Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
આણંદ જિલ્લામાં સાયબર ક્રાઈમમાં વધારો : ૭ ફરિયાદોમાં ૧૦ લાખથી વધુની ઠગાઈ
ખેડુત, વેપારી, નોકરીયાત વર્ગના યુવાનોને ટાસ્ક, ક્રેડિટ કાર્ડની લીમીટ વધારવા, વર્લ્ડકપની ઓનલાઈન ટિકિટ, ઘરવખરીનો સામાન વેચવા સહિતના બહાને કરાયેલી છેતરપીંડી
28/11/2023 00:11 AM Send-Mail
આણંદ : અમુલ ડેરીના પ્રોડક્શન સુપરવાઈઝર સાથે ૧.૫૬ લાખની છેતરપીંડી : ક્રેડિટ લિમિટ વધારી આપવાની લાલચ આપીને ગઠિયાએ કરેલી કરામત
આણંદની અમુલ ડેરીમાં પ્રોડક્શન સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા એક યુવાન સાથે ગઠિયાએ ક્રેડિટ લિમિટ વધારી આપવાની લાલચ આપીને ૧.૫૬ લાખ ઉપરાંતની મત્તાની ઓનલાઈન ઠગાઈ કરતા આ અંગે આણંદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી યોગેશકુમાર અમૃતસિંહ પરમાર ગત ૭મી નવેમ્બરના રોજ પોતાના આણંદ સ્થિત ઘરે હાજર હતા ત્યારે એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો જેમાં તેણે એક્સિસ બેન્કના ક્રેડિટ કાર્ડની લીમિટ વધારવા માંગો છો તેમ પુછતાં તેમણે હા પાડતાં જ સામેથી ગઠિયાએ પાનકાર્ડની વિગત, જન્મ તારીખ સહિત માંગેલી વિગતો આપી હતી. ત્યારબાદ તેમના મોબાઈલમાં વીએમ-એક્સીસ બેન્કના નામે કુલ પાંચ ટેક્સ મેસેજો આવ્યા હતા અને ગઠિયાના કહ્યા મુજબના તમામ ઓટીપી નંબર તેમને આપી દેવામાં આવ્યા હતા.થોડીવારમાં જ તેમના બચત ખાતામાંથી ૧.૬૮ લાખ ક્રેડિટ કાર્ડમાં જમા થયા હતા અને ત્યારબાદ ટેક્નોપ્રોસેસ સોલ્યુસન લી.ના એકાઉન્ટમાં ૯૬,૦૧૮ અને ત્યારબાદ ૬૦,૦૧૨ યોગેશકુમારના એકાઉન્ટમાંથી જમા થઈ ગયા હતા. ત્યારબાદ ગઠિયાએ ફોન કટ કરી દીધો હતો. થોડીવાર બાદ એકાઉન્ટનું સ્ટેટસ જાણવા માટે એપ્લીકેશન ખોલતા જ તેમના ખાતામાંથી ૧,૫૬,૦૦૩ રૂપિયા અજાણી કંપનીમાં જતા રહ્યા હતા જેથી તેમણે તુરંત જ સાયબર ક્રાઈમના હેલ્પલાઈન નંબર ઉપર ફરિયાદ કરી દીધી હતી અને આજે આણંદ શહેર પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપી હતી.

