Sardar Gurjari

સોમવાર, તા. ૧૪ ઓક્ટોબર, ૨૦૨૪, આસો સુદ ૧૧, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૪, અંક -૧૧૯

મુખ્ય સમાચાર :
લગ્ન બાદ પત્ની પણ ન માંગી શકે ‘આધાર કાર્ડ’ની માહિતી, મહિલાની અરજી પર કર્ણાટક હાઇકોર્ટનો નિર્ણય
ભરણ-પોષણ મેળવવા મામલે મહિલાએ હાઇકોર્ટમાં અરજી, પતિના આધારની વિગતો માંગી
29/11/2023 00:11 AM Send-Mail
પત્ની પતિના આધારકાર્ડની માહિતી માંગી શકે છે કે નહીં ? પત્નીને આધારકાર્ડની માહિતી એકતરફી મેળવવાનો અધિકાર છે કે નહી? આ મામલે હાઇકોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કર્ણાટક હાઇકોર્ટે આજે એક મહિલાની અરજી પર સુનાવણી હાથ ધરી હતી. અરજીમાં મહિલાએ જુદા રહેતા પતિનો આધાર નંબર, એનરોલમેન્ટ વિગતો અને ફોન નંબર માગ્યો હતો. મહિલાની દલીલ હતી કે તેની પાસે પતિની વિગતો ન હોવાથી ફેમિલી કોર્ટના ભરણ-પોષણનો આદેશ લાગુ કરવામાં મુશ્કેલી પડી રહી છે, ત્યારેઆ મામલે કોર્ટે મહિલાને ફટકાર લગાવી છે.

મહિલાની અરજી પર હાઇકોર્ટે નિર્ણય સંભાળવતા કહ્યું કે, પત્ની માત્ર લગ્ન સંબંધોના આધારે પોતાના પતિના આધાર ડેટાની માહિતી એકતરફી માંગી શકે નહી. ઉપરાંત આ બાબત કાયદાના બંધારણીય માળખાની ગોપનીયતા અધિકારોની સ્વાયત્તતા અને સુરક્ષા પર ભાર મુકે છે. એટલું જ નહીં, કોર્ટે સ્પષ્ટ જણાવ્યું કે લગ્નથી પતિની ગોપનિયતના અધિકારો ઓછા થઇ જતા નથી. ન્યાયાધીશ એસ. સુનીલ દત્ત યાદવ અને ન્યાયાધીશ વિજયકુમાર એ. પાટિલની બેન્ચે કહ્યું કે લગ્ન કરવાથી આધારકાર્ડ ધરાવના વ્યકિતની ગોપનીયતાનો અધિકાર ઓછો થઇ જતો નથી અને નિર્ધારિત કરેલી પ્રક્રિયાનું પાલન કરવું જોઇએ.

દરમિયાન એક મહિલાના ૨૦૦૫માં લગ્ન થયા હતા. દંપતિને એક પુત્રી પણ છે. બંને વચ્ચે સંબંધો બગડયા બાદ મહિલાએ કાયદાકીય કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં ફેમિલી કોર્ટે ભરણ-પોષણ પેટે ૧૦,૦૦૦ રૂપિયા અને પુત્રીના ખર્ચ પેટે ૫૦૦૦ રૂપિયા આપવાનો પતિને આદેશ આપ્યો હતો. જો કે ત્યારબાદ પતિના સરનામાની જાણ ન હોવાના કારણે મહિલાના પરિવારને વળતર મેળવવામાં મુશ્કેલી પડી રહી હતી, જેના કારણે મહિલાએ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ળકંઅ) અરજી કરી પતિની વિગતો માંગી હતી, જેને ૨૫ ફેબ્રુઆરી-૨૦૨૧ના રોજ રદ કરી દેવાઇ હતી.

પરવાનગી વિના જાહેર સભાઓને અટકાવતી BNSની કલમ ૧૬૩ લોકશાહી પર ડાઘ છે : સોનમ વાંગચુક

લોરેન્સે દાઉદની ‘ડી કંપની’ જેવી બિશ્નોઈ ગેંગ બનાવી

સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સના ૩ કરોડ ગ્રાહકોનો ડેટા લીક, હેકર્સ ૬૮૦૦૦ ડોલરની ખંડણી માંગી

કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને તેમના પરિવારે કર્ણાટક સરકારને વિવાદિત જમીન પાછી આપી

એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ ગેંગે લીધી, યુપી-હરિયાણાના શૂટર્સ હત્યામાં સામેલ

માર્કેટમાં સફરજન કરતા પણ મોંઘા થયાં ટામેટા

હરદીપસિંહ નિજ્જર હત્યા કેસમાં ભારતે કેનેડા પાસે નક્કર પુરાવા માગ્યા

મહારાષ્ટ્રમાં કાયદો વ્યવસ્થા સંપૂર્ણપણે ધ્વસ્ત થઇ: કોંગ્રેસ