Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
બોરસદ : કુરીયર હોલ્ડમાંથી બહાર કાઢવાના બહાને ખેડૂત પાસે ૪૧૩૯૦ રૂા.ની છેતરપીંડી
સાવરકુંડલા ખાતે રહેતા મિત્રએ પુત્રી માટે મીઠાઈ કુરીયર મારફતે મોકલી હતી
29/11/2023 00:11 AM Send-Mail
બોરસદ શહેરના પામોલ રોડ ઉપર આવેલી અક્ષરનગર સોસાયટીમાં રહેતા મુળ અમદાવાદના ખેડૂત સાથે કુરીયર હોલ્ડમાંથી બહાર કાઢવાના બહાને ૪૧૩૯૦ રૂપિયાની ઓનલાઈન છેતરપીંડી કરતા આ અંગે બોરસદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને મોબાઈલ ફોન નંબરના આધારે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ગત ૫મી સપ્ટેમ્બરના રોજ અર્પિતભાઈ વિનોદભાઈ દાસના સાવરકુંડલા ખાતે રહેતા મિત્ર વિપુલભાઈ ગોસાઈએ તેમની પુત્રી માટે મહાબલી કુરીયર મારફતે મીઠાઈ મોકલાવી હતી. જે અંગે તેમને જાણ કરીને કુરીયરમાંથી ફોન આવે એટલે તમે લેવા માટે જજો તેમ કહ્યું હતુ. સાંજના સાડા ચારેક વાગ્યા સુધીમાં મીઠાઈનું કુરીયર ના મળતા તેમજ દિકરીને બીજા દિવસે વિદેશ પાછુ જવાનું હોય મીઠાઈ મોડી મળશે તો બગડી જશે તેમ માનીને મહાબલી કુરીયર સાવરકુંડલા બાબતે ફોનથી ગુગલ પર સર્ચ કરીને માહિતી મેળવી હતી. સાંજના પોણા પાંચેક વાગ્યાના સુમારે તેમના મોબાઈલ ફોન ઉપર ફોન આવ્યો હતો અને સામે છેડેથી વાત કરતા હિન્દીભાષી વ્યક્તિએ અમારી આ હેડ ઓફિસનો નંબર છે. તમારી ઉપર બીજા નંબર પરથી ફોન આવશે તેમ જણાવ્યું હતુ. થોડીવાર બાદ બીજા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો અને તમારું કુરીયર હોલ્ડ પર ગયું છે. જેથી હોલ્ડમાંથી બહાર કાઢવા માટે ૫ રૂપિયા ઓનલાઈન નાંખવા પડશે તેમ જણાવ્યું હતુ. તેમ જણાવીને એનડીકેસ નામની એપ્લીકેશન લખાવીને ડાઉનલોડ કરાવી હતી. તેમાં પાંચ રૂપિયા ગુગલ પે મારફતે મોકલી આપ્યા હતા. ત્યારબાદ ગઠિયાએ મોબાઈલ ફોનના છેલ્લા ચાર આંકડા લખાવીને બોરસદની એસબીઆઈ બેંકના એકાઉન્ટમાંથી ૪૧૩૯૦ રૂપિયા ઉપાડી લીઘા હતા. પૈસા ઉપડી ગયાનો મેસેજ આવતાં જ અર્પિતભાઈએ સામેવાળી વ્યક્તિને પુછતાં તેણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહોતો. જેથી પોતાની સાથે છેતરપીંડી થયાનું લાગતા જ તેમણે તુરંત જ સાયબર ક્રાઈમના હેલ્પલાઈન નંબર ઉપર ફોન કરીને ફરિયાદ લખાવી દીધા બાદ, ગઈકાલે રાત્રીના સુમારે બોરસદ શહેર પોલીસ મથકે જઈને પોતાની ફરિયાદ આપી હતી.


આંકલાવ : કોસીન્દ્રાની સ્કૂલના શિક્ષકે ૧૧ વર્ષની વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કરતા ફરિયાદ

ખંભાત : બામણવા ગામે ત્રાટકેલા તસ્કરો દ્વારા ૫ દુકાનોના શટર તોડીને ચોરીનો પ્રયાસ

આણંદ : ડોક્ટર અને તેમના પિતરાઈ ભાઈને માર મારતાં ત્રણ વિરૂધ્ધ ફરિયાદ

મોરડની સગીરાને મલાતજથી ભગાડીને લઈ ગયા બાદ દુષ્કર્મ ગુજારનાર શખ્સને ૧૦ વર્ષની કેદની સજા

શાહપુરની સગીરા ઉપર પેટલાદમાં દુષ્કર્મ ગુજારનાર કણઝટના શખ્સને ૧૦ વર્ષની સજા

ફાગણીની સગીરાને ભગાડી લઈ ગયા બાદ દુષ્કર્મ ગુજારનાર શખ્સને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા

પેટલાદમાં ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરતા મારક હથિયારો સાથે જીવલેણ હુમલો : ૧ ગંભીર, બે ઘાયલ

કાણીસા ચોકડી નજીક બાઈક ખાડામાં ઉતરી ગયુ : કિશોરનું મોત, બે ઘાયલ