Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
વાસદ : આઈશર ટ્રકમાં લાકડાના રેકમાં લવાયેલી વિદેશી દારૂની ૭૨૫ પેટી સાથે ડ્રાયવર ઝડપાયો
યુપીના રીન્કુ જાટે મુળ એમપીના પરંતુ હાલમાં મહારાષ્ટ્ર ખાતે રહેતા ઈદ્રીશખાન પઠાણ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ભરાવીને વાસદની હોટલ પાસે રોકાવા જણાવ્યું હોવાની પકડાયેલા ડ્રાયવર વિકાસ જાટની કબુલાત : ગોવાથી લાકડાના સાત રેકમાં વિદેશી દારૂની પેટીઓ ભરીને પ્લાસ્ટીકથી સીલ મારી દેવામાં આવ્યું હતુ
27/11/2023 00:11 AM Send-Mail
આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગઈકાલે સાંજના સુમારે વાસદના ટોલનાકા પાસે અમદાવાદથી વડોદરા તરફ જતા રોડ ઉપર આવેલી એક હોટલના પાકીંગમાંથી લાકડાના રેકમાં પેક કરીને લવાયેલી વિદેશી દારૂના ક્વાર્ટરીયાની ૭૨૫ પેટી સાથે ડ્રાયવરને ઝડપી પાડીને કુલ ત્રણ શખ્સો વિરૂદ્ઘ પ્રોહીબીશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરાવીને કુલ ૪૪.૮૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસે પકડાયેલા ડ્રાયવરના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. રીમાન્ડ દરમ્યાન વિદેેશી દારૂની હેરાફેરી અંગે કેટલીક ચોંકાવનારી વિગતો સપાટી પર આવશે તેમ મનાઈ રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે પોલીસને માહિતી મળી હતી કે, નેશનલ હાઈવે નંબર આઠ ઉપર આવેલા અમદાવાદથી વડોદરા તરફ જતા વાસદ ટોલનાકા પાસે આવેલી હરિઓમ દાલબાટીના પાકીંગમાં એક આઈશર ટ્રકમાં મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવ્યો છે અને ડ્રાયવર કોઈના આવવાની રાહ જોઈ રહ્યો છે. જેથી પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને આઈશર ટ્રક નંબર યુપી-૧૨, એટી-૧૨૮૨ને ઝડપી પાડીને ડ્રાયવરની પુછપરછ કરતા અંદર લાકડાના રેક (કાર્ટુનો)માં કન્વેટર તથા અન્ય સામાન ભર્યો હોવાનું જણાવ્યું હતુ અને તે અંગેની બે બીલ્ટીઓ પણ રજુ કરી હતી. જોકે પોલીસને પાકી શંકા જતા લાકડાના રેક કે જેને પ્લાસ્ટીકથી સીલ કરવામાં આવ્યા હતા. તેને ખોલીને જોતા અંદર વિદેશી દારૂના ક્વાર્ટરીયાની પેટીઓ મળી આવી હતી. જેથી આઈસર ટ્રકના ચાલક વિકાસ મહેન્દ્રસિંહ જાટ (રે. સૈદપુર, હુસેનપુર, ગાજીયાબાદ, યુપી)ની પાસે વિદેશી દારૂની હેરાફેરી કરવા અંગેના લાયસન્સની માંગણી કરતા તેની પાસે નહીં હોવાનું જણાવ્યું હતુ. પોલીસે તેની અંગજડતી કરતા એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો.આઈસર ટ્રકને વાસદ પોલીસ મથકે લઈ જઈને અંદર મુકેલી સાતેય લાકડાની રેકોને ખોલીને વિદેશી દારૂની પેટીઓ બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ તેની ગણતરી કરતા કુલ ૭૨૫ થવા પામી હતી. જેની કિંમત ૩૪.૮૦ લાખ રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસે કુલ ૪૪,૮૦,૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને પકડાયેલા ડ્રાયવર વિકાસની પુછપરછ કરતા તેના ગામના રીન્કુ ગજેન્દ્રસિંહ જાટે મુળઈન્દોરના બેટમાં પરંતુ હાલમાં મહારાષ્ટ્રના ધુલે ખાતે રહેતા ઈદ્રીશખાન હનીફખાન પઠાણનો સંપર્ક કરાવી આપ્યો હતો અને વિદેશી દારૂની ગાડી ભરવા માટે ગોવા મોકલી આપ્યો હતો. ગોવા-પોન્ડા બાયપાસ પાસે આવેલા એક પેટ્રોલપંપ પાસેથી ઈદ્રીશખાન પઠાણે વિદેશી દારૂ ભરેલી ઉક્ત આઈશર ટ્રક આપીને વાસદ ટોલનાકા નજીક આવેલી હોટલના પાકીંગમાં પહોંચવાનું જણાવ્યું હતુ. જેથી તે હોટલના પાકીંગમાં આવીને ગાડી પાર્ક કરી ઈદ્રીશખાનની બીજી સુચના મળે તેની રાહ જોતો હતો. દરમ્યાન પોલીસ ત્રાટકતા તે પકડાઈ જવા પામ્યો હતો.

આંકલાવ : કોસીન્દ્રાની સ્કૂલના શિક્ષકે ૧૧ વર્ષની વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કરતા ફરિયાદ

ખંભાત : બામણવા ગામે ત્રાટકેલા તસ્કરો દ્વારા ૫ દુકાનોના શટર તોડીને ચોરીનો પ્રયાસ

આણંદ : ડોક્ટર અને તેમના પિતરાઈ ભાઈને માર મારતાં ત્રણ વિરૂધ્ધ ફરિયાદ

મોરડની સગીરાને મલાતજથી ભગાડીને લઈ ગયા બાદ દુષ્કર્મ ગુજારનાર શખ્સને ૧૦ વર્ષની કેદની સજા

શાહપુરની સગીરા ઉપર પેટલાદમાં દુષ્કર્મ ગુજારનાર કણઝટના શખ્સને ૧૦ વર્ષની સજા

ફાગણીની સગીરાને ભગાડી લઈ ગયા બાદ દુષ્કર્મ ગુજારનાર શખ્સને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા

પેટલાદમાં ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરતા મારક હથિયારો સાથે જીવલેણ હુમલો : ૧ ગંભીર, બે ઘાયલ

કાણીસા ચોકડી નજીક બાઈક ખાડામાં ઉતરી ગયુ : કિશોરનું મોત, બે ઘાયલ