Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
ન્યુઝીલેન્ડ : નવી સરકાર તમાકુ અને સિગારેટ પર પ્રતિબંધ લગાવતા કાયદાને નાબૂદ કરશે
ડિસેમ્બર ૨૦૨૨માં તમાકુ અને સિગારેટ પર પ્રતિબંધ મુકતો સ્મોક ફ્રી એન્વાયરમેન્ટ એકટ પસાર કરવામાં આવ્યો હતો
28/11/2023 00:11 AM Send-Mail
ન્યુઝીલેન્ડની નવી સરકારે તમાકુ અને સિગારેટ પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે. સરકારનું કહેવું છે કે તેનાથી લોકોને ટેકસમાં રાહત મળશે.

હીકકતમાં, ડિસેમ્બર ૨૦૨૨માં,ન્યુઝીલેન્ડની સંસદમાં તમાકુ અને સિગારેટ પર પ્રતિબંધ મુકતો સ્મોક ફ્રી એન્વાયરમેન્ટ એકટ પસાર કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત ૨૦૦૮ પછી જન્મેલા લોકો કોઇપણ પ્રકારની સ્મોકિંગ પ્રોડકટસ ખરીદી શકતા નથી. હવે ‘ધ ગાર્ડિયન’ના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ન્યુઝીલેન્ડની નવી સરકાર તમાકુ અને સિગારેટ પર પ્રતિબંધ લગાવતા આ કાયદાને નાબૂદ કરશે.

ન્યુઝીલેન્ડના ડોકટર્સ એસોસિએશન અને આરોગ્ય નિષ્ણાતોએ સરકારના આ પગલાની ટીકા કરી છે. ઓટાગો યુનિવર્સિટીના પ્રોફેસરરિચર્ડ એડવડર્સ કહ્યું - અમે ચોંકી ગયા છીએ અને નિરાશ છીએ. આ દેશને પાછળ ધકેલી જતું પગલું છે. ન્યુઝીલેન્ડ સરકાર દેશને સિગારેટ અને તમાકુથી મુકત કરવા માંગતી હતી. તેથી આ કાયદો બનાવવામાં આવ્યો. ન્યુઝીલેન્ડના તત્કાલિન સ્વાસ્થ્ય મંત્રી આયેશા વેરાલે સંસદમાં આ બિલ રજૂ કર્યુ હતું. તેમણે તેને ‘ધુમ્રપાન મુકત ભવિષ્ય’ તરફનું પગલું ગણાવ્યું. તેમણે કહ્યું હતું - હજારો લોકો હવે લાંબુ અને સારું જીવન જીવશે. લોકો ધુમ્રપાનથી થતા રોગોથી પીડાશે નહી. આનાથી ન્યુઝીલેન્ડની આરોગ્ય પ્રણાલીને રૂા. ૨૬,૪૦૦ કરોડની બચત થશે. ન્યુઝીલેન્ડ એવા દેશોમાં સામેલ છે જયાં લોકો સૌથી ઓછું ધુમ્રપાન કરે છે. સરકારી આંકડા મુજબ,ત્યાંના માત્ર ૮ ટકા લોકો જ દરરોજ ધુમ્રપાન કરે છે. ગયા વર્ષ આ સંખ્યા ૯.૪ ટકા હતી. કાયદો પસાર કરતી વખતે, એવી આશા હતી કે સ્મોક ફ્રી એન્વાયર્નમેન્ટ બિલ પસાર થવાથી ધુમ્રપાન કરતા લોકોની સંખ્યામાં ૫ ટકાનો ઘટાડો થશે. દર વર્ષ તમાકુ ખરીદનારા લોકોની સંખ્યામાં ઘટાડો થશે. ભારતમાં સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનોના વેચાણ અને વપરાશ અંગે ૨૦૦૩માં કાયદો બનાવવામાં આવ્યો હતો. આ કાયદાનું નામ સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડકટસ એકટ છે, જેને ઈઠરડઅ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કાયદા હેઠળ જાહેર સ્થળોએ ધુમ્રપાન, તમાકુ ઉત્પાદનોની જાહેરાત,૧૮ વર્ષથી નીચેના બાળકોને તમાકુ ઉત્પાદો વેચવા, શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ ૧૦૦ યાર્ડ સુધીના તમાકુ ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ જેવા નિયમો બનાવવામાં આવ્યા છે.

યુએસમાં મોબાઈલ નેટવર્ક ૧૩ કલાક ઠપ્પ થઈ ગયું : સાઈબર એટેકની ચર્ચા

અઝરબૈજાનનો પાકિસ્તાનથી ફાઈટર જેટ્સ ખરીદવા કરાર

ભારતીયોને રશિયા યુક્રેન યુદ્ઘમાં લડવા મજબુર કરાતાં વિદેશ મંત્રાલયની સંઘર્ષથી દુર રહેવાની સલાહ

અમેરિકાએ યુએનમાં ત્રીજી વખત વીટો પાવરનો ઉપયોગ કરીને ગાઝા યુદ્ઘવિરામ પ્રસ્તાવને ફગાવ્યો

ડ્રેગને ભૂતાનની જમીન પચાવી : તિબેટિયનોના ત્રણ ગામ વસાવ્યા, ભારત માટે ખતરારૂપ

જાપાન - બ્રિટનમાં મંદી : યુદ્ઘ છતાં રશિયાની અર્થવ્યવસ્થા મજબૂત કેવી રીતે?

ચીનમાં વિચિત્ર હવામાન.. એક તરફ રેતીનું તોફાન, બીજી તરફ ભયંકર હિમવર્ષા, પારો ૩૦ ડિગ્રી ગગડયો

જાપાનના વૈજ્ઞાનિકો લિગ્નોસેટ નામનો લાકડાનો સેટેલાઇટ લોન્ચ કરશે