Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
ખંભોળજના પૂર્વ પીએસઆઈ દિલીપકુમાર બ્રહ્મભટ્ટ, પત્ની અને પુત્રની અમેરિકામાં હત્યા
દોહિત્ર ઓમ બ્રહ્મભટ્ટ દ્વારા પારિવારિક ઝઘડામાં ફાયરીંગ કરીને કરાયેલી હત્યા : હત્યારાની ન્યૂજર્સી પોલીસ દ્વારા ધરપકડ
29/11/2023 00:11 AM Send-Mail
આણંદ જિલ્લાના ખંભોળજ પોલીસ મથકે સને ૧૯૯૬-૯૭માં ફરજ બજાવી ચુકેલા અને આણંદ ટાઉનમાં પીઆઈ તરીકે ખ્યાતી પામેલા કિરિટ બ્રહ્મભટ્ટના ભાઈ, તેમની પત્ની અને પુત્રની ગઈકાલે અમેરિકાના ન્યુઝર્સી ખાતે દોહિત્ર દ્વારા ભર ઉંઘમાં જ ફાયરીંગ કરીને હત્યા કરી નાંખવામાં આવતાં ચકચાર મચી જવા પામી છે. ન્યુઝર્સી પોલીસે હત્યારાની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બાકરોલ રોડ ઉપર આવેલી આશ્લેષા સોસાયટીમાં રહેતા દિલીપકુમાર બ્રહ્મભટ્ટ પીએસઆઈ તરીકે સને ૧૯૯૬-૯૭માં ફરજ બજાવતા હતા. ત્યાંથી તેમની અલગ-અલગ જગ્યાએ બદલીઓ થઈ હતી અને અંતે તેઓ નવસારી જિલ્લાના બિલીમોરા પોલીસ મથકમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા અને ત્યાંથી નિવૃત્ત થયા હતા. તેઓ છેલ્લા ૧૫ વર્ષથી તેઓ પત્ની બિન્દુબેન, પુત્ર યશ અને પુત્રી રીન્કુ સાથે અમેરિકાના ન્યુઝર્સી સ્થિત સાઉથ પ્લનફિલ્ડ , મિડલેક્સ કાઉન્ટી ખાતે પરિવાર સાથે રહેતા હતા. રીન્કુના પુત્ર યશે બીલીમોરામાં પ્રાથમિક શિક્ષણ લીઘા બાદ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કર્યો હતો અને બાદમાં અમેરિકામાં સ્થાયી થયો હતો. તેણે ભારતીય યુવતી સાથે લગj કર્યા હતા. રીન્કુના આણંદમાં લગj થયા હતા પરંતુ પતિના અવસાન બાદ તે પિતા સાથે અમેરિકામાં રહેતી હતી.

દિલીપભાઈ બ્રહ્મભટ્ટને છેલ્લા કેટલાક સમયથી દોહિત્ર ઓમ બ્રહ્મભટ્ટ સાથે પારિવારીક ઝઘડાઓ ચાલતા હતા. દરમ્યાન ગઈકાલે રાત્રીના સુમારે દિલીપભાઈ, બીન્દુબેન અને યશ સુઈ રહ્યા હતા ત્યારે ઓમે ભર ઉંઘમાં જ તેમના પર ફાયરીંગ કરીને હત્યા કરી નાંખી હતી. આ સમાચાર આણંદમાં પ્રસરી જતાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. ઉલ્લેખનીય છે કે આણંદમાં પીઆઈ તરીકે ફરજ બજાવી ગયેલા અને ડીવાયએસપી તરીકે નિવૃત્ત થયેલા કિરિટ બ્રહ્મભટ્ટના તેઓ સગા ભાઈ થતા હતા.કિરિટ બ્રહ્મભટ્ટે પણ પરિવારના ઝઘડામાં બંદુકમાંથી જાતે જ ફાયરીંગ કરીને આત્મહત્યા કરી લીઘી હતી. જ્યારે તેમના દૌહિત્ર સિધ્ધાર્થ ઉર્ફે સિધ્ધુની સુરતમાં હત્યા થઈ ગઈ હતી. આમ, પોલીસ ખાતામાં સેવાઓ બચાવી ગયેલા બ્રહ્મભટ્ટ પરિવારના સભ્યોના અકાળે થયેલા મોતને લઈને અનેકવિધ ચર્ચાઓ શહેરમાં ચાલી રહી છે.

યુવાનોએ પ્રાકૃતિક ખેતીના લાભની વાત જનજન સુધી પહોંચાડવા કટિબદ્ઘ બનવા અપીલ : રાજયપાલ

વહેરાખાડી : મહીસાગરમાં પુન: મુસાફરોને 'જોખમી' બોટિંગ સવારી

આણંદ જિ.પં.માં 'નો પાર્કિંગ' બોર્ડની આજુબાજુમાં જ કતારબદ્વ' કાર પાર્કિંગ'!

ગુજરાત વિદ્યાપીઠના બોચાસણ અને ભારેલના ગ્રામ સેવા કેન્દ્રોની રાજ્યપાલે મુલાકાત લીધી

સોજીત્રા : બંને બાજુ રસ્તો ૧ર-૧૨ મીટર ખુલ્લો કરવા દબાણકર્તાઓને તાકિદ કર્યા બાદ તંત્ર ફરકયું જ નહિં

આણંદ જિલ્લો : ધો.૧૦માં ગત વર્ષ કરતા પ૬૪૮ વિદ્યાર્થીઓ વધ્યા, ધો.૧રના બંને પ્રવાહમાં પણ વધારો

સામરખા ગામમાં જાહેર રસ્તા પર કરાયેલ દબાણ નવ માસ બાદ પણ યથાવત

આણંદ જિલ્લામાં વર્ષ દરમ્યાન આયુષ્માન ભારતના ૧૬૯૭૬ લાભાર્થીઓના કલેઇમ પેટે ૩૩.૫૪ કરોડનું ચૂકવણું