Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
મોગરના ડ્રાયવર સાથે ક્રેડિટ કાર્ડ બંધ કરાવવાના બહાને ૧.૨૦ લાખની છેતરપીંડી
ગઠિયાએ ઓટીપી નંબર મેળવી લઈને કરેલી ઠગાઈ
28/11/2023 00:11 AM Send-Mail
આણંદ નજીક આવેલા મોગર ગામે રહેતા એક ડ્રાયવર સાથે ગઠિયાએ ક્રેડિટ કાર્ડ બંધ કરાવવાના બહાને વાતચીત કરીને ઓટીપી નંબર મેળવી લઈ તેના આધારે કાર્ડમાંથી ૧.૨૦ લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લઈને વિશ્વાસઘાત તેમજ છેતરપીંડી કરતા આ અંગે વાસદ પોલીસે ગુનો દાખલ કરીને મોબાઈલ ફોન નંબરના આધારે તપાસ હાથ ધરી છે.

મોગર ગામના સફેદ દરવાજા, દેવ્યાવાળા ફળિયામાં રહેતા અને ડ્રાઈવીંગ કરીને ગુજરાન ચલાવતા મનુભાઈ જીતસિંહ મહિડા ડીબીએસ બેંકનું ક્રેડિટ કાર્ડ ધરાવે છે. ગત ૧૪મી ઓક્ટોબરના રોજ બપોરના લગભગ બારેક વાગ્યાના સુમારે તેમના મોબાઈલ ફોન ઉપર ૯૭૩૪૫-૪૮૩૪૨ ઉપરથી ફોન આવ્યો હતો.

જેમાં સામેવાળી વ્યક્તિએ પોતાની ઓળખ ડીબીએસ બેંકના અધિકારી તરીકે આપી હતી અને તમોએ ક્રેડિટ કાર્ડ કેન્સલેશન માટે રીક્વેસ્ટ કરેલ હોય, તેની મંજુરી આવી ગઈ હોય, કાર્ડ બંધ કરવા માટે પ્રોસેસ કરું છુ, જેનો તમને મેસેજ આવશે અને તમારું કાર્ડ કેન્સલ થઈ જશે.તમારે જે પેમેન્ટ ભરવાનું બાકી છે તે ભરી દેજો, નહીં તો કાર્ડ કેન્સલ નહીં થાય તેમ જણાવ્યું હતુ. ત્યારબાદ મોબાઈલમાં છ આંકડાનો ઓટીપી નંબર આવ્યો હતો, જે જણાવવાનું કહેતા જ મનુભાઈએ એ નંબર આપતાં જ તમારું કાર્ડ કેન્સલ કરાવી દીધુ છે તેમ જણાવીને ફોન કટ કરી દીધો હતો. ત્યારબાદ ક્રેડિટ કાર્ડની બાકી રકમ ૪૩૩૫ રૂપિયા ભરી દીધી હતી. એક મહિના બાદ એટલે કે ૧૪મી નવેમ્બરના રોજ ક્રેડિટ કાર્ડના ૧.૨૦ લાખ રૂપિયા ભરવા અંગેનો મેસેજ આવ્યો હતો. જેથી બેકમાં તપાસ કરતા ક્રેડિટ કાર્ડ બંધ થયુ નહોતુ અને ઉક્ત ફોન કરનાર ગઠિયાએ ૧.૨૦ લાખ રૂપિયા સેરવી લીધા હતા. જેથી તુરંત જ સાયબર ક્રાઈમના હેલ્પલાઈન નંબર ઉપર ફોન કરીને પોતાની ફરિયાદ આપી દીધી હતી. ત્યારબાદ આજે વાસદ પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતાં પોલીસે છેતરપીંડી તેમજ વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરીને મોબાઈલ ફોન નંબરના આધારે તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે ગઠિયાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આંકલાવ : કોસીન્દ્રાની સ્કૂલના શિક્ષકે ૧૧ વર્ષની વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કરતા ફરિયાદ

ખંભાત : બામણવા ગામે ત્રાટકેલા તસ્કરો દ્વારા ૫ દુકાનોના શટર તોડીને ચોરીનો પ્રયાસ

આણંદ : ડોક્ટર અને તેમના પિતરાઈ ભાઈને માર મારતાં ત્રણ વિરૂધ્ધ ફરિયાદ

મોરડની સગીરાને મલાતજથી ભગાડીને લઈ ગયા બાદ દુષ્કર્મ ગુજારનાર શખ્સને ૧૦ વર્ષની કેદની સજા

શાહપુરની સગીરા ઉપર પેટલાદમાં દુષ્કર્મ ગુજારનાર કણઝટના શખ્સને ૧૦ વર્ષની સજા

ફાગણીની સગીરાને ભગાડી લઈ ગયા બાદ દુષ્કર્મ ગુજારનાર શખ્સને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા

પેટલાદમાં ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરતા મારક હથિયારો સાથે જીવલેણ હુમલો : ૧ ગંભીર, બે ઘાયલ

કાણીસા ચોકડી નજીક બાઈક ખાડામાં ઉતરી ગયુ : કિશોરનું મોત, બે ઘાયલ