Sardar Gurjari

ગુરુવાર, તા. ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૪, ભાદરવા સુદ ૯, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૪, અંક -૮૭

મુખ્ય સમાચાર :
કપડવંજ : પરિણીતાને ભરણપોષણ પેટે માસિક પ હજાર ચૂકવવા પતિને કોર્ટનો હૂકમ
કપડવંજના યાસ્મીનાબાનુ મલેક લગj બાદ પતિ શાહુદીન ચૌહાણ સાથે મુંબઇ રહેવા ગયા હતા, પરિવારની ચઢવણીથી સગર્ભાવસ્થામાં પત્નીને પિયર મૂકી ગયા બાદ કોઇ દરકાર ન લેતા કોર્ટમાં ફરિયાદ
27/11/2023 00:11 AM Send-Mail
કપડવંજની યુવતિએ શહેરમાં જ રહેતા યુવક સાથે લગj કર્યા બાદ મુંબઇમાં સ્થાયી થયા હતા. પરંતુ ત્યાં સાસરીયાઓની ચઢવણીથી પતિ દ્વારા મારઝૂડ કરવામંા આવતી હતી. દરમયાન સગર્ભાવસ્થામાં પરિણીતાને મારઝૂડ કરી પિયર મૂકી ગયા બાદ કોઇ દરકાર લીધી નહતી. આથી પિયરમાં રહેતી પરિણીતાએ ભરણપોષણ માટે પતિ સામે કપડવંજ કોર્ટમાં દાવો કર્યો હતો. જેમાં તમામ બાબતો, પુરાવાઓને ધ્યાને લઇને કોર્ટે પત્નીને માસિક રૂ. પ હજાર ભરણપોષણ ચૂકવવા પતિને હૂકમ કર્યો હતો.

મળતી વિગતોમાં કપડવંજના યાસ્મીનાબાનુ મલેકના લગj મૂળ કપડવંજના અને મુંબઇ રહેતા શાહુદ્દીન સઇદભાઇ ચૌહાણ સાથે જાન્યુ.ર૦રરમાં સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. લગj બાદ કરિયાવર સાથે તેણી પતિના ઘરે રહેતા હતા.

જો કે થોડા સમય બાદ સાસુ,સસરા અને નણંદ દ્વારા ઘરકામ બાબતે પરિણીતા સાથે ઝઘડા કરી ત્રાસ આપતા હતા. દરમ્યાન પતિ શાહુદ્દીન ચૌહાણ પત્નીને મુંબઇ લઇ ગયા હતા. પરંતુ ત્યાંપણ સાસુ,સસરા અને નણંદ રહેવા જઇને ચઢવણી કરતા. જેના કારણે પતિ દ્વારા મારઝૂડ કરવામાં આવતી. જેમાં સગર્ભાવસ્થામાં પણ તેણીને મારઝૂડ કરાતી અને પતિ પિયર મૂકી ગયા હતા. જો કે તેડી જવા અવારનવાર જણાવવા છતાં પતિ આવ્યા ન હતા અને મારે તને રાખવી નથી અને તું પાછી આવીશ તો તને જીવતી નહીં મૂકુંની ધમકી આપી હતી. પતિ દ્વારા ભરણપોષણની કોઇ વ્યવસ્થા કરવામાં આવી ન હોવા સાથે સગર્ભાવસ્થામાં કોઇ દરકાર ન લેતા પત્નીએ કપડવંજ કોર્ટમાં ફરિયાદ કરી હતી. ફરિયાદમાં પરિણીતાએ જણાવ્યું હતું કે, તેણી કોઇ હુન્નર જાણતી ન હોવાથી જાતે કમાઇ શકે તેમ નથી. જયારે પતિ મુંબઇમાં માસિક ૩પ હજાર નોકરી કરીને કમાય છે અને કપડવંજમાં વહોરવાડમાં પાકું મકાન ધરાવે છે. આમ વર્ષ કુલ છ લાખ કમાય છે. આથી માસિક ભરણપોષણ પેટે રૂ. ૧પ હજાર અપાવવા અરજ કરી હતી. કોર્ટ દ્વારા નોટીસની બજવણી થવા છતાંયે પતિ કે તેમના તરફથી કોઇ લેખિત રજૂઆત કોર્ટમાં રજૂ કરાઇ નહતી .આથી તેમની વિરુદ્વ એકતરફી કામ ચલાવવાનો હુકમ કરાયો હતો. કોર્ટે નોંધ્યું હતું કે, ફરિયાદી હાલ માતાપિતા સાથે જીવન ગૂજો છે. તેણીને તેડવાનો કોઇ પ્રયત્ન કરેલ હોય તેવું પતિએ હાજર થઇને જણાવેલ હોય તેવું જણાઇ આવતું નથી. આ કેસમાં સી.એન.દેસાઇ (એડીશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ, કપડવંજ)એ ગતરોજ હુકમ કર્યો હતો. જેમાં અરજદાર યાસ્મીનાબેનની અરજી અંશત: મંજૂર કરવામાં આવી હતી. જેમાં તેણીને અરજી કર્યા તા. જાન્યુ.ર૦રરથી માસિક રુ. પ હજાર દર માસે નિયમિત ભરણપોષણ પેટે ચૂકવી આપવા તેમજ અરજી ખર્ચ પેટે રૂ. ર હજાર પણ ચૂકવવા હૂકમ કર્યો હતો.

બિલોદરાની મહિલાએ વેચાણ દસ્તાવેજ બાદ જમીન નામે કરાવવા ના. કલેક્ટરની સહીવાળી ખોટી ખેડૂત ખરાઈ રજૂ કરતા ફરિયાદ

ખેડા : ૬ વર્ષ અગાઉ ટ્રકની ટક્કરે બાઇક પાછળ બેઠેલ મહિલાનું મોત નીપજાવ્યાના કેસમાં બે વર્ષની કેદ

નડિયાદ : મકાનનો નકુચો કાપીને તસ્કરો ૧.૯૩ લાખની મત્તાની ચોરી કરી ફરાર

કપડવંજ : ભાગીદારી છુટી કરવા બદલ લેણી નીકળતી રકમ પેટેનો ચેક પરત કેસમાં બે વર્ષની કેદ

નડિયાદ: વિદેશી દારૂના કટીંગ ટાણે જ પોલીસનો છાપો, ૫ શખ્સો વિદેશી દારૂની ૫૮૮ બોટલો સાથે ઝડપાયા

ડાકોરમાં રીક્ષા હટાવવા બાબતે રીક્ષાચાલક અને દુકાનદાર વચ્ચે મારામારીમાં બે ઘાયલ

ઠાસરા : ખડગોધરા પાસેથી વિજિલન્સે ૧.૮૯ લાખના વિદેશી દારૂ સાથે એકને પકડ્યો

પીપળાતા : પરિચિત પાસેથી ર.૩૦ લાખ હાથઉછીના પેટેનો ચેક રીટર્ન કેસમાં ૧ વર્ષની કેદ