂમ, બેડરૂમ, પૂજારૂમ, રસોડું બધા જ કમરાઓ ધ્યાન રાખી રાખીને લેટેસ્ટ બનાવ્યા છે. છ મહિના પછી એ બંગલાની પેપરમાં જાહેરાત વાંચવા મળી કે ‘વેચવાનો છે’ મને થયું શું કારણ હશે? મેં કારણ જાણ્યું, તો મકાનમાલકણને બગીચાની જગ્યા થોડી ઓછી પડતી હતી અને બંગલો વેચાયો. માણસને એની ભૌતિકતાનો સંતોષ નથી જ નથી, એ ગમે તેવું કમાય, ગમે તે મેળવે, એને પોતાને જ એનો સંતોષ નથી. આ વાત પ્રત્યેક વ્યક્તિ માટે લગભગ સાચી હોવાની. પડોશીના બગીચાના ગુલાબમાંથી આપણને શા માટે દુર્ગંધ આવતી હશે? પડોશનો વિકાસ આપણે કેમ સહી શકતા નથી? પડોશીના આંગણે ઊભેલી ગાડી આપણને કેમ નડે છે? પડોશીના ત્યાં આવતી ટપાલ વિશે આપણને કેમ કુતૂહલ રહે છે? આજે શિક્ષણ વધ્યું છે. માણસ ઘણું બધું જાણતો થયો છે. મનની ભીતરની ખણખોદ વધી છે. વિશ્વ નાનું થતું જાય છે, છતાં મનમર્કટ તો હજી ત્યાં ને ત્યાં જ છે. મોકો મળતાં એ તો એના સ્વભાવ પ્રમાણે કૂદાકૂદ કરે જ છે.

ભણેલો માણસ દાદરો ચઢતાં-ચઢતાં પાનની પિચકારીઓ મારે અને રસ્તે ચાલતાં-ચાલતાં વચ્ચે જ થૂંકે, એને શું કહીશું? વૃક્ષ ઉપરથી કારણ વગર પાંદડા તોડનારને કેવો ગણીશું? રસ્તે જતાં હો અને પાણીનો ચાલુ રહી ગયેલો નળ દેખાય, તો બંધ કરવાની તસ્દી કેમ લેતાં નથી? ચાલુ રહી ગયેલા પંખાલાઇટ બંધ કરવાની આપણે દરકાર રાખતા કેમ નથી? કોઇ નથી જોતું છતાં ટીવી ચાલ્યા જ કરે છે, એનો ખ્યાલ કેમ રહેતો નથી? બીજાને નુકસાન થશે, એવી ખબર હોય છતાં એને ચેતવવાની આપણને ચિંતા કેમ થતી નથી? તથ્યવિહીન વાતો અને અફવાઓને આગળ વધારવામાં આપણે ક્યાંક કારણભૂત તો નથીને? તોફાનોની વચ્ચે માણસ વિવેક ચૂકે છે, અસલામતીનો અહેસાસ કરે છે. હાથમાં પથ્થર લઇ એને શું પ્રાપ્ત કરવું છે? આપણે આપણું આંગણું સાફ કરીએ છીએ, પણ કચરો બધો બીજાના આંગણે નંખાવીએ છીએ-નાખીએ છીએ. આપણે બીજાની ચીજવસ્તુઓની ગણતરી કર્યાકરીએ છીએ. એમ કરવાથી આપણી વસ્તુઓ વધવાની નથી, છતાં એ પ્રવૃત્તિ આપણે બંધ જ કરતા નથી. આપણને આપણા ફાનસની ચિંતા નથી, બીજાનો બલ્બ કેમ વધુ પ્રકાશ આપે છે, એની ચિંતા વધુ છે. આપણે સૌ બિનજરૂરી બીનાઓના ભાર નીચે ચગદાઇ રહ્યા છીએ. આપણને શા માટે કોઇની છોકરી ભાગી ગયાની ઘટનામાં મજા પડે છે? આપણને શા માટે બીજાને સંકટ આવે એવું ઇચ્છીએ છીએ? આપણે આપણા અધિકારમાં આવતા પરિસરને કેમ ચોખ્ખો ચંદન જેવો રાખી શકતા નથી? આપણે શા માટે બે છાવણીઓ ઊભી કરીએ છીએ? બંનેને શા માટે છાવરીએ છીએ? શું કરવું છે આપણે? શું મેળવવું છે આપણે? આપણે શા માટે કૃતજ્ઞતાને સહારે જઇએ છીએ! આપણે અનર્થોની કેડી ઉપર ચાલીએ છીએ અને અનર્થોની પગલીઓ પાડીએ છીએ. ભણતર અને જ્ઞાન આપણા જીવનને કેમ ઉપયોગી બની શક્યા નથી? અમુક-અમુક માણસ અમુક-અમુકના પક્ષમાં ગયો, આમ કહેતો હતો અને તેમ કહેતો હતો, એ મરી ગયો, એ ફસાયો આવી અનેક ઘટનાઓ આપણને શા માટે આકર્ષ છે? આપણે દરેક ઘટનાઓ સારાસારના વિવેકથી જોઇ શકીએ છીએ ખરા? આપણે તો પ્રમાણપત્રો ફાડી આપનારા સત્તાધીશો છીએ કે શું? ફલાણો આવો ને ઢીંકણો આવો, તેવો, એમ કહેવાની આપણને સત્તા કોણે આપી? આપણા માનદંડો છેવટના હોય ખરા? આપણે કેમ ક્યારેક કોઇનું સારું સહી શકતા નથી? આપણે એકવીસમી સદી સુધી પહોંચ્યા. દીવાલો, દરિયા, ડુંગરા ભેદીભેદીને આપણે લાખો માઇલ દૂર બેઠેલા માણસને મળતા થયા. વિકાસ કર્યો. ધરતી-આકાશને આપણી એડી નીચે દબાવ્યા, ગુલામ બનાવી રહ્યા છીએ, છતાં આપણે પ્રકૃતિ ઉપર આપણે આપણો કાબૂ કેમ રાખી શકતા નથી? આપણે સારા થવાના પ્રયત્નો-દેખાડા કરીએ છીએ, પણ સારા થઇ શક્યા છીએ ખરા?

