Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
કોમન યુનિ. એકટ અમલવારી સંદર્ભ 'થોભો અને રાહ જુઓ'ની નીતિ હાલ અખત્યાર
સ.પ.યુનિ.માં સત્તા મંડળોમાં નેકની જૂની માન્યતા પ્રાપ્ત કોલેજના પ્રતિનિધિઓની નિમણૂંક શકય !
-સ.પ.યુનિ. સંલગj ૧૩૦થી વધુ કોલેજોમાં નેકની માન્યતા ધરાવતી માંડ ૧૫ -નેકની માન્યતા ધરાવતી કોલેજના પ્રિન્સીપાલ-પ્રોફેસરની સત્તા મંડળમાં નિમણૂંકની એકટની જોગવાઇ સામે વિવાદ થતા સરકારે નમતું જોખ્યુંની અટકળો
29/11/2023 00:11 AM Send-Mail
નેકની જૂની માન્યતા ધરાવતી કોલેજ-સંસ્થાના પ્રતિનિધિની યાદી હાથવગી રાખવા મૌખિક આદેશ
રાજય સરકારના શિક્ષણ વિભાગમાં નેકની જોગવાઇના કારણે યુનિ.ઓમાં કોમન એકટના અમલીકરણ અંતર્ગત સત્તામંડળોમાં કેટલીક જગ્યાઓ ખાલી રાખવી પડેની સ્થિતિ હોવાનો વિવાદ પહોંચી ચૂકયો છે. જેથી યુનિ.ના સૂત્રોના કથનાનુસાર સરકારની મૌખિક સૂચનાના પગલે સ.પ.યુનિ. દ્વારા હાલમાં વચગાળાના રસ્તા તરીકે નેકની જૂની માન્યતા ધરાવતી કોલેજ કે સંસ્થાના પ્રતિનિધિઓની યાદી હાથવગી રાખવાની પ્રક્રિયા ગતિમાં છે. જેથી સરકાર તરફથી લીલી ઝંડી મળતા કોઇ કોલેજ ભૂતકાળમાં નેકની માન્યતા ધરાવતી હોય પરંતુ હાલમાં માન્યતા ન હોય તો પણ આવી સંસ્થાના પ્રિન્સીપાલ કે પ્રોફેસરને સત્તામંડળમાં લઇ શકાય.

દિવાળી અગાઉ અધ્યાપકોના મંગાવેલા ડેટા પર યુનિ.એ શરુ કરી સ્ક્રુટીની
સ.પ.યુનિ. દ્વારા કોમન એકટ અંતર્ગત એકિઝકયુટીવ કાઉન્સિલ, બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એકેડેમિક કાઉન્સિલની રચના માટેની ધીમી ગતિએ કામગીરી હાથ ધરી હતી. જેમાં દિવાળી અગાઉ યુનિ. સંલગj કોલેજોના કોમન એકટના દાયરામાં આવતા અધ્યાપકોના શૈક્ષણિક ડેટા મંગાવ્યા હતા. બાદમાં દિવાળી વેકેશન દરમ્યાન કામગીરી બંધ રહી હતી. હવે પુન: યુનિ. શરુ થતા અધ્યાપકોના આવેલા ડેટાનું કુલપતિ, રજીસ્ટ્રાર સહિતની તજજ્ઞ ટીમ દ્વારા એનાલીસીસ કરવામાં આવી રહ્યાનું જાણવા મળે છે. જેમાં અધ્યાપકોના રીસર્ચ પેપર, પીએચડી, શૈક્ષણિક અનુભવ સહિતની બાબતોની સ્ક્રુટીની કરવામાં આવી રહ્યાનું રજીસ્ટ્રાર કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું.

વાયબ્રન્ટ મહોત્સવમાં જૂના-નવા એમઓયુની વિગતો સાથે પરફોર્મન્સ કરવા ઉચ્ચ શિક્ષણ વિભાગનો આદેશ ! યુનિ.એ ત્રણ દિવસ માટે બે સ્ટોલ બુક કરાવ્યા
આગામી ૭,૮ ડિસે.થી રાજયમાં વાયબ્રન્ટ મહોત્સવ યોજાનાર છે. જેમાં હાયર એજયુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા સ.પ.યુનિ.ના કુલપતિ અને રજીસ્ટ્રારને પણ ચોકકસ લ-યાંક સાથેના એમઓયુ કરવા ફોર્મ મોકલવા સાથે આદેશ કર્યાનો ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે. જેથી સરકારી યુનિ.ના સત્તાધીશો એમઓયુ કેવી રીતે કરવા તેની ગડમથલમાં મૂકાયાની સ્થિતિ છે. જો કે વાયબ્રન્ટ મહોત્સવમાં સ.પ.યુનિ. દ્વારા ત્રણ દિવસ માટે બે સ્ટોલ બુક કરાવવામાં આવ્યા છે. જેમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ, એજયુકેશન પ્રોેસેસ સહિતની પ્રસ્તુતિ કરવામાં આવશે. પરંતુ ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા યુનિ.ને જૂના અને નવા એમઓયુની વિગતો સાથે પરફોર્મન્સ રજૂ કરવા પણ જણાવાયું છે. ત્યારે સરકારી ગ્રાન્ટ આવે તે પ્રમાણે કામગીરી કરવામાં આવતી હોવાથી એમઓયુ કેવી રીતે કરવા તેની મૂંઝવણ પણ યુનિ. સત્તાવાળાઓને સતાવી રહી છે.

