કમોસમી વરસાદથી રાજયમાં ૧૭ના મોત
મહેસાણામાં ઝાડ નીચે દબાઇ જતા એક રીક્ષાલચાકનું મોત અન્ય ૧૬ પર વીજળી પડવાનો ભોગ બન્યા : વીજળી પડવાથી અનેક પશુઓના પણ મોત
રાજયમાં હવામાન વિભાગની આગાહીને પગલે આજે સવારથી જ અનેક જિલ્લામાં વરસ્યો હતો. આ વચ્ચે અનેક જગ્યાએ વીજળી પડતા ૧૪ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઉપરાંત વીજળી પડવાથી અનેક પશુઓના પણ મોત થયા હતા. મહેસાણાના કડી,અમરેલીના જાફરાબાદ,બોટાદના બરવાળા તેમજ ભરૂચ, સુરેન્દ્રનગર, સાબરકાંઠાના ઇડર, તાપી, દાહોદ,બાવળા અન વિરમગામમાં પણ વીજળી પડવાથી મોત થયાના સમાચાર સામે આવ્યા છે.બીજી બાજુ ભારે પવનના કારણે મહેસાણામાં ઝાડ નીચે દબાઇ જતા એક રીક્ષાલચાકનું મોત થયું છે.
મહેસાણાના વિજાપુર તાલુકાના દેવડા ગામે રહેતા ૨૯ વર્ષીય જીતેન્દ્ર રાજેશભાઇપરમાર પોતાની રીક્ષા લઇ કુકરવાડાથી ત્રણ મુસાફરોને બેસાડી પોતાના ગામ જઇ રહ્યા હતા. એ દરમિયાન સોખડા ગામે પહોંચતા ભારે પવન અનેવરસાદને કારણે રોડ પર પસાર થઇ રહેલી રીક્ષા પર એકાએક ઝાડ પડયું હતું. જેથી ઝાડની નીચે દબાઇ જતા રીક્ષાચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું.
મહેસાણના જિલ્લામાં પણ વહેલી સવારથી જ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કડી પંથકમાં કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકયો હતો. આ વચ્ચે કડી તાલુકાના શિયાપુરા ગામે ખેતરમાં ખેતી કામ કરતાં ઠાકોર સંજય વિષ્ણુજી પર વીજળી પડતા તેમનું મોત થયું છે.
સુરેન્દ્ર નગરના ભાણેજડા ગામે વીજળી પડવાથી એક યુવાનનું મોત થયું હતું. કુલદીપભાઇ ભાંભળા નામના યુવકનું સ્થળ પર જ મોત થયું હતુું.આજે વહેલી સવારે પોતાના પશુઓ લઇને ગામની સીમમાં પશુ ચરાવવા જતા ત્રણ ભેંસઅને એક ગાયની સાથે યુવાનનું પણ મૃત્યુ થયું હતું.
બોટાદ જિલ્લાના બરવાળા પંથકમાં કમોસમી વરસાદના કારણે વિજળી પડી હતી. જેથી એક યુવકે જીવ ગુમાવ્યો છે. બરવાળા તાલુકાના નવાડા ગામ અને અમદાવાદના ધોલેરા તાલુકાના દેવપરા ગામ વચ્ચે એક બાઇકચાલક પર વીજળી પડતા૨૨ વર્ષીય યુવકનું મોત થયું છે. હેબતપુર ગામના રાકેશભાઇ ધરેજીયા નામ યુવાનનું મોત થયું હતું.
અમરેલીમાં જિલ્લામાં પણ સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. આ વચ્ચે જાફરાબાદમાં રોહિસા ગામમાં ૧૬ વર્ષીય કિશોર પર વીજળી પડી હતી. કિશોરવાડી વિસ્તારમાં વરસાદથી પાક પલળી ન જાય તે માટે તાલપત્રી ઢાંકતો હતો. ત્યારે તેના પર વિજળી પડી હતી.તેને હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે કિશોરનું મોત થયું હતું.
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં બપોરે ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. દરમિયાન કાબસો ગઢા ગામે ખેતરમાંકામ કરતા ૫૬ વર્ષીય કમળાબેન છગનભાઇપરમાર પર વીજળી પડતા સ્થળ પર મોત નિપજયું હતું.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો હતો. ત્યારે વાવના મોરખા ગામે વિજળી પડતા બાળકી અને એક ભેંસનું મોત થયું હતું. તેમજ ખીમાણાવાસ ગામમાં વીજળી પડતા એક ભેંસનું મોત પાલનપુરના મલાણા ગામે વીજળી પડતા એક ગાયનું મોત થયું છે.
ભરૂચના હાંસોટમાં રહેતા આદિવાસી પરિવારના ૫૫ વર્ષીય ભૂરીબેન માછીમારીનો ધંધો કરીપોતાનું ગુજરાન ચલાવતાહોય આજે સવારે આલિયાબેટ ખાતે માછીમારીકરવા માટે એમના પુત્રના પુત્ર ૧૪ વર્ષીય આકાશ કુમાર રાઠોડ સાથે ચાલતા જઇ રહયા હતા. ત્યારે અચાનક વિજળી પડતા બંનેના ઘટનાસ્થળે મોત નિપજયા હતા.
તાપી જિલ્લામાં સોનગઢ તાલુકાના ગુંદી ગામે ખેતરમાં કામ કરતી મહિલા કુસુમ વસાવા પર વીજળી પડતા તેઓનું મોત થયું હતું. તો બીજા બનાવમાં સોનગઢ તાલુકાના ખાંભલા ગામે અર્જુન ગામીતનું પણ વિજળી પડવાથી મોત નિપજયું હતું. બીજી તરફ વિરમગામના કુમારખાણ ગામે વિજળી પડવાથી મોત થયું હતું. તેમજ બાવળાગામમાં એકનું વિજળી પડવાથી મોત થયું છે.
સુરતના બારડોલી તાલુકામાં વીજળી પડતા એક મહિલાનું મોત નિપજયું હતું. જયારે અન્ય મજૂરોને ગંભીર ઇજાઓ થતા તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બારડોલી તાલુકાના નાની ભટલાઇ ગામ નજીક રહેતા સુરેશભાઇ રાનીભાઇ ચૌધરીના ખેતરમાં મરચાતોડવા માટે કરચકા ગામથી મજૂરો આવ્યા હતા. ત્યારે અચાનક આકાશમાંથી વીજળી પડતા અફરાતફર મચી ગઇ હતી અને મજૂરો ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમાં એકનું મોત થયું હતું.
મહેસાણા તાલુકાના લ-મીપુરાગામે એક ભેંસ પર વીજળી પડતા મોત નિપજયું હતું. તો બીજી બાજુ કડીના બલાસર ગામે કોલોનીમાં વીજળી પડતા ૧ વાછરડી અને ૨ ભેંસના મોત નિપજયા હતા. જયારે ઊંઝા તાલુકાના ઉપેરા ગામે ઊંટ પર વિજળી પડતા મોત નિપજયું હતું. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવના મોરખા ગામે વિજળી પડતા ભેંસનું મોત થયું હતું. પાલનપુરના મલાણા ગામે વિજળી પડતા એક ગાયનું મોત થયું છે. કઠલાલ તાલુકાના ઘોઘાવાવ ગામમાં વિજળી પડવાથી૧૦ બકરીઅના મોત થયાછે.સુરેન્દ્રનગરમાં ભાણેજડા ગામે વીજળી પડવાથી ત્રણ ભેંસ અને એક ગાયનું મૃત્યુ થયું હતું.