વિદ્યાનગર : શિક્ષકે અજાણ્યા વ્યકિતએ મોકલેલ ફાઇલ પર કલીક કરતા ખાતામાંથી ઓટીપી વગર પ૮૮૬૩ ટ્રાન્સફર થઇ ગયા : બેંકમાંથી બોલતો હોવાનું જણાવીને ગઠિયાએ સંજયભાઇ ચૌહાણનું આખુ નામ, ક્રેડિટકાર્ડ નંબરની વિગતો જણાવતા વિશ્વાસ બેઠો હતો
કરમસદમાં રઘુકુલ પરિસર સોસાયટીમાં રહેતા અને કુંજરાવ તાબે દેવજીપરા પ્રા.શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા વ્યકિતને બેંકમાંથી બોલતો હોવાનું જણાવીને ગઠિયાએ એક લીંક ફાઇલ મોકલી હતી. જે શિક્ષકે કલીક કરતા જ તેમના બેંક ખાતામાંથી જુદા જુદા ૪ ટ્રાન્ઝેકશન થઇ ગયા હતા. ઓનલાઇન થયેલ પ૮ હજાર ઉપરાંતના ફ્રોડ અંગે વિદ્યાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મળતી વિગતોમાં ગત ૯ નવે.ર૦ર૩ના રોજ સંજયભાઇ ચૌહાણના મોબાઇલ પર બપોરે ફોન આવ્યો હતો. જેમાં પોતાનું નામ દીપક શર્મા અને આઇસીઆઇસી બેંકમાંથી બોલતા હોવાનું તથા કેડિટ કાર્ડ સ્ટેટમેન્ટમાં રુ. ૧૪૦૦નો ચાર્જ લાગ્યો હોવાનું જણાવ્યું હતું. વધુમાં આગામી મહિનામાં ચાર્જ લાગુ ન પડે તે માટે તમારા વોટસએપ પર ફોર્મની લીકં મોકલું છું તેમ જણાવ્યુંહતું. જો કે આ ફ્રોડ કોલ તો નથી ને તેમ સંજયભાઇએ પૂછતા સામેની વ્યકિતએ સંજયભાઇનો બંેક એકાઉન્ટ નંબર, ક્રેડિટ કાર્ડ નંબર વગેરે વિગતો જણાવી હતી. આથી સંજયભાઇને વિશ્વાસ બેઠો હતો. દરમ્યાન તેમના મોબાઇલ ફોન પર આવેલ ફાઇલ લીંક પર કલીક કરતા જ સંજયભાઇના ક્રેડિટ કાર્ડમાંથી કુલ ચાર ટન્ઝેકશન પર૯૯, ર૦પ૯૦, રર૭૯૯ અને ૧૦૧૮પ મળીને કુલ પ૮૮૬૩ વગર ઓટીપીએ ટ્રાન્સફર થઇ ગયા હતા. આથી તેઓએ ટ્રાન્ઝેકશનની ડિટેઇલ કાઢવાતા કપાયેલ રકમ મોબીકવીક, જીયો માટૃ, ઓલા, રીલાયન્સ રીટેઇલમાં ગયાનું જાણવા મળ્યું હતું. જેથી તેઓએ આઇસીઆઇસીઆઇ બેંક, કરમસદ પહોંચીને કસ્ટમર કેર નંબરમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ સાયબર ક્રાઇમમાં ઓનલાઇન ફરિયાદ નોંધાવી હતી. તેઓએ પોતાના મોબાઇલમાં આવેલ મેસેજ, લીંક અને સ્ક્રીન શોટ સાથેના પુરાવા સહિત વિદ્યાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પેટલાદના યુવાન સાથે વર્લ્ડ કપની ૩ ટિકીટ બુકીંગના નામે ઓનલાઇન ૧૮૬૦૦ની છેતરપિંડી
પેટલાદમાં રહેતા ખેતી તેમજ હોટલના વ્યવસાય સાથે સંકળાયેલ યોગેશભાઇ પટેલને ક્રિકેટ વર્લ્ડકપની ઓનલાઇન ટિકીટ બુક કરાવવાના નામે ગઠિયાએ ૧૮૬૦૦ ઓળવી ગયાની ફરિયાદ પેટલાદ પોલીસ મથકે નોંધાઇ છે. મળતી વિગતોમાં ગત ૧૭ નવે.ર૦ર૩ના રોજ બપોરે યોગેશભાઇના ઇન્સ્ટ્રાગ્રામ એપ્લકેશનમાં વર્લ્ડકપ ર૦ર૩ નામનું પેજ જોવા મળ્યું હતું. જેમાં ૧૯ નવે.ના રોજ અમદાવાદ ખાતે યોજાનાર ફાઇનલ મેચની ટીકીટ ઉપલબ્ધ હોવાની જાહેરાત હતી અને નીચે બુક નાવ લખેલ હતું. આથી બુક નાવમાં યોગેશભાઇએ કલીક કરતા વેબસાઇટ ખુલી હતી. જેમાં ટિકીટ લેવા માટેની માહિતી ભરવાની હતી અને વ્યકિતદીઠ ટિકીટના રૂ.૬ર૦૦ હતી. જેથી યોગેશભાઇએ પોતાના મિત્રોની ટિકીટ સિલેકટ કરતા બાદમાં બીજું પેજ ખુલ્યુંહતું. જેમાં પેમેન્ટની માહિતી કયૂઆર કોડ, યુપીઆઇ ક્રેડીટ, બેંક ટ્રાન્સફરના વિકલ્પ હતા. જેથી યુપીઆઇ આઇડીથી ત્રણ ટિકીટના રૂ. ૧૮૬૦૦ ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. નાણાં ટ્રાન્સફર થતા અજાણ્યા વ્યકિતનું ટ્રાન્ઝેકશન આઇડી જોવા મળ્યું હતું. જો કે ત્યારબાદ ટિકીટ કન્ફર્મ થયાનો કોઇ ઇમેઇલ કે મેસેજ ન મળતા પોતાની સાથે છેતરપિંડી થયાનો યોગેશભાઇને અહેસાસ થયો હતો. જેથી તેઓએ તરત સાયબર ક્રાઇમની હેલ્પ લાઇન નં. પર આ ફ્રોડ અંગે જાણ કરી હતી. આ બનાવ અંગે તેઓએ પેટલાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વ્યકિત સામે ગૂનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આણંદ જિલ્લામાં સાયબર ક્રાઈમની ઘટનામાં જાણે કે ઉછાળો થયો હોય તેમ આજે જિલ્લાના વિવિધ પોલીસ મથકોએ કુલ સાત જેટલી ઓનલાઈન ઠગાઈની ફરિયાદો થવા પામી છે. જેમાં સાયબર ક્રિમિનલોએ વિવિધ તરકીબો અજમાવીને ખેડૂત, વેપારી અને નોકરીયાત વર્ગના યુવાનો પાસેથી દશ લાખથી વધુની રકમ ઠગી લીઘી છે જેને લઈને પોલીસે અલગ-અલગ ગુનાઓ દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. જે તે વખતે તમામે સાયબર ક્રાઈમના હેલ્પલાઈન નંબર ઉપર ફરિયાદ કરી દીધા બાદ આજે પોલીસે ગુનાઓ દાખલ કર્યા હતા. સાયબર ક્રિમિનલોએ ટાસ્ક, ક્રેડિડ કાર્ડની લીમીટ વધારવા, ક્રેડિટ કાર્ડનો ચાર્જ કપાતો બંધ કરવા, વર્લ્ડકપની ઓનલાઈન ટિકિટ, ઘરવખરીનો સામાન વેચવા સહિતના બહાને આ છેતરપીંડીને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. નવાઈની વાત તો એ છે કે ગઠિયાઓની જાળમાં શિિક્ષત યુવાનો પણ સપડાઈ રહ્યા છે જેને લઈને ઓનલાઈન નાણાંકીય ટ્રાન્જેક્શનો કરવા મોંઘા પડી રહ્યા છે. અલગ-અલગ મોબાઈલ નંબર અને વોટ્સેપ પરથી હિન્દી તેમજ ગુજરાતી ભાષામાં વાત કરતા આ ગઠિયાઓ દ્વારા પોતે જાણે કે બેન્કના અધિકારીઓ જ ના હોય તેવી વાતચીત કરીને પોતાની વાકછટાથી ગ્રાહકને જાળમાં ફસાવીને છેતરપીંડી કરી રહ્યા છે. ત્યારે ક્રેડિટ કાર્ડ વાપરતા, ઓનલાઈન નાણાંકીય લેવડ-દેવડ કરતા વ્યક્તિઓએ ખાસ સાવધાની રાખવાની જરૂરીયાત ઉભી થયાની લાગણી પ્રસરી જવા પામી છે.

