Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
રાજ્યમાં કડાકા-ભડાકા સાથે વરસાદ : રાજકોટમાં હિમવર્ષા
અનેક વૃક્ષો ધરાશાયી, શિયાળુ પાકને નુકસાની રાજકોટના માલિયાસણ પાસે આવેલ બ્રિજ બરફની ચાદરથી ઢંકાયો, ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમને નુકસાન
27/11/2023 00:11 AM Send-Mail
અમદાવાદમાં સવારથી જ પવનના સુસવાટા અને ગાજવીજ સાથે વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. એસજી હાઇવે, જગતપુર,ગોતા, ચાંદલોડિયા, ચાંદખેડા, સાબરમતી, મોટેરા, વૈષ્ણોદેવી સ્હિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડયો હતો.વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઇ ગઇ છે.શિયાાળામાં ચોમાસાનું વાતાવરણ ઊભું થયું છે અને અમદાવાદ હિલ સ્ટેશનમાં ફેરવાઇ ગયુંં હોય તેઓ માહોલ જોવા મળ્યો છે. શહેરમાં વિઝિબિલિટી પણ ઘટી ગઇ હતી. જેના કારણે વાહનચાલકોને લાઇટ ચાલુ કરીને વાહનચલાવવાની ફરજ પડી હતી.

વડોદરામાં સમગ્ર જિલ્લિા સહિત શહેરમાં વરસાદ વરસી રહ્યો હતો. ત્યારે કેટલાકવિસ્તારોમાં વિજળી ડુલ થઇ હોવાની વિગતો પ્રાપ્ત થઇ હતી. હાલમાં વડોદરા શહેરમાં માંડવી, સરદાર એસ્ટેટ, વૃંદાવન, અમિતનગર, ગોરવા, અલકાપુરી, રાવપુરા, સયાજીગંજ,સમા, સોમા તળાવ સહિતના વિસ્તારોમાં વરસાદ પડયો હતો. શહેર બાદ જિલ્લામાં પણ સાવલી, કરજણ, વાઘોડિયા, ડભોઇ,શિનોર, પાદરા સહિતના તાલકુાઓમાં પણ વરસાદ માહોલ જોવા મળ્યો હતો. હાલમાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. એક તરફ શિયાળુ પાકનું વાવેતર કર્યુ છે. તો બીજી તરફ શરુઆતમાં જ માવઠુ થતાં શિયાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.

સુરત સહિત સમગ્ર જિલલામાં આજે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. મીની વાવાઝોડા જેવો માહોલ સુરતના અડાજણ, પાલ,વેસુ જેવા વિસ્તારમાં દેખાયો હતો. આ કમોસમી વરસાદ સમગ્ર સુરત જિલ્લામાં ઠેર-ઠેર નુકસાન સજર્યુ છે. રાજકોટ શહેરના પંચનાથ પ્લોટ, બહુમાળી ચોક, કાલાવડ રોડ, જામનગર રોડ, મોરબી રોડ અને ગોંડલ સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકયો હતો. પડઘરીમાં ન્યારા ગામમાં કરા સાથે પડતા પાકને નુકસાન થવાની શકયતા હોવાથી ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ છવાયો છે. રાજકોટમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. અનેક જગ્યાએ કરા પડવાની સાથે મનાલી જેવા દૃશ્યો સામે આવ્યા છે. કુવાડવા રોડના માલિયાસણ નજીક રસ્તા ઉપર બરફ પથરાયો હતો. બરફથી રસ્તો ઢંકાઇ જતા લોકો રસ્તા પર ઉતરી મનાલી જેવો માહોલ માણી રહયા છે. લોકો બરફથી રસ્તા પર મોજમસ્તી કરતા જોવા મળ્યા હતા. કમોસમી વરસાદ અને તેજ ગતિએ ફુંકાયેલા પવનના કારણે રાજકોટમાં થોડા વર્ષો અગાઉ બંધાયેલ ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમને ભારે નુકસાન થયું છે. વરસાદના કારણે ઘણી જગ્યાએ એલિવેશનના પતરા ઉડી ગયા છે અને મીડિયા બોકસના પણ ભુકકાબોલી ગયા છે. હાલમાં આ નુકસાનની વેલ્યુ જાણી શકાય નથી પરંતુ આ આંકડો કરોડોમાં હોય તેવી શકયતા છે. આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રભરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઇ ચૂકી હતી.ત્યારે ગીર-સોમનાથ, જુનાગઢ એન રાજકોટ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડયો હતો.