Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
ખંભાતના વ્યકિતને ર.પ૦ લાખના ચેક રીટર્નના કેસમાં દંડ, ન ભરે તો ૬ માસની કેદ
નડિયાદના જીનેશ રબારી પાસેથી વેપાર માટે જમશેદખાન પઠાણે ઉછીના નાણાં પેટે આપેલ ચેક રીટર્ન થતા નડિયાદ કોર્ટમાં ફરિયાદ થઇ હતી
28/11/2023 00:11 AM Send-Mail
નડિયાદના વ્યકિત પાસેથી છ માસની મુદ્દતે ખંભાતના વ્યકિતએ ઉછીના લીધેલા નાણાં પરત આપ્યા ન હતા. આથી કડક ઉઘરાણી થતા આપેલ ચેક રીટર્ન થયો હતો. આથી નડિયાદ કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેનો તાજેતરમાં ચુકાદો આવતા આરોપીને દંડ સહિત ચેકની રકમ ભરવા અને ન ભરે તો છ માસની સાદી કેદની સજા સૂણાવવામાં આવી હતી.

મળતી વિગતોમાં નડિયાદમાં વિદ્યુતનગર સોસાયટી પાસે રહેતા નોકરીયાત જીનેશભાઇ રબારી પાસેથી ખંભાતની રસુલ પાર્ક સોસાયટીમાં રહેતા જમશેદખાન પઠાણે વ્યવસાયના કારણે ર.પ૦ લાખ છ માસમાં પરત ચૂકવવાના વાયદા સાથે ઉછીના લીધા હતા. જો કે છ માસ બાદ પણ જમશેદખાને નાણાં પરત ન ચૂકવતા જીનેશભાઇએ ઉઘરાણી કરી હતી. પરંતુ ખોટા વાયદા મળતા હતા. આથી તેઓએ કડક ઉઘરાણી કરતા કેનેરા બેંક, ખંભાત શાખાનો ર૭ ડિસે.ર૦ર૧નો ચેક આપ્યો હતો.

આ ચેક જીનેશભાઇએ બેંકમાં ભરતા ડ્રોઅર્સ સીગjેચર અનકંપલીટના શેરા સાથે પરત ફર્યો હતો. આથી બેંકના લેટર સાથે વકીલની નોટીસ જમશેદખાનને મોકલાવી હતી. પરંતુ નોટિસ લેફટના શેરા સાથે પરત આવી હતી. આથી નડિયાદ કોર્ટમાં ફરિયાદ કરી હતી. કોર્ટમાં ફરિયાદી જીનેશભાઇએ મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. જયારે આરોપી કોર્ટમાં હાજર ન રહેતા પુરાવાનો હક બંધ કરાયો હતો. આ કેસ તાજેતરમાં ચાલી જતા ન્યાયાધીશ ચૈતન્ય વી.લીમ્બાચીયા (બીજા અધિક જયુડીશીયલ મેજીસ્ટ્રેટ ફ.ક. કોર્ટ)એ જમશેદખાન પઠાણને નેગોશીએબલ ઇ.એકટની કલમ ૧૩૮ મુજબ તકસીરવાન ઠરાવવાનો હુકમ કર્યો હતો. આ ગુના હેઠળ આરોપીએ ર,પપ,૦૦૦ દંડ, દંડ ન ભરે તો છ માસની કેદની સજા સૂણાવી હતી. ર,પપ,૦૦૦માંથી ર.પ૦ લાખ ચેકની રકમ ફરિયાદી જીનેશભાઇને વળતરપેટે ચૂકવવા તેમજ પ હજાર સરકાર ખાતે જમા કરાવવા ઠરાવાયું હતું. વધુમાં આરોપી હાજર ન હોવાથી સજાની અમલવારી થવા ધરપકડ વોરંટ કાઢવાનો હૂકમ અને તેની અમલવારી કરવા ડીએસપી, નડિયાદ-ખેડાને મોકલી આપવા હૂકમમાં જણાવાયું હતું.

આંકલાવ : કોસીન્દ્રાની સ્કૂલના શિક્ષકે ૧૧ વર્ષની વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કરતા ફરિયાદ

ખંભાત : બામણવા ગામે ત્રાટકેલા તસ્કરો દ્વારા ૫ દુકાનોના શટર તોડીને ચોરીનો પ્રયાસ

આણંદ : ડોક્ટર અને તેમના પિતરાઈ ભાઈને માર મારતાં ત્રણ વિરૂધ્ધ ફરિયાદ

મોરડની સગીરાને મલાતજથી ભગાડીને લઈ ગયા બાદ દુષ્કર્મ ગુજારનાર શખ્સને ૧૦ વર્ષની કેદની સજા

શાહપુરની સગીરા ઉપર પેટલાદમાં દુષ્કર્મ ગુજારનાર કણઝટના શખ્સને ૧૦ વર્ષની સજા

ફાગણીની સગીરાને ભગાડી લઈ ગયા બાદ દુષ્કર્મ ગુજારનાર શખ્સને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા

પેટલાદમાં ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરતા મારક હથિયારો સાથે જીવલેણ હુમલો : ૧ ગંભીર, બે ઘાયલ

કાણીસા ચોકડી નજીક બાઈક ખાડામાં ઉતરી ગયુ : કિશોરનું મોત, બે ઘાયલ