Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
અંગાડી નજીક ગાંધીધામ-ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનમાં લૂંટ કરનાર બે શખ્સો ચાર દિવસના રીમાન્ડ પર
સિગ્નલ લોસ કરી દેતાં ડ્રાયવરે ટ્રેનને ઊભી કરી દીધી હતી, એ સાથે જ પાંચેય શખ્સો લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા
28/11/2023 00:11 AM Send-Mail
ઠાસરા તાલુકાના અંબાવ-અંગાડી રેલવે સ્ટેશન વચ્ચે માત્ર ૧૫ મિનિટની અંદર લૂંટારૃં ટોળકીએ સિગ્નલ લોસ કરી ગાંધીધામ ઈન્દોર સુપરફાસ્ટને રોકી ટ્રેનની બારીમાંથી પાંચ જેટલા મુસાફરોના દાગીના, સરસામાન સહિત રૃપિયા ૩.૨૦ લાખની મત્તાની લૂંટ કરવાના બનાવમાં વડોદરા રેલવે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડેલા બે શખ્સોને કોર્ટમાં રજુ કરીને વધુ તપાસ અર્થે ચાર દિવસના રીમાન્ડ પર મેળવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગત ૧૩મીના રોજ ગાંધીધામથી ઈન્દોર તરફ જતી ટ્રેનને અજાણ્યા લૂંટારૃં શખ્સોએ સિગ્નલ લોસ કરીને અંગાડી રેલવે સ્ટેશન પાસે રોકી હતી અને રૃપિયા ૩.૨૦ લાખની લૂંટ કરી હતી. જોકે, લૂંટારૃં શખ્સ પૈકીના બે શખ્સો પુનઃ અંગાડી પાસે આવે તે પહેલાં જ વડોદરા રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડીને નામઠામ પુછતાં સુલાતન નિશાર ખાલપા અને ફરદીનઅલી ઈનાયતઅલી મકરાની (રે. ગોધરા)ના હોવાનું જણાવ્યું હતુ.

પોલીસે તેમને વધુ તપાસ અર્થે આણંદ રેલવે પોલીસને સોંપ્યા હતા. જ્યાં પોલીસે તેને કોર્ટમાં રજૂ કરતા ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ તપાસમાં શખ્સોએ અગાઉ આણંદ અને ગોધરામાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. આ સિવાય, સેવાલિયામાં ઘટના ઘટી તે પહેલાં પણ તેમણે સિગ્નલ લોસ કર્યો હતો અને લૂંટને અંજામ આપ્યો હતો. પોલીસની પુછપછરમાં આ લૂંટમાં સંડોવાયેલા હસન સલીમ શેખ, હુસૈન સલીમ શેખ અને યાસીન સલીમ શેખના નામો ખુલ્યા છે જેમને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરાઈ છે.

નડિયાદ : એક્સપ્રેસ હાઈવે પાસે લક્ઝરી બસ પલ્ટી જતાં બેનાં મોત : ૨૫ ઘાયલ

ખેડા : સ્ટાફ તરીકેના બનાવટી આઇકાર્ડ દ્વારા એસ.ટી.બસમાં વગર ટિકિટે મુસાફરી કરનારને ૩ વર્ષની કેદની સજા

નડિયાદ : ક્લિનીકના મેડિકલ સ્ટોરનોે વહિવટ કરતી યુવતીએ ૧૦ લાખની ચોરી કરતા ફરિયાદ

કઠલાલમાં મહિલાએ મોબાઈલ પર રીલ્સ જોતાં ગમી ગયેલ કુર્તિ ખરીદવા જતાં રૂા.૩૨૦૦ ગુમાવ્યા

કઠલાલ નજીકથી એસટી બસનો ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં પકડાયો

કઠલાલના અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ટેન્કરે બાઈકને અડફેટે લેતાં ૨ મિત્રોના મોત

નડિયાદ : બસ સ્ટેન્ડમાંથી મહિલાની ચેઈન તોડનાર મહેમદાવાદની પાકિટમાર મહિલા પકડાઈ

મહુધા નજીક ભુલીભવાની પાટીયા પાસે એસટી બસે બાઈક ચાલકને અડફેટે લેતાં મોત