Sardar Gurjari

બુધવાર, તા. ૧૧ ડિસેેમ્બર, ૨૦૨૪, માગશર સુદ ૧૧, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૧૭૪

મુખ્ય સમાચાર :
સેવાલિયા નજીક ટ્રાવેલ્સની બે બસો અથડાતા ૨૫ મુસાફરોને ઈજા : સદનસીબે કોઈ જાનહાનિ નહીં
-બન્ને બસોને ક્રેઈનની મદદથી છુટી પડાઈ : ઘવાયેલા મુસાફરોને અમદાવાદ તેમજ ગોધરાની હોસ્પિટલોમાં સારવાર માટે લઈ જવાયા -રોડ ઉપર પડેલા મોટા-મોટા ખાડાઓને કારણે અક્સ્માત સર્જાયો હોવાનો સ્થાનિકોનો મત
29/11/2023 00:11 AM Send-Mail
સેવાલિયા પાસેથી પસાર થતા અમદાવાદ-ઈન્દોર હાઈવે પર આજે સવારે બે ટ્રાવેલ્સની બસો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અંદાજીત ૨૫ થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. આ બંને બસોને ક્રેઈન મારફતે છુટી પાડવામાં આવી હતી. તો આ બનાવમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. તમામ ઘાયલ મુસાફરોને અમદાવાદ તથા ગોધરા હોસ્પિટલ ખાતે સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ ગળતેશ્વર તાલુકાના મેનપુરા સીમમાંથી પસાર થતા અમદાવાદ-ઈન્દોર હાઈવે પર આજે મંગળવારે વહેલી સવારે બાલાસિનોર તરફના રોડ પર બે ટ્રાવેલ્સ બસો વચ્ચે અકસ્માત થયો છે. આ અકસ્માતમાં બંને બસોમાં સવાર ૨૫થી વધુ મુસાફરોને નાની-મોટી અને કેટલાકને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત સર્જાતા જ નજીકથી સ્થાનિકો દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ ૧૦૮ની ટીમને જાણ કરી દીધી હતી. જ્યાં સ્થાનિકો અને પોલીસની મદદથી ઘાયલોને નજીકની ગોધરા સિવિલ હોસ્પિટલ અને આ તરફ ગંભીર ઈજાગ્રસ્તોને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. જો કે આ ઘટનામાં કોઈ મુસાફરનું મોત થયાનું જાણવા મળ્યું નથી. સ્થાનિકોના જણાવ્યા મુજબ એક બસ ઉજ્જૈનથી પરત ફરી અમદાવાદના નરોડાના મુસાફરોને ઉતારવા જતી હતી.

જ્યારે બીજી બસના મુસાફરો મધ્યપ્રદેશથી જોમજોધપુર જઈ રહી હતી. આ દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. વધુમાં સ્થળ પર હાજર સ્થાનિકોએ જણાવ્યું કે જે સ્થળ પર અકસ્માત થયો, ત્યાં રોડ પર ખૂબ મોટા અને અકસ્માત સર્જે તેવા ખાડાઓ પડેલા છે. વહીવટી તંત્ર દ્વારા આ ખાડા પૂરવાની તસ્દી ન લેતા અહીંયા અવાર-નવાર નાના-મોટા અકસ્માતો થતા હોય છે ત્યારે આ બસો વચ્ચે થયેલો અકસ્માત પણ ખાડાના કારણે થયો હોવાનું લોકો જણાવી રહ્યા છે.

મહેમદાવાદ: મોદજમાં આવકનો દાખલો લેવા ગયેલા દલિતને સરપંચે અપમાનિત કરીને ધમકાવતા ફરિયાદ

કપડવંજ: સાવલી પાટીયા પાસેથી આઇશર ટ્રકમાં લઇ જવાતા રૂા.૪.૧૮ લાખના ચાઇનીઝ દોરીના જથ્થા સાથે બે ઝડપાયા

નાની ખડોલ : સામાજીક ઓળખાણથી ઉછીના ૧ લાખ પરતનો ચેક રીટર્ન કેસમાં ૧ વર્ષની કેદ

નડિયાદ : મિત્રતામાં સમયાંતરે ઉછીના લીધેલ નાણાંનો ચેક પરત કેસમાં ૧ વર્ષની કેદ, ર.પ૦ લાખ દંડ

સેવાલિયા : ગાંજા સાથે પકડાયેલા બન્ને શખ્સો બે દિવસના રીમાન્ડ પર સોંપાયા

વસો : છ વર્ષ અગાઉ માટીકામ મામલે બે વ્યકિતઓને માર મારનાર પ આરોપીઓને રૂ.૧૦-૧૦ હજાર દંડ

સરસવણી : ચારો લેવા ગયેલ મહિલા સાથે શારિરીક જબરજસ્તીના મામલે બે વ્યકિતઓને ૧૮ માસની કેદ

પેટલી : દૂધ મંડળીમાં ભરવા માટે ઉછીના ર.પ૦ લાખ પરત પેટેનો આપેલ ચેક રીટર્ન થતા એક વર્ષની કેદ