Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
નડિયાદના નાગરિકને કૂતરું કરડતા વળતર ચૂકવવા અને જવાબદારો સામે કાર્યવાહીની મુખ્યમંત્રીને ઘા
વ્યવસાયી ગૌરાંગ કાપડીયાને કૂતરું કરડતા સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી
26/11/2023 00:11 AM Send-Mail
શહેરોમાં ઓવરબ્રિજ નીચે જાળીવાળા ઢોરવાડા બનાવવા જોઇએ
નડિયાદમાં કૂતરું કરડયાની ઘટના અંગે રજૂઆત કરનાર જાગૃતજને જણાવ્યું હતું કે, સરકારે દરેક શહેરમાં આવેલા ઓવરબ્રિજ નીચે જાળીવાળા ઢોર, કૂતરાં રાખવાના હાઉસ બનાવવા જોઇએ. જયાં જીવદયા અને પશુપ્રેમીઓ રોટલા, ઘાસચારો, પાણી સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવે. જેના કારણે શહેરોમાં રખડતા ઢોરોનો આતંક ઘટશે અને પશુપ્રેમી-જીવદયાપ્રેમીઓને ઢોરો માટે કામગીરી કર્યાનો સંતોષ સાંપડશે.

રખડતા ઢોરો અને કૂતરાના આતંકનો ભોગ બનનારને વળતર ચૂકવવા તેમજ જવાબદારો સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ થવા પામી છે. હાઇકોર્ટ દ્વાર અગાઉ આ મામલે સરકાર-પાલિકાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હવે જાગૃત નાગરિકો પણ આ મામલે સરકારને રજૂઆત કરી રહ્યા છે. જેમાં નડિયાદના અમદાવાદી બજારમંા રહેતા વ્યવસાયી ગૌરાંગભાઇ કાપડીયાએ નડિયાદ પાલિકાના ચીફ ઓફિસર અને મુખ્યમંત્રીને સંબોધીને કૂતરું કરડયા બદલ વળતર આપવા અને જવાબદાર સામે કાર્યવાહીની રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે, છેલ્લા ઘણા સમયથી શહેરમાં રખડતા ઢોર, કૂતરાંના લોકો પર હૂમલા વધી રહ્યા છે. ગત ૯ ઓકટો.ના રોજ તેઓને કૂતરું કરડતા સિવિલ હોસ્પિટલ,નડિયાદમાં સારવાર લેવી પડી હતી. કોર્ટ દ્વારા નાગરિકોની સુરક્ષા માટે સરકારને સૂચન કરાયું છે. પરંતુ પશુપાલકો, જીવદયા સંગઠનો વગેરે ગાય-કૂતરાંને રોકવા કાયદાનો અમલ કરવામાં અડચણો ઉભી કરતા હોવાનું પણ જણાવ્યું હતું. પૂર, ટ્રેન કે બસ અકસ્માતમાં અસરગ્રસ્તોને વળતરની જેમ કૂતરાં સહિત પશુઓના હૂમલાનો ભોગ બનનારને વળતર ચૂકવવા પણ માંગણી કરી હતી.


નડિયાદ સંતરામ મંદિરમાં ત્રિદિવસીય મહા પૂનમના મેળાનો પ્રારંભ: આજે સાકર વર્ષા થશે

સીંજીવાડામાં ગટરલાઇનની પાઇપો પ્લાન મુજબ ન નંખાતા સ્થાનિકોનો હોબાળો

ગળતેશ્વર : મીઠાના મુવાડા ગામે ૪ વર્ષ અગાઉ પ્રા.શાળાના ઓરડા તોડી પાડયા બાદ નવા બનાવવાની ફાઇલ અભરાઇએ !

નડિયાદના બિસ્માર બસ સ્ટેન્ડની હાલત સુધારવા કોંગ્રેસની માંગ

ખેડા જિલ્લા હોમગાર્ડઝ જવાનોનો ગત માસનો પગાર તિજોરી કચેરીમાં અટવાયો!

ખેડા જિલ્લામાં બિનખેતી મિલ્કત વેરાના ૪ કરોડથી પણ વધુ ઉઘરાવવાના બાકી !

નડિયાદ : વીમા કંપનીએ સેવા આપવામાં ખામી આચરેલ છે, ફરિયાદીને ૭ ટકા વ્યાજ સાથે રકમ ચૂકવો-ગ્રાહક કોર્ટ

મહેમદાવાદ : ૮ વર્ષ અગાઉ ક્રેડિટ સોસાયટીમાંથી વ્યવસાય માટે લીધેલ ધિરાણ પેટેનો ચેક પરત થતા એક વર્ષની કેદ, ૬ લાખ