Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
બિહારની શાળાઓમાં રજાઓને લઇને રાજકીય હોબાળો : હિંદુ તહેવારોની રજાઓમાં કાપ
-ઇદ અને બકરી ઇદ રજાઓ લંબાવાઈ -ઉર્દૂ શાળાઓમાં શુક્રવારને સાપ્તાહિક રજા જાહેર કરાઈ -નીતિશ સરકાર તૃષ્ટિકરણની રાજનીતિ કરી રહી હોવાનો ભાજપનો આરોપ
29/11/2023 00:11 AM Send-Mail
બિહારમાં શિક્ષણ વિભાગે આગામી વર્ષની સરકારી શાળાઓમાં રજાઓની યાદી જાહેર કરી છે. જો કે, નીતિશ સરકારના આ શૈક્ષણિક કેલેન્ડરમાં રજાઓને લઇને ભારે રાજકીય હોબાળો થયો હતો. ભાજપે આરોપ લગાવ્યો કે નીતિશ સરકાર તૃષ્ટિકરણની રાજનીતિ કરી રહી છે. હિંદુ તહેવારોની રજાઓ ઘટાડવામાં આવી છે, જયારે મુસ્લિમ તહેવારોની રજાઓમાં વધારો કરવામાં આવ્યો છે. સમગ્ર મામલો પ્રકાશમાં આવતાં જ રાજકારણ ગરમાયું હતું. જો કે વિપક્ષના આક્રમક વલણ બાદ જેડીયુએ પણ સમીક્ષા અને સુધારા માટે કહ્યું છે.

નીતિશ સરકારના મંત્રી અશોક ચૌધરીએ કહ્યું કે આ નિર્ણય મુખ્યમંત્રીના ધ્યાનમાં આવતા જ તેઓએ તરત જ તેની તપાસ કરશે. મુખ્યમંત્રી આ અંગે જરૂરી નિર્ણય લેશે. આ રજાઓ પહેલેથી જ આપવામાં આવી છે. આ બાબત જનભાવના સાથે જોડાયેલી છે. આ રજાઓ નાબુદ કરવા માટે કોઇ ઔચિત્ય નથી. જો આવું કંઇક થશે તો જનતાની ભાવનાને અસર કરશે. એક અલગ પ્રકારની અનુભૂતિ થાય છે. આ બાબત મંત્રી અને વરિષ્ઠ અધિકારીઓના ધ્યાને આવતાં જ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. ગત વખતે પણ આવો જ મામલો સામે આવતા મુખ્યમંત્રીએ દરમિયાનગીરી કરી હતી,આ વખતે પણ મુખ્યમંત્રી હસ્તક્ષેપ કરશે.

જેડીયુના નેતા અને બિહારના બિલ્ડીંગ કન્સ્ટ્રકશન મિનિસ્ટર અશોક ચૌધરીએ આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે આવી બાબતો પર રાજનીતિ ન થવી જોઇએ. આ નિર્ણયો બાબુ સ્તરે લેવામાં આવે છે. ઘણ વખત તેઓ અધિકારીઓ અને મંત્રીઓની નજરમાં આવતા નથી. મને લાગે છે કે મુખ્ય સચિવ અને વિભાગના મંત્રીએ પણ તે જોયું નહી હોય. સરકાર સમગ્ર મામલાની ફરી સમીક્ષા કરશે અને રજાઓ અંગે જરૂરી નિર્ણયો લેવામાં આવશે. આ સમગ્ર વિવાદ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલ ૨૦૨૪ના શૈક્ષણિક કેલેન્ડર સાથે સંબંધિત છે. જેમાં શાળાની રજાઓની યાદીમાં ઘણા હિન્દુ, તહેવારોની રજાઓ નાબુદ કરવામાં આવી છે. આ વર્ષની સરખામણીમાં ઇદ અને બકરી ઇદ રજાઓ લંબાવવામાં આવી છે. જારી કરાયેલા આદેશ અનુસાર આ વર્ષની સરખામણીમાં ૨૦૨૪માં તીજ, જયુતિયા,જન્માષ્ટમી, મહાશિવરાત્રીની રજાઓ નાબૂદ કરવામાં આવી છે. દિવાળી માટે એક દિવસ, છઠ માટે ત્રણ દિવસ, હોળી માટે બે દિવસ અને દુર્ગા પૂજા માટે ત્રણ દિવસની રજા નક્કી કરવામાં આવી છે. ઇદ અને બકરી ઇદ માટે ત્રણ દિવસની રજા આપવામાં આવી છે. વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશમાં હવે ઉર્દૂ શાળાઓમાં શુક્રવારને સાપ્તાહિક રજા જાહેર કરવામાં આવી છે. શિક્ષણ વિભાગના આ નિર્ણયને લઇને હવે રાજકારણ ગરમાયું છે.

ખેડૂતોની માંગ પર વિચાર કરવા કેન્દ્રને સુપ્રીમ કોર્ટની સલાહ

આંદોલનકારી ખેડૂતો પર રાષ્ટ્રીય સુરક્ષા ધારો ઉગામવાની તૈયારી: સંપત્તિ જપ્ત કરાશે

કેન્દ્ર સરકારનું સરોગેસી નિયમ-૨૦૨૨માં સંશોધન ડોનર ગેમેટનો ઉપયોગ કરીને સરોગેસીની મંજૂરી

અમેરિકા ૫૦ વર્ષ બાદ ફરી ચંદ્રમા પર પહોંચ્યું, પ્રાઈવેટ કંપનીએ લેન્ડિંગ કરી ઈતિહાસ રચ્યો

જમ્મુ અને કાશ્મીરમાં ભૂસ્ખલન, બરફના તોફાનમાં ૨ના મોત

ખેડૂત આંદોલન : ૨૬ ફેબ્રુઆરીએ ટ્રેકટર આક્રોશ રેલીની જાહેરાત, હાઈવે કરાશે બ્લોક

આકાશ દીપનો ડેબ્યુ ટેસ્ટમાં ધમાકો, ઈંગ્લેન્ડના સાત વિકેટે ૩૦૨ રન

કર્ણાટકમાં મંદિરો પર ટેક્સ લાદતું બિલ પસાર : સંતો વિરોધમાં ઉતર્યા