ગોપાલપુરાના વ્યકિતને ઘરવખરી ખરીદવાના ચકકરમાં ગઠિયાએ ઓનલાઇન ૧.પ૪ લાખ પડાવ્યા : પોતાની ઓળખ સીઆરપીએફ ઓફિસર સંતોષકુમાર તરીકેની આપવા સાથે બદલી થઇ હોવાથી ઘરવખરી વેચવાનું કહીને જુદા જુદા બહાના હેઠળ ઓનલાઇન નાણાં મંગાવ્યાને મોબાઇલ સ્વીચ ઓફ કરી દેતા ફરિયાદ આણંદ તાલુકાના ગોપાલપુરાના વ્યકિતને પણ સીઆરપીએફના ઓફિસર તરીકેની ઓળખ આપીને બદલી થઇ હોવાથી ઘરવખરી વેચવાના બહાને ગઠિયાએ ૧.પ૦ લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારબાદ મોબાઇલ સ્વીચ ઓફ કરી દેતા પોતે છેતરાયાની પ્રતિતી થતા ગોપાલપુરાના વ્યકિતએ વાસદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મળતી વિગતોમાં ગોપાલપુરામાં રહેતા અને ખેતી કરતા પ્રવિણભાઇ સી.પટેલના મિત્ર રાજુભાઇ પટેલના મોબાઇલ પર ગત ૩૧ ઓકટો.ર૦ર૩ના રોજ સંતોષકુમાર સીઆરપીએફ ઓફિસરે મેસેજ કર્યો હતો કે તેમની બદલી થયેલ હોવાથી ઘરવખરીનો સામાન વેચવાનો છે. રાજુભાઇએ આ મેસેજ પ્રવિણભાઇને ફોરવર્ડ કર્યો હતો. પ્રવિણભાઇએ મોબાઇલથી સંતોષભાઇ નામના વ્યકિતનો સંપર્ક કરતા તેણે ઓનલાઇન ફ્રોડ ખૂબ થાય છે તેમ કહીને પોતાનું આઇ.ડી. પ્રવિણભાઇના વોટસઅપમાં મોકલી આપ્યું હતું. આથી પ્રવિણભાઇને ભરોસો બેઠો હતો અને તેમના અન્ય મિત્ર જીગjેશભાઇ પટેલે પણ મેસેજ કરીને જણાવ્યું હતું કે, સંતોષકુમાર ઓફિસરની બદલી થઇ હોવાથી તેમનો ઘરવખરીનો સામાન વેચવાનો છે, તમારે લેવો હોય તો લઇ લો. જેથી પ્રવિણભાઇએ સામાન ખરીદવાની તા. ૧ નવે.ના રોજ સંતોષકુમાર સાથે મોબાઇલ પર વાતચીત કરી હતી. જેમાં કુલ ૧.૧૦ લાખમાં સામાન વેચવાનું નકકી થયું હતું. જેથી પ્રથમ ટ્રાન્ઝેકશન પ્રવિણભાઇએ તેમના આણંદ રહેતા સગા ગોપીબેન પટેલ મારફતે ગુગલ પેથી કરાવ્યું હતું. થોડીવાર પછી સંતોષકુમારનો ફોન આવ્યો હતો કે આજે મોડું થયું હોવાથી સામાન નહીં મોકલું પણ જે સામાન મોકલું તે છોડાવવા બીજા ૪૧પ૦૦ મોકલી આપો. જે રીફ઼ડેબલ હોવાથી તમને પરત મળી જશે. આથી સંતોષકુમારે આપેલા મોબાઇલ નંબરની ઉપર પ્રવિણભાઇએ પોતાના ઓળખીતા અને ગોપાલપુરામાં રહેતા વિશાલભાઇ પટેલ મારફતે યુપીઆઇ ટ્રાન્ઝેશન કરાવ્યું હતું. જો કે પૈસા આવી ગયા છે પરંતુ એકાઉન્ટ ખૂલતું ન હોવાથી બીજા ર૧,પ૦૦ મોકલી આપો તેમ સંતોષકુમારે જણાવતા પ્રવિણભાઇએ ફરી મિત્ર દ્વારા નાણાં મોકલાવ્યા હતા. ત્યારબાદ સંતોષકુમારનો ફોન આવ્યો હતો કે તમે મોકલેલ ૪૧પ૦૦ અને ર૧પ૦૦ રીફંડેબલ પરત મેળવવા બીજા ૪૧૦૦૦ અને પ૦૦ અલગ મોકલી આપવાના રહેશે. આથી પ્રવિણભાઇએ પોતાના મામા નરેશભાઇ પટેલ મારફતે યુપીઆઇ ટ્રાન્ઝેકશનથી નાણાં મોકલ્યા હતા. ત્યારબાદ સંતોષકુમારનો ફોન આવ્યો હતો કે તમામ નાણાં આવી ગયા છે અને હું સામાન મોકલી આપું છું. જો કે ત્યારબાદ સંપર્ક કરતા સંતોષભાઇનો મોબાઇલ બંધ આવતો હતો અને પ્રવિણભાઇ મિત્ર જીગjેશભાઇનો સંપર્ક કરતા તે નંબર તેમનો ન હતો પરંતુ છેતરપિંડી કરવા માટે ઉપયોગ કરાયાનું ધ્યાને આવ્યું હતું. આમ, પોતાની સાથે કુલ ૧,પ૪,રપ૦ની છેતરપિંડી થયાનું જણાતા પ્રવિણભાઇએ સાયબર મદદ માટે ફોન નં.