Sardar Gurjari

ગુરુવાર, તા. ૨૪ એપ્રિલ, ૨૦૨૫, ચૈત્ર વદ ૧૧, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૦૪

મુખ્ય સમાચાર :
ચરોતરમાં માવઠાંનું સંકટ ટળ્યું, ઉભા પાકનો સોથ વળી જતા જગતનો તાત વિવશ સ્થિતિમાં
આણંદ, ખેડા જિલ્લામાં રર હજાર હેકટરથી વધુના રવી પાકને વ્યાપક નુકસાનીની ભીતિ
28/11/2023 00:11 AM Send-Mail
તમાકુનો પાક વરસાદી પાણીથી પલળી જાય તો તેમાં કસ આવતો નથી : ખેડૂત
આણંદ, ખેડા જિલ્લામાં ખાસ કરીને તમાકુના પાકને માવઠાંની વ્યાપક અસર પહોંચી છે. ખેડૂતોના જણાવ્યાનુસાર તમાકુના પાન થોડા સમય અગાઉ જ બહાર આવ્યા હતા. પરંતુ ગતરોજ માવઠાંના કારણે પાક પલળી ગયો છે. તમાકુના પાન એકવાર વરસાદી પાણીમાં પલળી જાય તો પછી તેમાં જોઇએ તેવો કસ આવતો નથી. આ ઉપરાંત રવિ સીઝનના ઘંઉના વાવેતરને પણ નુકસાન થયું છે. જયારે મોટાભાગના શાકભાજીના છોડ માવઠાંના ભારે ઝાપટાંમાં ખરી પડયા હતા.

માવઠાંથી થયેલ નુકસાનીનો સર્વ કરાશે : ખેતીવાડી વિભાગ
આણંદ-ખેડા જિલ્લામાં ગતરોજ વરસેલા કમોસમી વરસાદે ખેડૂતો માટે આફત નોતરી છે. શિયાળાની ઋતુમાં પવન સાથે માવઠાંથી સૌથી વધુ નુકસાન ખેડૂતોને થયું છે. જેમાં રાજય સરકારે આજે મહત્વનો નિર્ણય જાહેર કર્યાનું ખેતીવાડી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. જેમાં કૃષિમંત્રી દ્વારા માવઠાંથી થયેલ ખેતી નુકસાની અંગે સર્વના આદેશ આપ્યા છે. જિલ્લાસ્તરેથી ઝડપથી સર્વની કામગીરી શરુ કરાશે. હાલમાં જિલ્લાના કૃષિ વિભાગના તમામ અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપવામાં આવી છે. સર્વ બાદ સમગ્ર અહેવાલ રાજયમાં મોકલાશે અને ત્યારબાદ સહાય જાહેર કરવા સહિતના નિર્ણય લેવાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

તારાપુર બજાર સમિતિ ૩ દિવસ બંધ રહેશે
રવિવારે પડેલ કમોસમી વરસાદથી ખેતી પાકોને વ્યાપક નુકસાન થયું છે. બીજી બાજુ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને બંધ રાખવાની નોબત આવતા ખેડૂતોને આર્થિક નુકસાનની સાથે સાથે ખેત ઉત્પાદનો સાચવવાની અને સંગ્રહ કરવાની પળોજણ ઉભી થઈ છે. ગતરોજ ચરોતરમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ થતા તમાકુ, ડાંગર, કેળ, મરચા અને શાકભાજીના ખેતીને વ્યાપક નુકસાન થયું છે. તમાકુના ધરૂ સદંતર નાશ પામ્યા છે અને તમાકુની રોપણી કરેલ છોડ પણ વરસાદી પાણીમાં નાશ પામ્યા હોઈ આ વર્ષ તમાકુની ખેતીનું પ્રમાણ ચરોતરમાં ઘટશે. કમોસમી વરસાદથી શિયાળામાં ચોમાસા જેવો માહોલ જામતાં તારાપુર બજાર સમિતિને આગામી ૨૯ નવેમ્બર સુધી ઓફિસ કામ સિવાય માર્કેટ યાર્ડ અને હરાજી સદંતર બધં રાખવાનો નિર્ણય ચેરમેન અને બજાર સમિતિના સેક્રેટરી દ્વારા લેવામાં આવ્યા છે. ખંભાત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પણ સપ્તાહના આજના પ્રથમ દિવસે બંધ રાખવામાં આવી હતી. તારાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ હાલના વરસાદી માહોલના કારણે બજાર સમિતિમાં આગામી તા. ૨૯ નવેમ્બર સુધી હરાજી નહિ થઇ શકે અને તા. ૩૦ મીએ પણ વાતાવરણ સ્વચ્છ હોય અને વરસાદી માહોલ ના હોય તો જ હરાજીનું કામ ચાલુ કરાશે તેવી