કોઇ ડોક્ટર લ્યો કે એન્જિનિયર, અધ્યાપક લ્યો કે વકીલ, વૈદ્ય લ્યો કે કારીગર એ બધા એમના ક્ષેત્રોમાં પાવરધા ભલે રહ્યા, પણ માણસ તરીકે તેઓ કેટલી ઊંચાઇ સર કરી શક્યા છે, તેનો ગ્રાફ મેળવવો જોઇએ. જગતમાં થોડી ઓછી જાણકારી હશે તો ચાલશે, પણ માણસાઇનો દુકાળ આપણને એકવીસમી સદીમાં હોવા છતાં પાષાણયુગ તરફ લઇ જશે, એ વાત ભુલાવી ન જોઇએ. પ્રત્યેક ઘટનાઓ-સમૂહોમાં ‘માણસ’નો જે અકાળ અનુભવાય છે, એની અત્યારે તો ચિંતા છે. આજે તો પ્રભુને પ્રાર્થીએ કે હે પ્રભુ! મને માણસ બનાવ-સાચો માણસ!!

સાઉદી અરબ : મુંબઇ શહેર કરતા પણ વિશાળ જગ્યામાં ફેલાયેલું છે કિંગ ફહદ ઇન્ટરનેશનલ એરપોર્ટ

ઇનોવેશન : સૂર્યના કિરણો અને કાચના ઉપયોગથી તૈયાર કરાતા અદ્દભૂત ચિત્રો

રાજસ્થાન : વરરાજાની જેમ સજીધજીને ઘોડી પર સવાર થઇને લગjમંડપે પહોંચી નવવધૂ

છતરપુર : સવારે શાળામાં બાળકોને ભણાવતા શિક્ષક સાંજે પોતાના સલૂનમાં ગ્રાહકોના વાળ કાપે છે

બાબા વેંગા અને નાસ્ત્રેદમસે કરી હતી ભવિષ્યવાણી ! વિશ્વમાં વિનાશના પગરણ, ર૦રપમાં વધશે મુસીબતો

ભારત-રશિયાના સંબંધોનું સાક્ષી છે ઝારખંડનું શહેર, અહીં છે બલિર્ન યુદ્ઘની ઐતિહાસિક પ્રતિમા

બિહાર : પ ફુટ પહોળી અને ૮૦ ફુટ લાંબી જમીનમાં યુવાને બનાવી દીધી ૬ માળની ઇમારત

આંધ્રપ્રદેશના ગામનું નામ છે ‘દીપાવલી’, અહીં પાંચ દિવસ સુધી થાય છે પર્વ ઉજવણી