૧૯૩૦ ઉપર ફોન કરીને ફરિયાદ નોંધાવી હતી. જેની આજરોજ વાસદ પોલીસ મથકે રુબરુ ફરિયાદ કરીને સંતોષકુમાર સીઆરપીએફ ઓફિસર તરીકે અજાણ્યા વ્યકિતએ ઓનલાઇન ટ્રાન્ઝેકશન કરાવીને રૂ. ૧.પ૪ લાખની કરેલ છેતરપિંડી સામે કાયદેસર તપાસ કરવા ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગૂનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ખંભાત : ઉન્દેલના યુવાન સાથે ક્રેડિટ કાર્ડના મંથલી ચાર્જ બાબતે ૮૪ હજારની છેતરપીંડી : ગઠિયાએ મંથલી ૨૪૯૯ કપાશેનું જણાવીને લીંક મોકલી આપી કરેલી ્રઠગાઈ ખંભાત તાલુકાના ઉંદેલ ગામે રહેતા અને કેમીકલ કંપનીમાં નોકરી કરતા એક યુવાન સાથે ગઠિયાએ ક્રેડિટ કાર્ડના મંથલી ચાર્જ નહીં કપાવવાની બાબતે લીંક મોકલીને ૮૪ હજાર રૂપિયાની છેતરપીંડી કરતા આ અંગે ખંભાત રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. મળતી વિગતો અનુસાર ફરિયાદી બ્રિજકિશોર શ્રીનંદજી શુકલા મુળ યુપીના રહેવાસી છે પરંતુ હાલમાં ઉંદેલ ગામે રહીને કલમસરની કેમીકલ કંપનીમાં નોકરી કરે છે. તેમણે ખંભાતની આઈસીઆઈસીઆઈ બેંકનું ક્રેડિટ કાર્ડ લીઘું હતુ. જેની લીમીટ ૧ લાખની હતી. ગત ૭મી ઓક્ટમ્બરના રોજ સાંજના સુમારે તેઓ ઘરે હાજર હતા ત્યારે તેમના મોબઈલ ફોન ઉપર ૮૪૯૭૯-૦૦૪૫૬ પરથી ફોન આવ્યો હતો. જેમાં સામેથી હિન્દીભાષામાં વાત કરતા શખ્સે પોતે આઈસીઆઈસીઆઈ બેંકમાંથી બોલતા હોવાનું જણાવ્યું હતુ અને તમારું જે ક્રેડિટ કાર્ડ ઈસ્યુ થયું છે, તેનો મંથલી ચાર્જ ૨૪૯૯ રૂપિયા કપાશે. જો આ ચાર્જ ના કપાય તેમ ઈચ્છતા હોય તો, તમને મોકલવામાં આવેલી લીંક ઉપર યસ ક્લીક કરો. જેથી તેમણે યસ ક્લીક કરતા જ મોબાઈલમાં મેસેજ આવ્યો હતો કે, ક્રેડિટ કાર્ડમાંથી ૪૯ હજાર રૂપિયા ઉપડી ગયા છે. ત્ યારબાદ દશ, દશ અને ૧૫ હજાર રૂપિયા ઉપડી ગયાનો મેસેજ આવ્યો હતો. જેથી તેમણે તુરંત જ બેંકમાં જઈને પોતાનું ક્રેડિટ કાર્ડ બંધ કરાવી દીધું હતુ. અને સાયબર ક્રાઈમના હેલ્પલાઈન નંબર ઉપર પોતાની ફરિયાદ નોંધાવી દીધી હતી. ત્યારબાદ આજે ખંભાત રૂરલ પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતાં પોલીસે ઠગાઈ તેમજ વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરીને મોબાઈલ નંબરના આધારે તપાસ હાથ ઘરી છે.

