બાળકોએ શાળામાં શું ભણવું જોઈએ તે નક્કી કરવાનું કામ સરકારનું છે, મુખ્ય ન્યાયમૂર્તિ
તાજેતરના સમયમાં એવા ઘણા અહેવાલો પ્રકાશનમાં આવ્યા છે જેમાં બાળકો હાર્ટ એટેકનો શિકાર બન્યા છે
સુપ્રીમ કોર્ટે એક અરજીની સુનાવણીમાં કહ્યું છે કે અમે શાળાઓમાં બાળકોને શું ભણાવવું જોઈએ અને શું ન ભણાવવું જોઈએ તે અંગેના નિર્દેશ આપી શકતા નથી. કોર્ટે કહ્યું છે કે સરકારે આ મુદ્દા પર વિચાર કરવાની જરૃર છે. બાળકોને સ્વાસ્થ્ય સંબંધિત શિક્ષણ આપવાની માગણી કરતી અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે આ વાત કહી. કોર્ટે કહ્યું કે અરજદારો સરકારને તેમની માંગનું મેમોરેન્ડમ સુપરત કરે તો સારું રહેશે.
અરજદારે પોતાની અરજીમાં માંગ કરી હતી કે હાલના સમયમાં હાર્ટ એટેકના કારણે મૃત્યુના વધતા જતા કિસ્સાઓને જોતા શાળાઓમાં બાળકોને હૃદયરોગ સંબંધિત શિક્ષણ આપવામાં આવે. ઇમરજન્સીમાં સીપીઆર દ્વારા દર્દીને કેવી રીતે મદદ કરી શકાય તેવી માંગ પણ કરવામાં આવી હતી. પરંતુ કોર્ટે આ સાંભળવાનો ઇનકાર કર્યો હતો.સીજેઆઇએ કહ્યું કે અમે નક્કી કરી શકતા નથી કે બાળકોએ શું વાંચવું જોઈએ.
તાજેતરના સમયમાં આવા ઘણા અહેવાલો પ્રકાશમાં આવ્યા છે જેમાં બાળકો હાર્ટ એટેકનો શિકાર બન્યા છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લખનૌની સિટી મોન્ટેસરી સ્કૂલમાં ધોરણ નવમાં ભણતા વિદ્યાર્થીનું અચાનક મૃત્યુ થયું હતું. તે વિદ્યાર્થીનું મૃત્યુ પણ હાર્ટ એટેકથી થયું હોવાનું માનવામાં આવે છે. એ જ રીતે ઑક્ટોબર મહિનામાં રાજસ્થાનના બિકાનેરમાં એક માસૂમ બાળકની તબિયત અચાનક બગડતાં તેનું મોત થયું હતું. આવા બીજા ઘણા કિસ્સાઓ જોવા મળ્યા છે.
સીપીઆરનું પૂર્ણ સ્વરૃપ કાર્ડિયો પલ્મોનરી રિસુસિટેશન છે. આ સારવારની એક પદ્ધતિ છે જે હાર્ટ એટેક અથવા અન્ય હૃદયના રોગોને લગતી ગંભીર કટોકટીની પરિસ્થિતિઓમાં જીવનરક્ષક સારવાર તરીકે ઓળખાય છે. આ પ્રક્રિયા દ્વારા કાર્ડિયાક અરેસ્ટના કિસ્સામાં સ્થળ પર જ તાત્કાલિક સારવાર આપવામાં આવે છે. આ પ્રક્રિયા દ્વારા ફેફસાંને ઓક્સિજન આપવામાં આવે છે. સીપીઆ રક્ત પરિભ્રમણમાં મદદ કરે છે. જો આ પદ્ધતિનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો દર્દીનું જીવન જોખમની બહાર છે. કાર્ડિયાક અરેસ્ટની છ મિનિટમાં ઝ્રઁઇ કરવું પડે છે, તેથી યોગ્ય તાલીમ જરૃરી છે. આ માટે ખાસ સાવધાની જરૃરી છે. આ સાવધાની તાલીમ દ્વારા શીખી શકાય છે.