Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
નડિયાદ : મહેળાવની ત્રિપુટીએ ૧૮ લાખ લઈ જમીન વેચાણ દસ્તાવેજ ન કરી આપતા ફરિયાદ
૨૨ ગુંઠા જમીનનો સોદો ૩૦ લાખમાં થયો હતો, ૧૪ લાખ ત્રણ ચેકથી અને ૪ લાખ રોકડા ચૂકવવા છતાં વેચાણ દસ્તાવેજ કરી આપ્યો નહોતો
26/11/2023 00:11 AM Send-Mail
પેટલાદ તાલુકાના મહેળાવની ત્રિપુટીએ નડિયાદના વકીલને જમીન વેચાણ આપવાનું જણાવીને રૂા. ૧૮ લાખ લઈને બાદમાં પાકો વેચાણ દસ્તાવેજ ન કરી આપતા સમગ્ર મામલે વકીલે નડિયાદ ટાઉન પોલીસમાં ત્રિપુટી સામે ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી અનુસાર નડિયાદ શહેરમાં નવા રાવપુરામાં વહેરાઈ માતાના ખાંચામાં રહેતા ૬૫ વર્ષિય નરેશભાઈ ઘનશ્યામભાઈ બારોટ વકીલના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓને વર્ષ ૨૦૧૭માં પોતાના માતા અને અન્ય મિત્રો માટે જમીન વેચાણ લેવા માટે શોધમાં હતા. આ દરમ્યાન તેમણે મહેળાવમાં રહેતા તેમના મિત્ર જતીન કનુભાઈ પટેલને વાત કરી હતી. જેથી જતીન પટેલે પોતાના ભાઈ જીગjેશ પટેલ સાથે સંયુક્ત માલિકીની મહેળાવ સીમમાં આવેલ જમીન ખાતા નં. ૨૬૬૧ના રે.સર્વ બ્લોક નં. ૨૫૦૯ની ૨૨ ગુંઠા જગ્યા બતાવી હતી. આ જમીન નરેશ બારોટને પસંદ પડતા તેનો ૩૦ લાખ વેચાણ ભાવ નક્કી કરાયો હતો. જ્યારે જમીન ખાતા નં. ૨૬૬૧ના રે.બ્લોક સર્વ નં. ૨૭૬૬ના ૪૧ ગુંઠાવાળી જગ્યા પણ બતાવતા તેનો ૪૦ લાખમાં સોદો નક્કી કર્યો હતો. ૨૦૧૭માં આ બંને જગ્યા નરેશભાઈને પોતાના માતા અને મિત્રોના નામે વેચાણ લેવાનું નક્કી કર્યું હતું. જતીન અને જીગ્નેશે આ બંને જમીનના ૧૪ લાખ બાના પેટે માંગ્યા હતા. જેથી નરેશભાઈએ પોતાના અને માતાના જોઈન્ટ એકાઉન્ટના ૩ ચેક આપી ૧૪ લાખ ચૂકવી આપ્યા હતા. આ પછી બંને જમીનના વેચાણ બાનાખત આણંદ જિલ્લાના પેટલાદ સબ રજીસ્ટ્રાર કચેરીમાં કરાયા હતા.

આ પછી જમીન વેચાણ કરનાર જતીન પટેલ,કામિનીબેન જતીન પટેલ અને જીગjેશ પટેલ નરેશભાઈના ઘરે આવતા જતા હતા અને યોગ્ય સમયે જમીનનું વેચાણ કરી આપશે તેમ જણાવતા હતા. બાનાખત કર્યાના ૭ મહિના બાદ નરેશભાઈ પોતાના અન્ય મિત્ર સાથે ઘરે હતા તે વખતે ઉપરોક્ત ત્રણેય લોકો નરેશભાઈના ઘરે પહોંચ્યા હતા. જ્યાં નરેશભાઈ પાસે જમીનના કાગળો ક્લિયર કરવા માટે ૪ લાખની માંગણી કરી હતી. જેથી નરેશભાઈએ મિત્રની હાજરીમાં ૪ લાખ ચૂકવ્યા હતા. આમ લગભગ ૧૮ લાખ રૂપિયા ચૂકવ્યા બાદ પણ હજુ સુધી જમીનનો પાક્કો દસ્તાવેજ ત્રણેય ઈસમોએ નરેશભાઈને કરી આપ્યો નથી. જેથી નરેશભાઈએ જતીન પટેલ, કામિનીબેન પટેલ અને જીગjેશ પટેલ (ત્રણેય રહે. મહેળાવ) વિરૂદ્ઘ નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ખેડામાં ગ્રાહકના સ્વાંગમાં જ્વેલર્સની દુકાનમાંથી ૧૨.૨૫ લાખના દાગીનાનો ડબ્બો ચોરી જનાર ત્રણ ઝડપાયા

ગળતેશ્વર : ખેડૂત તરીકેની મિત્રતાના નાતે ઉછીના ર.૩૮ લાખ બદલનો ચેક પરત ફરતા ૧૮ માસની કેદ

નડિયાદ નજીક એક્સપ્રેસ-વે પર બોલેરો ચાલકને છરાની અણીએ લૂંટનાર ત્રણ પૈકી બે ડફેર ઝડપાયા

વાંઠવાડીની ૨૪ ગુંઠા જમીનનો વેચાણ બાનાખત કર્યા બાદ અન્યને વેચી મારતાં પરિવારના ૬ વિરૃદ્ધ ફરિયાદ

કપડવંજના લેટરમાં રસ્તે જવા દેવા મુદ્દે માતા-પુત્રીને દંપતિએ માર મારતાં ફરિયાદ

મહેમદાવાદ: નેનપુરની યુવતીને ઓનલાઈન વર્ક આપવાના બહાને ગઠિયાએ રૂા.૯૪ હજાર પડાવી લેતા ફરિયાદ

કઠલાલ : લેણી રકમ ૩.પ૦ લાખ પેટે આપેલ ચેક સહીની ભૂલના કારણે રીટર્ન કેસમાં એક વર્ષની કેદ

ડાકોર પાસે એક્ટિવા સ્લીપ ખાતા અમદાવાદના યુવકનું મોત, પિતરાઈ ભાઈ ઘાયલ