વલ્લભ વિદ્યાનગર સ્થિત સ.પ.યુનિ. સહિત રાજયની સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એકટ લાગુ કર્યા બાદ જુદા જુદા સત્તામંડળોમાં સભ્યોની નિયુકિત માટે સરકાર દ્વારા ધારાધોરણો નકકી કરવામાં આવ્યા હતા. જેમાં નેકની માન્યતા ધરાવતી હોય તેવી કોલેજના પ્રિન્સીપાલ-પ્રોફેસરની નિમણૂંક કરવી તેવી જોગવાઇ કરવામાં આવી હતી.

જેની સામે સ.પ.યુનિ. સંલગj ૧૩૦થી વધુ પૈકીને માંડ ૧પ કોલેજો જ હાલ નેકની માન્યતા ધરાવે છે. જયારે અન્ય પાસે જૂની માન્યતા અને કેટલીકમાં આગામી ડીસેમ્બર,જાન્યુઆરીમાં નેક ટીમની મુલાકાત થનાર છે. આવી સ્થિતિ રાજયની અન્ય એકટ અમલી કરાયેલ યુનિવર્સિટીઓમાં પણ છે. આથી નેકની માન્યતાવાળી જોગવાઇને લઇ વિવાદ ઉભો થઇ રહ્યો છે.

કોમન એકટ અમલીકરણ ટીમ સાથે સંકળાયેલ તજજ્ઞના મતે વિવાદના કારણે આગામી દિવસોમાં નેકની જૂની માન્યતા ધરાવતી સંસ્થા હોય તો તેમના પ્રોફેસરોને પણ સત્તા મંડળમાં નિમણૂંક આપી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી શકે છે. આથી આ મામલે સરકારે નમતું જોખવું જ રહ્યું. નહીં તો એકટના અમલીકરણના એક માસ ઉપરાંતના સમય વીતવા છતાંયે ૧૦ પૈકીની એકપણ યુનિવર્સિટીમાં એકિઝકયુટીવ કાઉન્સિલ, બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એકેડેમિક કાઉન્સિલની રચના જ થઇ શકી નથી. જયારે કાયદો અમલી બનવા સમયે ૧૦ દિવસમાં આ ત્રણ કાઉન્સિલની રચના પૂરી કરવા યુનિ.ઓને સરકારે તાકિદ કરી હતી. સ.પ.યુનિ.ના અંતરંગ સૂત્રોએ જણાવ્યું હતું કે,ઉત્તર ગુજરાત યુનિ.માં બી.એડના પ્રોફેસરોએ નેકની માન્યતાની જોગવાઇ સામે કોર્ટમાં રિટ કરતાં સ્ટે આપી દેવામાં આવ્યો છે. આ ઘટના પછી હવે સરકારે તાકિદે સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સમાં નેકની જોગવાઇનો ઉલ્લેખ કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. જો કે કોમન એકટમાં આ પ્રકારની કોઇ જોગવાઇ કરવામાં આવી ન હોવાથી કોર્ટ દ્વારા સ્ટે આપી દેવાતા હવે સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સમાં આ પ્રકારની જોગવાઇ દાખલ કરવાની તૈયારી શરુ કરવામાં આવી છે. જેના કારણે સ.પ.યુનિ.માં હાલ સત્તા મંડળોની રચના કરવામાં થોભો અને રાહ જુઓની નીતિ અખત્યાર કરવામાં આવી રહી છે.

યુવાનોએ પ્રાકૃતિક ખેતીના લાભની વાત જનજન સુધી પહોંચાડવા કટિબદ્ઘ બનવા અપીલ : રાજયપાલ

વહેરાખાડી : મહીસાગરમાં પુન: મુસાફરોને 'જોખમી' બોટિંગ સવારી

આણંદ જિ.પં.માં 'નો પાર્કિંગ' બોર્ડની આજુબાજુમાં જ કતારબદ્વ' કાર પાર્કિંગ'!

ગુજરાત વિદ્યાપીઠના બોચાસણ અને ભારેલના ગ્રામ સેવા કેન્દ્રોની રાજ્યપાલે મુલાકાત લીધી

સોજીત્રા : બંને બાજુ રસ્તો ૧ર-૧૨ મીટર ખુલ્લો કરવા દબાણકર્તાઓને તાકિદ કર્યા બાદ તંત્ર ફરકયું જ નહિં

આણંદ જિલ્લો : ધો.૧૦માં ગત વર્ષ કરતા પ૬૪૮ વિદ્યાર્થીઓ વધ્યા, ધો.૧રના બંને પ્રવાહમાં પણ વધારો

સામરખા ગામમાં જાહેર રસ્તા પર કરાયેલ દબાણ નવ માસ બાદ પણ યથાવત

આણંદ જિલ્લામાં વર્ષ દરમ્યાન આયુષ્માન ભારતના ૧૬૯૭૬ લાભાર્થીઓના કલેઇમ પેટે ૩૩.૫૪ કરોડનું ચૂકવણું