Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
રેસલિંગ એસોસિએશનની ચૂંટણીઓ પરનો પ્રતિબંધ હટાવ્યો, સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટનો આદેશ રદ કર્યો
પંજાબ-હરિયાણા હાઇકોર્ટે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની ચૂંટણીઓ પર ૧૨ ઓગસ્ટે આગામી આદેશ સુધી પ્રતિબંધ મૂકયો હતો
29/11/2023 00:11 AM Send-Mail
સુપ્રીમ કોર્ટે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની એક્ઝિકયુટિવ કાઉન્સીલની ચુંટણીઓને મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના આદેશને ફગાવી દીધો, જેણે ચુંટણીઓ પર પ્રતિબંધ મૂકયો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું - અમે જે સમજવામાં નિષ્ફળ છીએ કે હાઇકોર્ટ દ્વારા આખી ચૂંટણી પ્રક્રિયા કેવી રીતે રદ થઇ શકે. કોર્ટે રિટર્નિંગ ઓફિસરને સંશોધિત ચૂંટણી કાર્યક્રમ તૈયાર કરવા જણાવ્યું છે. આ સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે સ્પષ્ટ કરીએ છીએ કે ચૂંટણીના પરિણામો રિટ પિટિશનમાં આપવામાં આવેલા આદેશોને આધીન રહેશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે યોગ્ય પગલું એ હોત કે ચૂંટણીને ચાલવા દેવામાં આવે અને ચૂંટણીના પરિણામો રિટ પિટિશનમાં કોર્ટ સમક્ષ ચાલી રહેલી કાર્યવાહીના અંતિમ પરિણામને આધીન હોવા જોઇએ.

તમને જણાવી દઇકે એ પંજાબ-હરિયાણા હાઇકોર્ટે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની ચૂંટણીઓ પર ઓગસ્ટમાં આગામી આદેશ સુધી પ્રતિબંધ મૂકયો હતો. ૧૨ ઓગસ્ટના રોજ રેસલિંગ એસોસિએશનની ચૂંટણી યોજાવાની હતી. ચાર ઉમેદવાર પ્રમુખ પદ માટે છે, જયારે ત્રણ વરિષ્ઠ ઉપપ્રમુખ, ૬ ઉપપ્રમુખ, ૩ મહાસચિવ, બે ખજાનચી, સંયુકત સચિવ અને ૯ ઉમેદવારો કારોબારી સભ્ય પદ માટે મેદાનમાં હતા. ૧૫ જગ્યાઓ માટે૩૦ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. પ્રમુખ પદ માટે એક મહિલાએ પણ અરજી કરી હતી. પ્રમુખ પદ માટે સંજયસિંહના નામાંકનને લઇને મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. સંજયને રેસલિંગ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ અને બ્રિજભૂષણ સિંહના નજીકના માનવામાં આવે છે, જેઓ મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીના આરોપોથી ઘેરાયેલા છે. બજરંગ પુનિયા સહિતના વિરોધી કુસ્તીબાજોએ તેમની ઉમેદવારી સામે વાંધો ઉઠાવ્યો હતો. તેઓએ રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરને પણ મળ્યા અને આ મુદ્દો ઉઠાવ્યો હતો. વિરોધ કરી રહેલા કુસ્તીબાજો અનીતા શ્યોરાણનું સમર્થન કરી રહયા હતા, જે પ્રમુખપદની એકમાત્ર મહિલા ઉમેદવાર હતા. અનિતા કોમનવેલ્થ ગેમ્સની ભૂતપૂર્વ સુવર્ણ ચંદ્રક વિજેતા હતી અને બ્રિજભૂષણ વિરૂદ્ઘ જાતીય સતામણી કેસમાં સાક્ષી હતી. રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની એક્ઝિકયુટિવ કમિટીના સભ્યોની યાદીમાં એકમાત્ર મહિલા ઉમેદવાર અનિતાઓડિશાનું પ્રતિનિધિત્વ કરી રહી હતી.

ખેડૂતોની માંગ પર વિચાર કરવા કેન્દ્રને સુપ્રીમ કોર્ટની સલાહ

આંદોલનકારી ખેડૂતો પર રાષ્ટ્રીય સુરક્ષા ધારો ઉગામવાની તૈયારી: સંપત્તિ જપ્ત કરાશે

કેન્દ્ર સરકારનું સરોગેસી નિયમ-૨૦૨૨માં સંશોધન ડોનર ગેમેટનો ઉપયોગ કરીને સરોગેસીની મંજૂરી

અમેરિકા ૫૦ વર્ષ બાદ ફરી ચંદ્રમા પર પહોંચ્યું, પ્રાઈવેટ કંપનીએ લેન્ડિંગ કરી ઈતિહાસ રચ્યો

જમ્મુ અને કાશ્મીરમાં ભૂસ્ખલન, બરફના તોફાનમાં ૨ના મોત

ખેડૂત આંદોલન : ૨૬ ફેબ્રુઆરીએ ટ્રેકટર આક્રોશ રેલીની જાહેરાત, હાઈવે કરાશે બ્લોક

આકાશ દીપનો ડેબ્યુ ટેસ્ટમાં ધમાકો, ઈંગ્લેન્ડના સાત વિકેટે ૩૦૨ રન

કર્ણાટકમાં મંદિરો પર ટેક્સ લાદતું બિલ પસાર : સંતો વિરોધમાં ઉતર્યા