આણંદ, ખેડા જિલ્લામાં ગતરોજ ખાબકેલા માવઠાં બાદ આજે સવારે પણ વાદળો ઘેરાયેલા રહ્યા હતા. પરંતુ દિવસ દરમ્યાન માવઠાંનું કમઠાણ સર્જાયું ન હોવાથી સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે હવામાન વિભાગના જણાવ્યાનુસાર રાજય પરથી વરસાદી સિસ્ટમ પસાર થઇ જતા હવે માવઠાંની કોઇ સંભાવના નથી.

રાજયની સાથોસાથ આણંદ-ખેડા જિલ્લામાં પણ ગતરોજ બદલાયેલા વાતાવરણ અને ગાજવીજ સાથેના માવઠાંના કારણે ઉભા ખેતીપાકનો દાટ વળ્યો છે. મહામૂલો પાક નષ્ટ થવાથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. એક અંદાજ અનુસાર આણંદ, ખેડા જિલ્લામાં તમાકુ, ટામેટી સહિતના શાકભાજી, ઘઉં, કપાસ, તુવેર સહિતના રર હજાર ઉપરાંત હેકટરના ખેતી પાકને માવઠાંથી ગંભીર અસર પહોંચી છે.

આ વર્ષ શિયાળો મોડો શરુ થવાના કારણે આણંદ, ખેડા જિલ્લામાં રવી વાવેતરની શરુઆત મોડી થઇ હતી. જેમાં ખાસ કરીને ઘંઉ, ચણા, રાઇ, કપાસ, તમાકુ, ટામેટી સહિતની શાકભાજીનો સમાવેશ થાય છે. ખેડૂતો વાવેતરની પ્રક્રિયામાં જોડાયેલા હતા ત્યાં જ માવઠું વરસતા ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. જેના કારણે મોડે મોડે કરેલ વાવણી નિષ્ફળ જવાની સંભાવના ઉભી થઇ છે. બીજી તરફ જે ખેડૂતોએ ઉનાળુ વાવેતર મોડું કર્યુ હતું તેમના ખેતરમાં કપાસ અને તમાકુના પાક ઉભા હતા. આથી માવઠાંના ઠંડા પવન અને વરસાદના કારણે આ પાક ઊંધી જવાની સ્થિતિમાં મૂકાયા હોવાથી ખેડૂતોને પારાવાર આર્થિક નુકસાની સહન કરવાની સમસ્યાનો સામનો કરવો પડશે.

આણંદ : ર.૪૯ કરોડના ખર્ચ બગીચો ખુલ્લો મૂકાયાના ૩ માસ બાદ વીજ જોડાણ માટે અરજી કર્યાની મનપાની કબૂલાત

BSNLની બેદરકારી : ૧૦ વર્ષ અગાઉ ટેલિફોન જમા કરાવનાર અનેકો ગ્રાહકોને ડિપોઝીટ પરત મેળવવા દડમજલ

રાસના તળાવમાં અસંખ્ય માછલીઓના મોતથી રોગચાળો ફેલાવાની દહેશત

પેટલાદ: દબાણ હટાવ્યા બાદ આરસીસી રોડ બનાવવા વિષ્ણુપુરાના સ્થાનિકોની માંગ

આવતીકાલે વિશ્વ મેલેરિયા દિવસ : આણંદ જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ કેસોમાં પ૦ ટકાનો વધારો

બુદ્ઘિનું દેવાળું : આણંદ જિલ્લાના ૪૯૮૭ વિદ્યાર્થીઓને ચિત્રની પરીક્ષા આપવા ભરતડકે ૧પ કિ.મી. દૂર જવું પડશે

આણંદ જિલ્લામાં સ્વરક્ષણાર્થે કુલ ૯૧૪ જેટલા હથિયાર પરવાના હાલમાં સક્રિય

આણંદ : નવા બસ સ્ટેન્ડથી સરદાર બાગ પોલીસ ચોકી સુધી બે માસથી રોડની સાઇડે મેટલ પાથર્યા બાદ અધૂરી કામગીરી