આંકલાવ : કોસીન્દ્રાની સ્કૂલના શિક્ષકે ૧૧ વર્ષની વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કરતા ફરિયાદ

ખંભાત : બામણવા ગામે ત્રાટકેલા તસ્કરો દ્વારા ૫ દુકાનોના શટર તોડીને ચોરીનો પ્રયાસ

આણંદ : ડોક્ટર અને તેમના પિતરાઈ ભાઈને માર મારતાં ત્રણ વિરૂધ્ધ ફરિયાદ

મોરડની સગીરાને મલાતજથી ભગાડીને લઈ ગયા બાદ દુષ્કર્મ ગુજારનાર શખ્સને ૧૦ વર્ષની કેદની સજા

શાહપુરની સગીરા ઉપર પેટલાદમાં દુષ્કર્મ ગુજારનાર કણઝટના શખ્સને ૧૦ વર્ષની સજા

ફાગણીની સગીરાને ભગાડી લઈ ગયા બાદ દુષ્કર્મ ગુજારનાર શખ્સને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા

પેટલાદમાં ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરતા મારક હથિયારો સાથે જીવલેણ હુમલો : ૧ ગંભીર, બે ઘાયલ

કાણીસા ચોકડી નજીક બાઈક ખાડામાં ઉતરી ગયુ : કિશોરનું મોત, બે ઘાયલ