Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
વડતાલ ધામની સૌપ્રથમ ટપાલ ટિકીટ કવરનું વિમોચન, કાર્તિકી સમૈયાની પૂર્ણાહૂતિ
મુંબઇ મંદિર માટે ભકતોએ દ્વારા તૈયાર કરાયેલા ૪ કિલો સુવર્ણના મુગટની અર્પણવિધિ
28/11/2023 00:11 AM Send-Mail
સમૈયા દરમ્યાન ચરોતર, કાનમના ૬પ ગામના ૧૩૯૦ હરિભકતો પગપાળા વડતાલ આવ્યા
શ્રીહરિએ પ્રર્વતેલ કાર્તિકી અને ચૈત્રી સમૈયામાં વણતેડે વડતાલ આવવાની હરિભકતોને આજ્ઞા કરી છે. ત્યારે ચરોતર, કાનમના ૬પ ગામના ૧૩૯૦ હરિભકતો પગયાત્રા દ્વારા વડતાલ સમૈયામાં પધાર્યા હતા અને કથા સત્સંગ-દર્શનનો લાભ લઇને ધન્યતા અનુભવી હતી.

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે ચાલતા કાર્તિકી સમૈયાની આજે દેવદિવાળીએ બપોરે પૂર્ણાહૂતિ થઇ હતી. કથાની સમાપ્તિ બાદ શાસ્ત્રી ભકિતપ્રકાશ સ્વામીની પ્રેરણાથી મેતપુરના ભકતો દ્વારા મુંબઇ મંદિર માટે તૈયાર થયેલા ૪ કિલો સુવર્ણના મુગટની અર્પણવિધિ થઇ હતી. આ પ્રસંગે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે ઉપસ્થિત સૌને આશિર્વાદ પાઠવ્યા હતા. ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર જયેન્દ્રસિંહ જાદવે શાબ્દિક સ્વાગત કર્યુ.

વડતાલ મંદિરના કોઠારી ડો.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, રાજયનું એકમાત્ર સુવર્ણ મંદિર વડતાલધામમાં આવેલ શ્રી લ-મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ મંદિરની ભારત સરકારે પ્રકાશિત કરેલ સ્પેશ્યલ પોસ્ટલ સ્ટેમ્પ તથા સ્પેશ્યલ કવરનું વિમોચન રાકેશપ્રસાદજી મહારાજ, મોટા લાલજી સૌરભપ્રસાદજી, ચેરમેન દેવપ્રકાશ સ્વામી, સત્સંગસભાના પ્રમુખ નૌતમપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી, પ્રભુચરણ સ્વામી (સુરત), ભારત સરકારના સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણ, નડિયાદના ધારાસભ્ય પંકજભાઇ દેસાઇ, પોસ્ટ ખાતાના અધિકારીઓ સહિત વડીલ સંતોના હસ્તે કરવામાં આવ્યું હતું.

સંચાર મંત્રીએ જણાવ્યું હતું કે, ર૦ર૪માં ઉજવાનારા વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવની ટિકીટ તથા સ્પેશ્યલ કવર આવનારી પેઢીઓ સુધી રહેવાની છે. પોસ્ટ વિભાગના સુચિતા જોષીએ ગાદીવાળાનાં હસ્તે તથા ડુંગરાણી પરિવારના હસ્તે ટપાલ ટિકીટ અને સ્પેશ્યલ કવરનું અનાવરણ કરાવ્યું હતું. કાર્તિકી સમૈયાની આભારવિધિ શુકદેવ સ્વામી (ગોકુલધામ નાર)એ કરી હતી. અંતમાં પ્રભુચરણ સ્વામીએ સમૈયા યજમાન સહિત સંમિલિત સૌને આર્શિવચન પાઠવ્યા હતા.

નડિયાદ સંતરામ મંદિરમાં ત્રિદિવસીય મહા પૂનમના મેળાનો પ્રારંભ: આજે સાકર વર્ષા થશે

સીંજીવાડામાં ગટરલાઇનની પાઇપો પ્લાન મુજબ ન નંખાતા સ્થાનિકોનો હોબાળો

ગળતેશ્વર : મીઠાના મુવાડા ગામે ૪ વર્ષ અગાઉ પ્રા.શાળાના ઓરડા તોડી પાડયા બાદ નવા બનાવવાની ફાઇલ અભરાઇએ !

નડિયાદના બિસ્માર બસ સ્ટેન્ડની હાલત સુધારવા કોંગ્રેસની માંગ

ખેડા જિલ્લા હોમગાર્ડઝ જવાનોનો ગત માસનો પગાર તિજોરી કચેરીમાં અટવાયો!

ખેડા જિલ્લામાં બિનખેતી મિલ્કત વેરાના ૪ કરોડથી પણ વધુ ઉઘરાવવાના બાકી !

નડિયાદ : વીમા કંપનીએ સેવા આપવામાં ખામી આચરેલ છે, ફરિયાદીને ૭ ટકા વ્યાજ સાથે રકમ ચૂકવો-ગ્રાહક કોર્ટ

મહેમદાવાદ : ૮ વર્ષ અગાઉ ક્રેડિટ સોસાયટીમાંથી વ્યવસાય માટે લીધેલ ધિરાણ પેટેનો ચેક પરત થતા એક વર્ષની કેદ, ૬ લાખ