નડિયાદ રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટ અંગે બેઠક
ખેડા જિલ્લાની ઐતિહાસિક સંસ્કૃતિની ઝલક અને અદ્યતન ટેકનોલોજીકલ - સુવિધાઓ નાગરિકોને મળે તે મુજબ રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટ કરવામાં આવશે
જિલ્લા કલેક્ટર કચેરી, નડિયાદ ખાતે કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને નડિયાદ રેલવે સ્ટેશનના નવીનીકરણ પ્રોજેક્ટ અંગેની બેઠક યોજાઇ
હતી જેમાં નડિયાદના રેલવે સ્ટેશનમાં નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તથા સ્ટેશનની નવી ડિઝાઇન અંગે ચર્ચા કરવામાં
આવી હતી તેમજ યાત્રીઓ માટે રેલવે સ્ટેશન વધુને વધુ સુવિધાસભર બની રહે તે માટે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું
હતું.
આ બેઠકમાં કેન્દ્રીય સંચાર મંત્રી ચૌહાણે જણાવ્યું હતું કે નડિયાદ રેલવે સ્ટેશનના નવીનીકરણમાં સરકાર સાહેબના તેમજ આઝાદી પહેલાના સંસ્મરણોને નવીનીકરણની આ ડિઝાઇનમાં આવરી લેવામાં આવશે તેમજ ઐતિહાસિક સંસ્કૃતિ અને અદ્યતન ટેકનોલોજી સાથે નાગરિકોને વધુ સારી સુવિધાઓ મળે તે મુજબ રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટ કરવામાં આવશે. આ ઉપરાંત કોમર્શિયલ સેન્ટર, મલ્ટીલેવલ પાર્કિંગ, દિવ્યાંગ વ્યક્તિઓ, વૃદ્ઘો, મહિલાઓ અને બાળકોને સ્ટેશન પર આવાગમન માટે મુશ્કેલી ન પડે તે બાબતોનું ડિઝાઇનમાં ધ્યાન રખાશે.
આ બેઠકમાં નડિયાદના ધારાસભ્ય પંકજભાઇ દેસાઇ, નડિયાદ પાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહ, નડિયાદ પ્રાંત અધિકારી કલ્પેશ સુવેરા, બરોડા રેલવે ડિવિઝનલ મેનેજર જીતેન્દ્ર સિંહ, નડિયાદ ચીફ ઓફિસર રુદ્રેશ હુદડ, સ્થાનિક અગ્રણીઓ અને રેલવેના અધિકારીઓ હાજર રહ્યા હતા.